Thursday, July 18, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટ'શિષ્ટાચાર શીખો… બધી વકીલાત બંધ થઈ જશે': બાગેશ્વર બાબાની કથા અટકાવવા હાઈકોર્ટે...

  ‘શિષ્ટાચાર શીખો… બધી વકીલાત બંધ થઈ જશે’: બાગેશ્વર બાબાની કથા અટકાવવા હાઈકોર્ટે પહોંચ્યા વકીલ, જજની ફટકારવાળો Video વાયરલ

  નોંધનીય છે કે 18 મેના રોજ જસ્ટિસ વિવેક અગ્રવાલની અધ્યક્ષતાવાળી બેંચે ધીરેન્દ્ર શાસ્ત્રીના 23-24 મેના કાર્યક્રમને રદ કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી.

  - Advertisement -

  મધ્ય પ્રદેશ હાઈકોર્ટની જબલપુર બેંચે સોમવારે રાજ્યમાં બાગેશ્વર ધામના ધાર્મિક કાર્યક્રમને રોકવાની માંગ કરતી બીજી પીઆઈએલને ફગાવી દીધી છે. આ કાર્યક્રમ 23 અને 24 મેના રોજ બાલાઘાટ જિલ્લાના ગામ લિંગાના રાણી દુર્ગાવતી મહાવિદ્યાલય મેદાનમાં યોજાવાનો છે. એક કથિત આદિવાસી સંગઠન વતી વકીલે આ અરજી દાખલ કરી હતી, જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે આ કાર્યક્રમથી તેમની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે. જોકે બાગેશ્વર બાબાની કથા અટકાવવા હાઈકોર્ટમાં પહોંચેલા વકીલને જજની ફટકાર પડી હતી જેનો Video વાયરલ થયો છે.

  સુનાવણી દરમિયાન અરજદારે ખોટી રીતે દલીલો કરી હતી, જેના પર કોર્ટે તેમને ચેતવણી પણ આપી હતી.

  આ અરજી પરની દલીલોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં અરજદારના વકીલે માંગ કરી હતી કે, ‘બડા દેવ ભગવાનના આદિવાસી તીર્થસ્થળને બદલે ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા બીજે ક્યાંક કરવામાં આવે.’ આ માગણી પર જસ્ટિસ વિવેક અગ્રવાલે સવાલ કર્યો હતો કે, “જ્યાં કથા થવાની છે, ત્યાં આદિવાસી લોકોની લાગણીને કઈ વાતે ઠેસ પહોંચશે અને ત્યાંની માન્યતાઓ શું છે?” અરજીકર્તાના વકીલ કોર્ટના આ સવાલનો કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહતા.

  - Advertisement -

  આ દરમિયાન તેમણે સંવિધાનનો હવાલો આપતા જજ પર આરોપ લગાવ્યો કે જજ તેમની વાત નથી સાંભળી રહ્યાં. વકીલે કહ્યું હતું કે, “આ બંધારણની જોગવાઈ છે. એ જ હું કહું છું. તમે સમજવા માટે તૈયાર નથી.”

  વકીલના જવાબ પર જસ્ટિસ વિવેકે તેમને યોગ્ય રીતે વાત કરવા કહ્યું હતું. જો કે આ પછી પણ વકીલે કોર્ટમાં જજને કહ્યું કે, “તમે સાંભળવા તૈયાર નથી. કંઈ પણ બોલી રહ્યાં છો.” વકીલના આ શબ્દો પર જજે તેમને અવમાનનાની નોટિસ ફટકારવાનો આદેશ આપ્યો હતો. જસ્ટિસ વિવેકે કહ્યું, “તમને ખબર નથી પડતી કે હાઈકોર્ટમાં દલીલ કેવી રીતે કરવી. તમારો જવાબ નોટીસમાં આપજો.” ન્યાયાધીશે ચેતવણી પણ આપી હતી કે જો તેઓ આગળ ખોટી રીતે દલીલ કરશે તો વકીલને જેલમાં મોકલી દેશે.

  આ વીડિયોમાં જસ્ટિસ વિવેકે વકીલને ‘સર્વ આદિવાસી સમાજ’ વિશે વધુમાં પૂછ્યું હતું અને પૂછ્યું હતું કે તેમને દલીલ કરવા કોણે અધિકૃત કર્યા. તેમણે એમ પણ કહ્યું હતું કે, “ધ્યાન રહે. જો મારી સામે જરા પણ ઉંધી સીધી દલીલ કરી, તો હું તમને અહીંથી જ જેલમાં મોકલી દઈશ. વકીલાત ખતમ થઈ જશે. શિષ્ટાચાર સાથે વાત કરતાં શીખો. બદતમીજી કરવાનું ભૂલી જશો. તમે લોકોએ વિચારી લીધું છે કે ગેરવર્તન કરીને પોતાના મોટી ટીઆરપી ભેગી કરી લેશો? તમે ભૂલી જાઓ છો કે જે દિવસે અમે તમને જેલમાં મોકલી દઈશું, તે દિવસે બધી હિમાયત બંધ થઈ જશે. તમને ગેરવર્તન કરવાનું શીખવાડીને મોકલવામાં આવે છે.”

  ન્યાયાધીશે વકીલને માફી માંગવા પણ કહ્યું હતું. એક સવાલના જવાબમાં વકીલે જણાવ્યું હતું કે, તેઓ 2007થી હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. અરજદારમાં હેમલતા દુર્વે અને કર્નલ હરનામ હતા. અરજદાર જૂથ સર્વ આદિવાસી સમાજના પ્રમુખના નામ તરીકે મનશારામ મારાવીનો સાદા કાગળમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ સંસ્થાના રજિસ્ટ્રેશન અને લેટર હેડ વિશે જસ્ટિસ વિવેકે પૂછ્યું તો વકીલે જાણકારી આપી કે જો રજિસ્ટ્રેશન કરવામાં આવશે તો કોર્ટમાં ન લગાવવાની માહિતી આપી. આ જવાબ પર ટિપ્પણી કરતા જસ્ટિસ વિવેકે આવી અરજીને ‘સ્પોન્સર પિટિશન’ ગણાવી હતી.

  અંતે બાગેશ્વર બાબાની કથા અટકાવવા હાઈકોર્ટમાં પહોંચેલા વકીલને જજની ફટકાર પડી હતી જેનો Video વાયરલ થયો છે. જસ્ટિસ વિવેકે વકીલને ફરીથી કેસ નોંધવા અને દાખલ કરવાની સલાહ આપી હતી. અંતમાં જજે કહ્યું કે, “પક્ષને કહો કે અમારી ગરમી બતાવવાના કારણે કોર્ટે અરજી નકારી કાઢી હતી.” જસ્ટિસ વિવેક અગ્રવાલે પોતાના આદેશમાં એમ પણ નોંધ્યું હતું કે “કહેવાતા ‘સર્વ આદિવાસી સમાજ’ના વકીલે પ્રશ્નોના જવાબ આપવાને બદલે બિનજરૂરી દલીલો કરી હતી. આદેશ અનુસાર, અધૂરા દસ્તાવેજો સાથે હાજર થયેલા અરજદાર એ સાબિત કરી શક્યા ન હતા કે સૂચિત કથા આદિવાસી સમાજની ભાવનાઓને કેવી રીતે ઠેસ પહોંચાડશે.”

  ખાસ વાત એ છે કે આ અરજી દાખલ કરનાર વકીલને આ જ કેસમાં 18 મેના રોજ જસ્ટિસ વિવેક અગ્રવાલે આપેલા આદેશની જાણકારી નહોતી. ત્યારે જસ્ટિસ વિવેકે ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને રોકવાની અરજી ફગાવી દીધી હતી.

  18 મેના રોજ ફગાવી દેવામાં આવી હતી પ્રથમ અરજી

  નોંધનીય છે કે આ પહેલા 18 મેના રોજ જસ્ટિસ વિવેક અગ્રવાલની અધ્યક્ષતાવાળી બેંચે ધીરેન્દ્ર શાસ્ત્રીના 23-24 મેના કાર્યક્રમને રદ કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. દિવાસી વિકાસ પરિષદના દિનેશ કુમાર ધ્રુવ તરફથી હાજર રહેલા એડવોકેટ પ્રહલાદ ચૌધરીએ દલીલ કરી હતી કે આદિવાસીઓની ઇચ્છા વિરુદ્ધ આયોજિત આ કથાથી આદિવાસી ક્ષેત્રોને અસર થઈ છે, ગ્રામસભા માટે મંજૂરી ન હોવી અને 2023 ની વિધાનસભાની ચૂંટણીને પ્રભાવિત કરી શકે તેવી દલીલો આપી હતી. એડવોકેટ ચૌધરીએ ધીરેન્દ્ર શાસ્ત્રી પર ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાનો આરોપ પણ લગાવ્યો હતો.

  આ દલીલોના જવાબમાં જસ્ટિસ વિવેક અગ્રવાલે કહ્યું હતું કે વાંધો હોય તો કોઈ પણ સંસ્થાને બદલે ગ્રામસભા સીધી કોર્ટમાં આવવું જોઈએ. આ કાર્યક્રમ માટે ગ્રામસભાની પરવાનગીની જરૂર ન હોવાનું જણાવી તેમણે આ અરજીને પ્રાયોજિત ગણાવી હતી. આ સાથે જ જસ્ટિસ વિવેકે કહ્યું હતું કે, આ કથાની અસર આદિવાસીઓ પર પડશે તેવા કોઇ પુરાવા નથી. તેમણે કહ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા સંભાળવાની જવાબદારી રાજ્ય સરકારની છે.

  ઉલ્લેખનીય છે કે હિંદુ ધર્મને પ્રોત્સાહન આપતા વીડિયો વાયરલ થયા બાદ બાગેશ્વર ધામના મહંત પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને ફાયરબ્રાન્ડ કથાકાર કહેવામાં આવ્યા છે. થોડા સમય પહેલા જ બિહાર સરકાર દ્વારા તેમના એક કાર્યક્રમને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

  પોતાના પર થયેલા આ હુમલાઓ પર ટિપ્પણી કરતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ એક એવા હાથીનું ઉદાહરણ આપ્યું હતું, જેના ગામમાં જવા પર ઘણા લોકો તેને કેળા, પુરી અને વિવિધ વાનગીઓ ખવડાવીને ગણેશ તરીકે પૂજા કરે છે, તો બીજી તરફ રખડતા કૂતરાઓ ભસવા લાગે છે. તેવામાં ફરી એક વાર બાગેશ્વર બાબાની કથા અટકાવવા હાઈકોર્ટમાં પહોંચેલા વકીલને જજની ફટકાર પડી હતી જેનો Video વાયરલ થયો છે.

  બાગેશ્વર ધામના મહંત પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના જણાવ્યા અનુસાર, જો હાથીઓ કૂતરાઓને જવાબ આપવાનું શરૂ કરશે, તો લોકો હાથીને પાગલ કહેશે, તેથી હાથી તે કૂતરાઓને અવગણીને તેના માર્ગ પર આગળ વધવાનું ચાલુ રાખે છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં