Thursday, April 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમોરબી: 16 વર્ષીય સગીરાને ફોસલાવીને ભગાવી લઇ ગયો હતો આદિલ, કોર્ટે પાંચ...

    મોરબી: 16 વર્ષીય સગીરાને ફોસલાવીને ભગાવી લઇ ગયો હતો આદિલ, કોર્ટે પાંચ વર્ષની સજા ફટકારી

    મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટે આ મામલે સુનાવણી હાથ ધરી આદિલને બે જુદી-જુદી કલમો હેઠળ બે સજા ફટકારી બંને સાથે ભોગવવાનો હુકમ કર્યો હતો. 

    - Advertisement -

    મોરબી શહેરમાં એક હિંદુ સગીરાને લલચાવી-ફોસલાવીને અપહરણ કરીને લઇ જનાર આરોપીને ગુનેગાર ઠેરવીને કોર્ટે પાંચ વર્ષની સજા અને 5 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ગુનેગારની ઓળખ આદિલ ગફાર સોલંકી તરીકે થઇ છે. 

    આ ઘટના વર્ષ 2017ની છે, જેનો ચુકાદો હમણાં આવ્યો છે. મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટે આ મામલે સુનાવણી હાથ ધરી આદિલને બે જુદી-જુદી કલમો હેઠળ બે સજા ફટકારી બંને સાથે ભોગવવાનો હુકમ કર્યો હતો. 

    કેસની વિગતો એવી છે કે, મોરબીની એક યુવતી વર્ષ 2017માં 16 વર્ષની હતી અને ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. 31 જુલાઈ 2017ના દિવસે તે ઘરેથી ટ્યુશન જવા માટે નીકળી હતી પરંતુ પરત ફરી જ ન હતી. રાત્રે પણ પુત્રી ઘરે ન આવતાં તેના પિતાએ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી અને ત્યારબાદ પોલીસની તપાસમાં તે આદિલ સાથે ભાગી ગઈ હોવાનું સામે આવ્યું હતું. 

    - Advertisement -

    રિપોર્ટ અનુસાર, આદિલ અને સગીરા બંને એક રિક્ષામાં ભાગ્યાં હતાં અને આદિલ તેને તેના બનેવી પાસેથી પૈસા લેવાના છે તેમ કહીને તેમના ઘરે લઇ ગયો હતો. પરંતુ ત્યાં બંને આખી રાત રોકાયા બાદ બીજા દિવસે સવારે મોરબી પરત ફર્યા હતા. 

    જોકે, પોલીસના હાથે પકડાયા બાદ સામે આવ્યું હતું કે પીડિતાની ઉંમર ત્યારે 16 જ વર્ષની હોવાના કારણે આદિલ તેને ઘરે પરત મૂકી ગયો હતો. સગીરાને નિવેદનમાં બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાનું લખાવ્યું હતું. 

    પછીથી આ મામલે અપહરણની ફરિયાદ નોંધાતાં પોલીસે આરોપી આદિલને પકડી લઈને કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરી હતી. ત્યારબાદ ગત બુધવારે (25 જાન્યુઆરી 2023) મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મામલાની સુનાવણી દરમિયાન સરકારી વકીલની દલીલો, 18 મૌખિક પુરાવાઓ અને 24 દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આદિલ સોલંકીને સજા અને દંડ ફટકાર્યાં હતાં. 

    કોર્ટે આદિલને IPCની કલમ 363 હેઠળ 3 વર્ષની સજા અને 2 હજાર રૂપિયાનો દંડ તેમજ IPCની કલમ 366 હેઠળ 5 વર્ષની સજા અને 3 હજાર રૂપિયાનો દંડ ફટકારીને બંને સજા સાથે જ ભોગવવાનો હુકમ કર્યો હતો. આમ તેને કુલ પાંચ વર્ષની સજા અને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં