Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅમેરિકાની ચર્ચમાં છેલ્લાં 80 વર્ષમાં 600થી વધુ બાળકોનું યૌન શોષણ, દોઢસો પાદરીઓ...

    અમેરિકાની ચર્ચમાં છેલ્લાં 80 વર્ષમાં 600થી વધુ બાળકોનું યૌન શોષણ, દોઢસો પાદરીઓ પણ સામેલ: 4 વર્ષની તપાસ, પીડિતોની જુબાની અને 1 લાખ પાનાંના અધ્યયન બાદ ઘટસ્ફોટ

    મામલાની તપાસ દરમિયાન અગણિત પીડિતો અને સાક્ષીઓનાં નિવેદનો લઈને લગભગ 1 લાખ પાનાંના દસ્તાવેજોનું અધ્યયન કરવામાં આવ્યું હતું.

    - Advertisement -

    અમેરિકાના મેરીલેન્ડની કેથોલિક ચર્ચમાં છેલ્લાં 80 વર્ષમાં 600થી વધુ બાળકોનું યૌન શોષણ કરવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ગત 80 વર્ષમાં અલગ-અલગ સમયે અંજામ આપવામાં આવેલા આ યૌન શોષણના મામલામાં સહુથી વધુ ચોંકાવનારી બાબત તે છે કે આ કૃત્યમાં 150થી વધુ પાદરીઓ પાદરીઓ સામેલ હતા. લગભગ 4 વર્ષની સખત મહેનત બાદ આ મામલાની વિગતો સામે આવી છે.

    અહેવાલો અનુસાર, અમેરિકાના મેરીલેન્ડની કેથોલિક ચર્ચમાં 150 પાદરીઓ દ્વારા 600થી વધુ બાળકોનું યૌન શોષણ થવાના મામલે એક 463 પાનાંનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ બનાવવા પાછળ 4 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. આ દરમિયાન અગણિત પીડિતો અને સાક્ષીઓના નિવેદનો લઈને લગભગ 1 લાખ પાનાંના દસ્તાવેજોનું અધ્યયન કરવામાં આવ્યું હતું. જે પછી 1940 બાદ માણસાઈ લજવતા આ કૃત્યમાં સંલિપ્ત કેથોલિક પાદરીઓની ઓળખ કરવામાં આવી હતી.

    ગરીબ અને નિર્બળ પરિવારમાંથી આવતા બાળકોનું યૌન શોષણ

    મેરીલેન્ડ એટોર્ની જનરલના કાર્યાલયે વર્ષ 2019માં આ મામલાની તપાસ આદરી હતી. ગત વર્ષના નવેમ્બર મહિનામાં જ આ યૌન શોષણના મામલાનો રિપોર્ટ તૈયાર થઈ ચૂક્યો હતો. જે મુજબ જે બાળકોનું યૌન શોષણ થયું તે ગરીબ અને નિર્બળ પરિવારમાંથી આવતાં હતાં અને એવા પરિવારોમાંથી આવતા જેમને ચર્ચમાં ખૂબ આસ્થા હતી. શોષણ બાદ પીડિત બાળક અને તેના પરિવારની બોલતી બંધ કરવા માટે ધમકીઓ પણ આપવામાં આવતી હોવાનો ઉલ્લેખ મીડિયા રિપોર્ટ્સમાં કરવામાં આવ્યો છે. અહીં તે ઉલ્લેખ કરવો જરૂરી છે કે 80 વર્ષ સુધી ચાલ્યા આવતા આ યૌન શોષણના કૃત્યને ચર્ચે દશકાઓ સુધી છાવરી રાખી હતી. આટલું જ નહીં, રિપોર્ટ તૈયાર થયાને 5 મહિના બાદ તેને સાર્વજનિક કરવા કોર્ટે છેક હમણાં મંજૂરી આપી હતી. કોર્ટની મંજૂરી બાદ રિપોર્ટ બુધવારે (5 એપ્રિલ, 2023) જાહેર કરીને આ વિષયને જનતા વચ્ચે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

    - Advertisement -

    હેવાનિયત ભર્યા આ કૃત્યના રિપોર્ટ સામે આવ્યા બાદ બાલ્ટીમોરના આર્કબિશપ વિલિયમ લોરીએ એક ઓનલાઈન પોસ્ટ લખીને ઘટનાના જીવિત પીડિતો અને તેમના પરિવાર પાસે માફી માંગી હતી. તેમણે આ બાબતે જણાવ્યું કે, ‘કેથોલિક ચર્ચના ઇતિહાસમાં સહુથી દુઃખદ ઘટના જો કોઈ હોય તો તે આ ઘટના છે. જેના પર ભરોસો કરવો મુશ્કેલ છે પણ ઘટના પર આંખ આડા કાન ન કરી શકાય અને તેને ભુલાવી પણ ન શકાય.’ વિલીયમ લોરીએ આગળ જણાવ્યું હતું કે, ‘ચર્ચમાં ઊંચા હોદ્દા પર બેસીને બાળકોને નુકસાન પહોંચડવામાં આવ્યું અને અમે પીડિતોને પૂરતી સુરક્ષા આપવામાં વિફળ થયા છીએ અને આ ઉપરાંત આ પ્રકારના ગંભીર ગુના કરનારને અમે સજા પણ ન અપાવી શક્યા તેનો અમને ખેદ છે.’

    ઈલીનોઈસ પ્રાંતમાં લગભગ 700 પાદરીઓ પર બાળકોનું યૌન શોષણ કરવાના આરોપો

    આ કોઈ પહેલી ઘટના નથી જેમાં પાદરીઓ દ્વારા બાળકો પર યૌન શોષણ આચરવાનો આંકડો આટલો મોટો હોય. આ પહેલાં અમેરિકાના જ ઈલીનોઈસ પ્રાંતમાં લગભગ 700 પાદરીઓ પર બાળકોનું યૌન શોષણ કરવાના આરોપો લાગ્યાં હતા. તે સમયે ઈલીનોઈસના એટોર્ની જનરલે પણ ઉપરની માફક પોતાની રિપોર્ટમાં તેનો ઉલ્લેખ કર્યો હતો કે ચર્ચ આ મામલે પહોંચી વળવા નિષ્ફળ રહી હતી. તે સમયે પણ ચર્ચે યૌન શોષણના આરોપિત પાદરીઓનો આંકડો 185 હોવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ એટોર્ની જનરલના કહેવા મુજબ આ આંકડો તેનાથી પણ વધારે મોટો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં