Tuesday, October 1, 2024
More
    હોમપેજક્રાઈમમોહમ્મદ બિલાલે ભગવાન રામ અંગે કરી અપમાનજનક પોસ્ટ, વિરોધ કરનારને આપી જાતિગત ગાળો:...

    મોહમ્મદ બિલાલે ભગવાન રામ અંગે કરી અપમાનજનક પોસ્ટ, વિરોધ કરનારને આપી જાતિગત ગાળો: હાઈકોર્ટે એકાઉન્ટ ‘હેક’નું બહાનું નકારી FIR રદ કરવાની અરજી ફગાવી

    હાઈકોર્ટે અરજી ફગાવી દેતા કહ્યું હતું કે, હિંદુવિરોધી પોસ્ટ તેના એકાઉન્ટને હેક કરીને અપલોડ કરવામાં આવી હતી તે દલીલ ‘આ તબક્કે’ યોગ્ય ગણી શકાય નહીં.

    - Advertisement -

    મંગળવાર 1 ઑક્ટોબરે મધ્ય પ્રદેશ હાઈકોર્ટે (Madhya Pradesh High Court) મોહમ્મદ બિલાલની FIRને રદ કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હિંદુવિરોધી પોસ્ટ અપલોડ કરવા બદલ તેની વિરુદ્ધ IPCની કલમ 153A હેઠળ FIR દાખલ કરવામાં આવી હતી. બિલાલે દલીલ કરી હતી કે, તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ભગવાન રામ અને હિંદુ ધર્મનું અપમાન કરતી અપમાનજનક પોસ્ટ તેના દ્વારા નહીં પરંતુ અન્ય કોઈ વ્યક્તિ દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી જેણે તેનું એકાઉન્ટ ‘હેક’ કર્યું હતું.

    હાઈકોર્ટે અરજી ફગાવી દેતા કહ્યું હતું કે, હિંદુવિરોધી પોસ્ટ તેના એકાઉન્ટને હેક કરીને અપલોડ કરવામાં આવી હતી તે દલીલ ‘આ તબક્કે’ યોગ્ય ગણી શકાય નહીં. અહેવાલો અનુસાર, IPCની કલમ 153A ધર્મ, જાતિ, જન્મસ્થળ, નિવાસસ્થાન, ભાષા અને અન્ય પરિબળોના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા તેમજ હાનિકારક કૃત્યોમાં સામેલ થવા પર પ્રતિબંધ મૂકે છે.

    જસ્ટિસ જીએસ આહલુવાલિયાની સિંગલ જજ બેન્ચે નિર્ણય આપતા કહ્યું હતું કે, “અરજદારે સ્વીકાર્યું છે કે, તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક અપમાનજનક પોસ્ટ અપલોડ કરવામાં આવી હતી. હવે, વિચારવા જેવું એ છે કે, અરજદારે ઈરાદાપૂર્વકનું આ કૃત્ય કર્યું હતું કે, અન્ય કોઈ વ્યક્તિએ તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરીને આ પોસ્ટ અપલોડ કરી હતી, આ અરજદારનો બચાવ છે, જેને આ તબક્કે ધ્યાનમાં લઈ શકાય નહીં.”

    - Advertisement -

    ઑપઇન્ડિયાએ આ કેસમાં ફરિયાદનો મૂળ દસ્તાવેજ મેળવ્યો હતો. સુજન નામક વ્યક્તિએ આરોપી મોહમ્મદ બિલાલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. આ કેસમાં ફરિયાદીએ ઉલ્લેખ કર્યો છે કે, સુજનના એક મિત્રએ તેને એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ બતાવી જે બિલાલે પોસ્ટ કરી હતી. પોસ્ટમાં ભગવાન રામ અને હિંદુ સંસ્કૃતિ માટે અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બાદમાં સુજન અને તેના મિત્રએ પોસ્ટ મામલે બિલાલ સાથે વાતચીત કરી હતી. જોકે, બિલાલે સમગ્ર પરિસ્થિતિ સમજાવવાના બદલે ફરિયાદી અને તેના મિત્ર સાથે દુર્વ્યવહાર કર્યો હતો, અને જાતિગત અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો.

    (ફોટો: OpIndia English)

    કોર્ટે કહ્યું કે, FIRની સમીક્ષા કર્યા પછી, તે સ્પષ્ટ થઈ ગયું છે કે ફરિયાદીએ અરજદારને પૂછ્યું હતું કે, શા માટે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘અપમાનજનક પોસ્ટ’ અપલોડ કરવામાં આવી હતી. “ઉપરોક્ત પોસ્ટ કોઈ અન્ય વ્યક્તિ દ્વારા તેનું એકાઉન્ટ હેક કરીને અપલોડ કરવામાં આવી છે તે સમજાવવાને બદલે, અરજદારે ફરિયાદીને અપમાનિત કરવાનું શરૂ કર્યું અને તેની ધાર્મિક લાગણીઓને પણ ઠેસ પહોંચાડી.” કોર્ટે કહ્યું હતું કે, અરજદારનું વર્તન દર્શાવે છે કે કોર્ટમાં બચાવ માટે કરેલી તેની અરજી યોગ્ય નહોતી.

    કોર્ટે કહ્યું કે, “અરજીકર્તાનું આ વર્તન સૂચવે છે કે, તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અન્ય કોઈ વ્યક્તિ દ્વારા અપમાનજનક પોસ્ટ અપલોડ કરવાનો બચાવ ખોટો છે. તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપમાનજનક પોસ્ટ અપલોડ કર્યા પછી અરજદારે પોતે, ફરિયાદી સાથે જે પ્રતિક્રિયા આપી તે આપવાનો તેને કોઈ અધિકાર નથી. FIRમાં કરાયેલા આક્ષેપો સાચા છે કે કેમ તે અંગે હાલ કોઈ વિચાર કરી શકાયો નથી.”

    કોર્ટે આરોપીની અરજી નકારી કાઢી હતી. અરજદારના વકીલે કહ્યું કે, 15મી ઑગસ્ટ, 2023ના રોજ ‘કેટલાક વ્યક્તિઓએ’ અરજદારનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કર્યું અને વાંધાજનક તસવીર અપલોડ કરી હતી, જેનાથી અન્ય ધર્મની લાગણીઓને ઠેસ પહોંચી હતી. તેણે તે જ દિવસે સંબંધિત પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી હતી કે કોઈ અજાણ્યા વ્યક્તિએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ભડકાઉ પોસ્ટ અપલોડ કરી છે. 17મી ઑગસ્ટ 2023ના રોજ આ કેસની પ્રથમ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

    તે જ દિવસે, IPC કલમ 294 (અશ્લીલ કૃત્યો અને ગીતો) 153-A, 295(A) (કોઈપણ વર્ગના ધર્મ અથવા ધાર્મિક માન્યતાઓનું અપમાન કરીને તેની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના ઈરાદાપૂર્વકના અને દૂષિત કૃત્યો), અને અનુસૂચિત જાતિ અને જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ ગુના માટે FIR દાખલ કરવામાં આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં