Tuesday, April 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'...તો આ દુર્ઘટના ટાળી શકાય હોત' - પુલ તૂટતાં પહેલાં ફરિયાદ કરનાર...

    ‘…તો આ દુર્ઘટના ટાળી શકાય હોત’ – પુલ તૂટતાં પહેલાં ફરિયાદ કરનાર પ્રવાસી: મોરબી પુલ દુર્ઘટનામાં જવાબદારો વિરુદ્ધ સદોષ માનવવધનો ગુનો નોંધાયો

    છેલ્લી માહિતી મુજબ હમણાં સુધી આ દુર્ઘટનામાં 140 થી વધુ લોકોના મૃત્યુની પુષ્ટિ થઇ છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે જવાબદારોને કોઈ પણ ભોગે છોડશે નહિ.

    - Advertisement -

    ગુજરાતના મોરબીની મચ્છુ નદી પર બનેલો ઐતિહાસિક ઝૂલતો પુલ ગઈ કાલે તૂટી પડ્યો હતો અને તે સમયે સેંકડો લોકો તેના પર હાજર હતા. હમણાં સુધીના તાજા આંકડાઓ મુજબ આ દુર્ઘટનામાં હજુ સુધી 140થી વધુ લોકોના મૃત્યુની પુષ્ટિ થઇ ચુકી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે આ મોરબી પુલ દુર્ઘટના પાછળ જેનો પણ હાથ હશે તેમને કોઈ પણ ભોગે છોડાશે નહિ.

    મળતી માહિતી મુજબ કાલે આ દુર્ઘટના થયા બાદ આ જ પુલનો એક વિડીયો વાઇરલ થયો હતો જેમાં કેટલાક તોફાની તત્વો પુલને નુકશાન પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. અને લોકોનું કહેવું છે કે આવા લોકોને કારણે જ આ દુર્ઘટના બની છે. જો કે OpIndia આ વિડીયો ક્યારનો છે એ વિષે કોઈ પુષ્ટિ કરતું નથી.

    સઅપરાધ માનવવધની કલમોમાં કેસ નોંધાયો

    આ મોરબી પુલ દુર્ઘટના માનવસર્જિત હોવાની પુરી શક્યતા હોવાથી આ ઘટનામાં સઅપરાધ માનવવધની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મોરબી બી ડિવિઝન પોલીસે ખોટા ઇરાદા સાથે હત્યાના પ્રયાસ હેઠળ ગુનો દાખલ કર્યો છે. કલમ 304,308,114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

    - Advertisement -

    આ સાથે જ ઝૂલના પુલના મેનેજમેન્ટના મેનેજર, મેઇન્ટનેસ ટીમના મેનેજર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પુલનું યોગ્ય મેઇન્ટેનસ યોગ્ય રીતે કામગીરી ન કરી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

    આ મામલે તપાસ માટે પાંચ સભ્યોની કમિટીની રચના પણ ગુજરાત સરકાર દ્ધારા કરવામા આવી છે. રેન્જ આઇજીની અધ્યક્ષતામાં ગુનાની તપાસ કરવામાં આવનાર છે. દરરોજ સાંજે મુખ્યમંત્રીને તપાસનો અહેવાલ સોંપવામાં આવશે. 108 સેવાના પ્રોગ્રામ મેનેજર નિલેશ ભરપોડાએ જણાવ્યું કે, 130થી વધારે અસરગ્રસ્ત દર્દીઓને 108 સેવા દ્વારા ખસેડવામાં આવ્યા છે.

    મધ્યરાતે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ ઘટનાસ્થળે હાજર રહીને કાર્યવાહી ચકાસી

    ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી પોતે આ ઘટનાક્રમ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. તેમના અનુસાર તેમને અને મુખ્યમન્ત્રીએ રત્ન 2:30 વાગ્યા સુધી બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનો આપ્યા હતા.

    દેખીતી રીતે જ સરકાર આ વિષયમાં કોઈ કચાસ રાખવા માંગતી નથી અને રાહત અને બચાવ કામગીરી યોગ્ય રીતે થાય તેવા પ્રયત્નમાં છે.

    બપોરે જ એક પરિવારે મેનેજમેન્ટને કરી હતી ફરિયાદ

    અહેવાલો મુજબ રવિવારે જામનગરના વિજયભાઈ ગોસ્વામીના પરિવારે બપોરે લગભગ 4.30 વાગ્યાની આસપાસ ઝૂલતા પર તેની ક્ષમતા કરતા વધુ માણસો હોવા અંગે મેનેજમેન્ટને જાણ કરી હતી. પરિવારે પુલનું મેનેજમેન્ટ કરતી ઓરેવા કંપનીને મૌખિક રજૂઆત કરતા જણાવ્યું હતું કે ‘પુલ પર કેટલાક તોફાની તત્વો મસ્તી કરી રહ્યાં છે અને તેના કારણે પુલને ડેમેજ થઈ રહ્યું છે.’

    ગોસ્વામી પરિવારે મીડિયાને જણાવ્યું કે બપોરે આ વિષયનું ધ્યાન દોરવા છતાંય મેનેજમેન્ટ દ્વારા કોઈ દરકાર લેવામાં આવી નહોતી. તેમણે આગળ જણાવ્યું કે જો સમયસર તેમની ફરિયાદ પર કાર્યવાહી કરવામાં આવી હોત તો કદાચ આ દુર્ઘટના ટાળી શકાઈ હોત.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં