Tuesday, November 12, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘પશ્ચિમ બંગાળને પશ્ચિમ બાંગ્લાદેશ બનાવવાનું ષડ્યંત્ર’: ભાજપ પ્રદેશ પ્રમુખનો આરોપ, કહ્યું- કાવતરું...

    ‘પશ્ચિમ બંગાળને પશ્ચિમ બાંગ્લાદેશ બનાવવાનું ષડ્યંત્ર’: ભાજપ પ્રદેશ પ્રમુખનો આરોપ, કહ્યું- કાવતરું જગજાહેર ન થાય તે માટે અમારી અટકાયત કરી

    પશ્ચિમ બંગાળના મોમિનપુરમાં થયેલ હિંદુવિરોધી હિંસાને લઈને ભાજપે કહ્યું છે કે, રાજ્ય સરકાર ગુંડાઓ અને કટ્ટરપંથી ઇસ્લામીઓને પ્રોત્સાહન આપી રહી છે.

    - Advertisement -

    આજે સવારે પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ સુકાંતા મજમુદાર, પાર્ટીના મહામંત્રી ઉમેશ રાય અને અન્ય કેટલાકે નેતાઓની કોલકાત્તામાં અટકાયત કરી લેવામાં આવી હતી. આ નેતાઓ મોમિનપુર જઈ રહ્યા હતા, જ્યાં રવિવારે (9 ઓક્ટોબર 2022) હિંદુઓ પર હુમલા કરવામાં આવ્યા હતા. પોલીસે તેમને અટકાવીને લોકઅપમાં નાંખી દીધા હતા. 

    પશ્ચિમ બંગાળ પોલીસ પર મુખ્યમંત્રી અને ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીના ઈશારે કામ કરવાનો આરોપ લગાવી ભાજપ પ્રદેશ અધ્યક્ષે ટ્વિટ કરીને કહ્યું કે, ‘હિંદુ ભાઈ-બહેનોની સુરક્ષા કરવામાં નિષ્ફળ ગયેલી મુખ્યમંત્રી મમતા બેનર્જીની પશ્ચિમ બંગાળ પોલીસે અમે જ્યારે હિંસાથી અસરગ્રસ્ત વિસ્તાર મોમિનપુર જઈ રહ્યા હતા ત્યારે અટકાવીને ધરપકડ કરી લીધી હતી. 

    પશ્ચિમ બંગાળ પર રાજ્યમાં હિંદુવિરોધી એજન્ડાને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવી કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળ પોલીસે ગેરકાયદેસર રીતે તેમની ધરપકડ કરી હતી. તેમની ધરપકડ જ્યાં થઇ હતી એ વિસ્તાર મોમિનપુર વિસ્તારથી ઘણો દૂર છે, જ્યાં હાલ કલમ 144 લાગુ કરવામાં આવી છે. 

    - Advertisement -

    તેમણે કહ્યું કે, વક્રતા એ છે કે મોમિનપુર હિંસા દરમિયાન પોલીસ સ્ટેશનો પર અને પોલીસ અધિકારીઓ પર હુમલાઓ થયા હોવા છતાં પોલીસ ટીએમસીના ગુંડાઓ અને કટ્ટરપંથી તત્વો સામે કાર્યવાહી કરવાની જગ્યાએ નિર્દોષ લોકોની અટકાયત કરવામાં લાગેલી છે. 

    તેમણે આગળ કહ્યું કે, પશ્ચિમ બંગાળ પોલીસ તેમને મોમિનપુર જવા દેવા માંગતી ન હતી અને જેના કારણે તેમની અટકાયત કરી લેવામાં આવી છે. ભાજપ પ્રદેશ પ્રમુખે રાજ્ય પ્રશાસનની મદદથી પશ્ચિમ બંગાળને પશ્ચિમ બાંગ્લાદેશમાં ફેરવવા માટેનું ષડ્યંત્ર ચાલી રહ્યું હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. 

    તેમણે કહ્યું, “જો અમે ત્યાં પહોંચ્યતા હોત તો પશ્ચિમ બંગાળને પશ્ચિમ બાંગ્લાદેશમાં ફેરવવાનું ષડ્યંત્ર ખુલ્લું પડી ગયું હોત અને લોકોએ પણ ટીએમસીના ગુંડાઓ અને કટ્ટરપંથી તત્વો દ્વારા સ્થાનિક હિંદુઓ પર થતા અત્યાચાર વિશે જાણ્યું હોત. જેથી મમતા સરકારને એવો ડર છે કે આ કાવતરા વિશે આખા દેશમાં ખબર પડી જશે. તેથી જ અમને મોમિનપુરથી દૂર ચિંગરીઘાટમાં જ રોકી દેવામાં આવ્યા. 

    તેમણે એમ પણ જણાવ્યું કે, મોમિનપુર અને ઇકબાલપુર જેવા મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં ટીએમસીના ગુંડાઓ હિંદુઓને હાંકી કાઢવા માટે અને તેમની જમીન પર કબજો જમાવવા માટે કટ્ટરપંથી મુસ્લિમોની મદદ કરી રહ્યા છે. 

    અહીં ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ સુકાંતા મજમુદારે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે કઈ રીતે મોમિનપુરમાં ઇસ્લામીઓ દ્વારા હિંદુઓની દુકાનો અને વાહનો સળગાવી મૂકવામાં આવ્યાં હતાં. તેમણે શૅર કરેલા વિડીયોમાં દુકાનો અને વાહનોમાં થયેલ નુકસાન જોઈ શકાય તેમ છે. 

    તેમણે એમ પણ જણાવ્યું હતું કે, મયૂરભંજ વિસ્તારમાં હિંદુઓના ઘરો પર હુમલા થયા બાદ તેમણે ભાગી છૂટવાની ફરજ પડી હતી. તેમણે પોલીસ પર મૂકદર્શક બની રહેવાનો આરોપ મૂકીને કહ્યું કે, રાજ્યમાં કોઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ નથી અને ગંભીર પરિસ્થિતિ હોવા છતાં સીએમ મમતા બેનર્જી હિંદુઓ પર થતા અત્યાચારો જોયા કરે છે. 

    આ ઉપરાંત, ભાજપ ધારાસભ્ય સુવેન્દુ અધિકારીએ પણ એક વિડીયો શૅર કર્યો હતો, જેમાં ઈક્બાલપુર પોલીસ મથકે ગુંડાઓએ ઘેરો ઘાલ્યો હતો અને પોલીસને ભગાડી દીધા હતા. જ્યાં ટોળું ઇસ્લામિક ઝંડાઓ લહેરાવતું જોવા મળ્યું હતું. ઉપરાંત, ભાજપ નેતા અમિત માલવિયએ શૅર કરેલા એક વિડીયોમાં ઇસ્લામીઓ પૂજા પંડાલમાં તોડફોડ કરતા પણ જોવા મળ્યા હતા. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં