Tuesday, May 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમસ્જિદ સુધીનો ગુપ્ત રસ્તો, અનેક ક્ષેત્રોમાં ફેલાયેલો કારોબાર: હિજાબ-ધર્માંતરણ વિવાદથી ચર્ચામાં આવેલી...

    મસ્જિદ સુધીનો ગુપ્ત રસ્તો, અનેક ક્ષેત્રોમાં ફેલાયેલો કારોબાર: હિજાબ-ધર્માંતરણ વિવાદથી ચર્ચામાં આવેલી એમપીની શાળા પર બુલડોઝર ફેરવવાની તૈયારી

    પરવાનગી વગર ઉભી કરવામાં આવેલી શાળાને 11 જૂન 2023 રવિવારના રોજ નગરપાલિકા તરફથી નોટિસ પણ ફટકારવામાં આવી હતી.

    - Advertisement -

    મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણ સરકાર દ્વારા હિજાબ-ધર્માંતરણવાળી સ્કુલ પર બુલડોઝર ફેરવવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ એ જ શાળા છે જેમાં હિંદુ વિદ્યાર્થીનીઓને હિજાબ પહેરવા માટે મજબુર કરવામાં આવી હતી. આ દરમિયાન શાળાની પ્રિન્સીપાલ સહિત 3 શિક્ષિકાઓ દ્વારા ઇસ્લામી ધર્માંતરણ કરાવવાની બાબતો પણ સામે આવી હતી. બુલડોઝર ફેરવતા પહેલાં વિવાદિત ‘ગંગા જમના સ્કુલ’ને 3 દિવસનો સમય આપવામાં આવ્યો છે. પરવાનગી વગર ઉભી કરવામાં આવેલી શાળાને 11 જૂન 2023 રવિવારના રોજ નગરપાલિકા તરફથી નોટિસ પણ ફટકારવામાં આવી હતી.

    ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં હિજાબ-ધર્માંતરણવાળી જે ગંગા જમના સ્કૂલ પર બુલડોઝર ફેરવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તે રાશિદ ખાનની માલિકીની છે. પરંતુ દસ્તાવેજોમાં શાળાની અસલ માલિકી તેની પત્ની રશ્ક-એ-જહાંની છે. તાજેતરમાં જ આ શાળામાંથી મસ્જિદ સુધી જવા માટે એક ગુપ્ત રસ્તો બનાવવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો હતો. શાળા સાથે જોડાયેલા કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી રહી છે, જ્યારે કેટલાક લોકો મામલો સામે આવ્યા બાદથી જ ફરાર થઈ ચૂક્યા છે. આ ઉપરાંત શાળાના સંચાલકોના પેટ્રોલ પંપ અને દુકાનો સહિત તેઓના સગા-સબંધીઓના વ્યવસાયો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. નોંધનીય છે કે શાળાની પ્રિન્સીપાલ આફ્સા શેખ, ગણિત શિક્ષક અનસ અતહર અને ચોકીદાર રુસ્તમ પહેલેથી જ જેલમાં છે.

    નોંધનીય છે કે જો 3 દિવસની અંદર જો વિવાદિત ગંગા જમના સ્કુલ તરફથી નોટીસનો સંતોષકારક જવાબ નહીં આપવામાં આવે તો બુલડોઝર એક્શન લઈને શાળાની ઈમારતને તોડી પાડવામાં આવશે. રાજ્યના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પણ આ મામલે આશ્વાસન આપ્યું છે કે યોગ્ય દિશામાં તપાસ થઇ રહી છે અને ડુંગળીની છાલની માફક એક-એક પડ ખુલ્લા પડી રહ્યા છે. નગરપાલિકાના ચીફ ઓફિસર ભૈયા લાલે શાળાનું નિરીક્ષણ પણ કર્યું છે, તો બીજી તરફ ધરપકડ કરાયેલા ત્રણેય લોકોની જામીન અરજી પણ કોર્ટે ફગાવી દીધી છે.

    - Advertisement -

    આ ઉપરાંત એક ખુલાસો તેવો પણ થયો છે કે ભોપાલના અશોકા ગાર્ડન વિસ્તારમાં ગંગા જમના નામથી જ એક બહુમાળી બિલ્ડીંગમાં બોયઝ હોસ્ટેલ, ગેસ્ટ હાઉસ અને રેડીમેડ ગારમેન્ટનો શૉરૂમ ચલાવવામાં આવી રહ્યો છે. આ મામલે રાષ્ટ્રીય બાળ અધિકાર આયોગ (NCPCR)ના અધ્યક્ષ પ્રિયાંક કાનુનગોએ પણ સવાલ કર્યો છે કે શું નામ બદલીને ભોપાલમાં હોસ્ટેલ ચલાવવામાં આવી રહી છે? કારણકે હોસ્ટેલનું નામ ‘શ્રીરામ’ છે અને તેનું સંચાલન કરનાર પોતે ઉપાધ્યાય હોવાનું જણાવી રહ્યો છે. જ્યારે આ હોસ્ટેલ ‘ગંગા જમના સ્કુલ‘ સાથે સંકળાયેલી છે. હોસ્ટેલ અને શૉરૂમ પર પણ નોટિસો ફટકારીને પ્રશાસને માહિતી માંગી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં