Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆસામમાં વધુ 300 મદરેસાઓને તાળાં લાગશે, CM હિમંત સરમાએ કહ્યું- ‘અમને મદરેસાઓ...

    આસામમાં વધુ 300 મદરેસાઓને તાળાં લાગશે, CM હિમંત સરમાએ કહ્યું- ‘અમને મદરેસાઓ નહીં, સામાન્ય શિક્ષણ આપતી સ્કૂલો જોઈએ’, અગાઉ 600 પર થઈ હતી કાર્યવાહી

    આસામમાં મદરેસાઓ પર કાર્યવાહી અંગે સીએમ હિમંત બિસ્વ સરમાએ જણાવ્યું હતું કે, BJP અને આ મદરેસા ચલાવનારા લોકો વચ્ચે એક બેઠક થઈ હતી. બેઠકમાં સર્વસંમતિથી એ નિર્ણય લેવામાં આવ્યો છે કે વધુ 300 મદરેસાઓને બંધ કરવામાં આવશે.

    - Advertisement -

    આસામમાં મદરેસાઓ બંધ કરવાના પોતાના સંકલ્પને આગળ વધારતાં ગુરુવારે (18 મે 2023) આસામ સીએમ હિમંત બિસ્વ સરમાએ જાહેર કર્યું હતું કે રાજ્યમાં વધુ 300 મદરેસાઓને બંધ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં રાજ્યમાં 600થી વધુ મદરેસાઓને બંધ કરી દેવામાં આવી આવી હતી. મુખ્યમંત્રીએ કારણ આપતાં કહ્યું હતું કે, તેમની સરકાર ધાર્મિક સંસ્થાઓને ફંડ આપવાને બદલે યુનિવર્સિટી, શાળાઓ અને કોલેજોની સ્થાપના કરવામાં માને છે.

    આસામમાં મદરેસાઓ પર કાર્યવાહી અંગે સીએમ હિમંત બિસ્વ સરમાએ જણાવ્યું હતું કે, BJP અને આ મદરેસા ચલાવનારા લોકો વચ્ચે એક બેઠક થઈ હતી. બેઠકમાં સર્વસંમતિથી એ નિર્ણય લેવામાં આવ્યો છે કે વધુ 300 મદરેસાઓને બંધ કરવામાં આવશે. આ આસામ પોલીસ અને કૌમી સંગઠનો વચ્ચેની ચર્ચાનું પરિણામ છે. આ પહેલાં માર્ચમાં પણ સીએમ હિમંત બિસ્વએ રાજ્યની 600 મદરેસા બંધ કરવાની જાહેરાત કરી હતી.

    હિમંત બિસ્વએ માર્ચમાં વિધાનસભા ચૂંટણી પહેલાં કર્ણાટકના બેલગાવીમાં ભાજપની વિજય સંકલ્પ યાત્રાને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, મેં 600 મદરેસા બંધ કરી છે અને મારું ધ્યેય તમામ મદરેસા બંધ કરવાનું છે કારણકે, અમે મદરેસાને બદલે સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટી ઈચ્છીએ છીએ.

    - Advertisement -

    CM સરમાએ 2020માં આસામમાં એક કાયદો રજૂ કર્યો હતો. જેના અનુસાર, તમામ રાજ્ય સંચાલિત મદરેસાઓ સામાન્ય શિક્ષણ પ્રદાન કરતી નિયમિત સ્કૂલોમાં તબદીલ થવાની હતી. જાન્યુઆરી 2023ની સ્થિતિએ રાજ્યમાં 3,000 રજિસ્ટર્ડ અને અનરજિસ્ટર્ડ મદરેસા છે. ઉલ્લેખનીય છે કે, 1934માં આસામના શિક્ષણ અભ્યાસક્રમમાં મદરેસા શિક્ષણનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને એ જ દરમિયાન રાજ્ય મદરેસા બોર્ડની પણ રચના કરવામાં આવી હતી.

    હિમંત બિસ્વ સરમાએ કહ્યું હતું કે, “બાંગ્લાદેશથી આસામ આવતા લોકો આપણી સંસ્કૃતિ અને સભ્યતા માટે જોખમ ઉભું કરે છે. મેં 600 મદરેસાઓ બંધ કરી દીધી છે અને હું તમામ મદરેસા બંધ કરવા માગું છું. અમને મદરેસાઓ નહીં, શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટી જોઈએ છે.”

    આસામમાં મદરેસાઓ પર કાર્યવાહી ચાલુ રાખવાના સંકલ્પ ઉપરાંત, હિમંતા બિસ્વ સરમા સરકારે રાજ્યમાં મુસ્લિમ પુરુષોની બહુપત્ની પ્રથા પર પ્રતિબંધ મૂકવાનું પણ વચન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે મુખ્યમંત્રી સરમાના નેતૃત્વમાં આસામ સરકારે બહુપત્ની પ્રથા પર પ્રતિબંધ મૂકતા કાયદાને લાગુ કરવા માટે ચાર સભ્યોની સમિતિની રચના કરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં