Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઉત્તરપ્રદેશ: મસ્જિદમાં દીની તાલીમ મેળવવા જતી 15 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, ઇમામ...

    ઉત્તરપ્રદેશ: મસ્જિદમાં દીની તાલીમ મેળવવા જતી 15 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, ઇમામ અબ્દુલ કાદિરની ધરપકડ

    અન્ય બાળકોને રજા આપી દીધા બાદ સગીરાને લઇ જઈને દુષ્કર્મ આચર્યું હતું, પોલીસે ગુનો દાખલ કર્યા બાદ પકડીને જેલમાં ધકેલી દીધો.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના અમરોહામાં એક મસ્જિદના ઇમામે સગીર છોકરી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો મામલો સામે આવ્યો છે. પીડિત સગીરાના પિતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યા બાદ ઈમામની ધરપકડ કરી લેવામાં આવી હતી. સગીરા આઠમા ધોરણમાં ભણતી હોવાનું બહાર આવ્યું છે. 

    મામલો અમરોહાના એક ગામનો છે. અહીં રહેતા એક ટ્રક ચાલકની 15 વર્ષીય પુત્રી ગામની જ શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરે છે. સાથે તે દરરોજ ગામની મસ્જિદમાં અન્ય બાળકો સાથે દીની તાલીમ માટે પણ જતી હતી. આ મસ્જિદમાં મૌલાના અબ્દુલ કાદિર ઇમામ છે. 

    આરોપ છે કે મસ્જિદના ઇમામે 15 દિવસ પહેલાં અન્ય બાળકોને રજા આપી દીધી હતી અને સાફસફાઈ કરવાના બહાને પીડિતાને રોકી લીધી હતી. ત્યારબાદ રૂમમાં લઇ જઈને દુષ્કર્મ આચર્યું હતું અને કોઈને જણાવવા પર જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઘટના બાદ પીડિતા ઘરે આવી ગઈ હતી અને ડરના કારણે કોઈને જણાવ્યું ન હતું. 

    - Advertisement -

    જોકે, ગત શુક્રવારે (14 ઓક્ટોબર 2022) તેના પિતા ટ્રક ચલાવીને ઘરે પરત ફરતાં તેણે આપવીતી કહી હતી. તે જ સાંજે પિતા તેની પુત્રીને લઈને પોલીસ મથકે પહોંચ્યો હતો અને ઇમામ સામે કાયદેસરની ફરિયાદ દાખલ કરાવી હતી. જે બાદ પોલીસે કેસ દાખલ કરીને ઈમામની શોધખોળ શરૂ કરી હતી. 

    ગણતરીના કલાકોમાં પોલીસે આરોપી ઇમામની ધરપકડ પણ કરી લીધી હતી. આ અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, FIR દાખલ કરીને આરોપી ઇમામને પકડીને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે તેમજ પીડિતાનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. 

    ઉલ્લેખનીય છે કે આવી જ એક ઘટના તાજેતરમાં જ દિલ્હીમાંથી સામે આવી હતી. અહીં મદ્રેસામાં રહીને અભ્યાસ કરતા એક 15 વર્ષીય સગીર સાથે ત્યાં જ રહીને અભ્યાસ કરાવતા મૌલવી મોહમ્મદ જાવેદ ખાને કુકર્મ આચર્યું હતું. તેના રૂમમાં કોઈ ન હતું ત્યારે બાળકને બોલાવીને આ કૃત્ય કર્યું હતું. ત્યારબાદ બાળક ઈદની રજામાં ઘરે આવ્યા બાદ જવાનું નામ ન લેતાં તેના પરિજનોએ પૂછતાં તેણે હકીકત જણાવી હતી. 

    ત્યારબાદ પીડિત બાળકની માતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે મૌલવીની ધરપકડ કરી લીધી હતી. ધરપકડ થયા બાદ તેણે પોલીસ સામે ગુનો પણ કબૂલ કરી લીધો હતો. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં