Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ19 વર્ષની દોહીત્રીને એકલી જોઈ નાના મોહમ્મદ અમરીશે મિત્ર રઝા સાથે મળી...

    19 વર્ષની દોહીત્રીને એકલી જોઈ નાના મોહમ્મદ અમરીશે મિત્ર રઝા સાથે મળી કર્યો બળાત્કાર: 2 લગ્ન કરી ચૂક્યો છે, તિહાડ જેલમાં હતો કર્મચારી

    લગભગ એક વર્ષ પહેલાં પણ આરોપીએ તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યારે કોઈ કેસ નોંધવામાં આવ્યો ન હતો.

    - Advertisement -

    ઉત્તર દિલ્હીના ભાલવા ડેરી વિસ્તારમાંથી શરમજનક સમાચાર સામે આવ્યા છે. અહીં એક 19 વર્ષની યુવતી પર તેના સાવકા નાના મોહમ્મદ અમરીશ અને તેના મિત્ર મોહમ્મદ રઝાએ બળાત્કાર કર્યો હતો. યુવતીએ આરોપ લગાવ્યો છે કે મંગળવારે (8 નવેમ્બર, 2022) જ્યારે તેની માતા કામથી બહાર ગઈ હતી ત્યારે તેના નાના મોહમ્મદ અમરીશે દોહિત્રીનો બળાત્કાર કર્યો હતો.

    મોહમ્મદ અમરીશે દોહિત્રીનો બળાત્કાર કર્યો તે દરમિયાન તેના મિત્ર રઝાએ યુવતીના હાથ-પગ પકડી રાખ્યા હતા. યુવતીનો મેડિકલ ટેસ્ટ કરાવ્યા બાદ પોલીસે બળાત્કારનો કેસ નોંધ્યો છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર આરોપી છેતરપિંડીના કેસમાં તિહાર જેલનો બરતરફ કર્મચારી છે. યુવતીએ મીડિયાને એ પણ જણાવ્યું હતું કે લગભગ એક વર્ષ પહેલાં પણ આરોપીએ તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યારે કોઈ કેસ નોંધવામાં આવ્યો ન હતો.

    - Advertisement -

    પીડિતાના કહેવા પ્રમાણે, “આ વખતે આરોપી અમરીશ તેના મિત્ર રઝા સાથે આવ્યો હતો. તેણે મને રૂમની અંદર ધકેલી દીધી અને માર માર્યો. તેણે મને ધમકી આપી હતી કે જો મેં આ વાત કોઈને કહીશ તો મારે ગંભીર પરિણામો ભોગવવા પડશે. સાંજે સાડા સાત વાગ્યે જ્યારે મારી માતા ઘરે આવી ત્યારે મેં તેને ઘટના વિશે જણાવ્યું અને તેણે પોલીસનો સંપર્ક કરવાનું નક્કી કર્યું. પોલીસે કહ્યું કે તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે.”

    જણાવવામાં આવી રહ્યું છે કે બળાત્કારની પીડિતાના પરિવારે પહેલા મહિલા આયોગને ફરિયાદ કરી હતી, ત્યારબાદ મામલો ભાલવા ડેરી પોલીસ સ્ટેશનની પોલીસ સુધી પહોંચ્યો હતો. પીડિતાની અમ્મીએ મીડિયાકર્મીઓને રડતાં કહ્યું કે, “તેણે દોઢ વર્ષ પહેલાં પણ મારી દીકરી સાથે આવું કૃત્ય કર્યું હતું. તે મારા સાવકો અબ્બુ છે. પહેલા તે મારી પર તેની ગંદી નજર રાખતો હતો. જ્યારે હું તેને તાબે ન થઇ, ત્યારે તે હંમેશા મારી પુત્રીને તેની સાથે લઈ જતો હતો. કહેતો – આ કામ છે, તે કામ છે. છોકરી વાંભણવામાં સારી છે. મને ખબર નહોતી કે તે તેની સાથે આવું કંઈક કરશે. કારમાં મારી પુત્રી સાથે તેણે પહેલી વાર આવું કૃત્ય કર્યું ત્યારે તેણે મને કશું કહ્યું ન હતું. પોલીસકર્મીઓએ અમને ડરાવી દીધા હતા. અમરીશે અમને મારા વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવાનું વિચારશે તો તારા પુત્રને મારી નાખવાની ધમકી પણ આપી હતી. તારો શૌહર પહેલેથી જ ફસાઈ ચુકેલો છે. અમરીશે બે લગ્ન કર્યા છે. એક મારી માતા અને તેની બીજી પત્ની જહાંગીરપુરીમાં રહે છે. તે પહેલા તિહાર જેલમાં કર્મચારી હતો. તેને છેતરપિંડીના આરોપમાં નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.”

    પીડિતાની અમ્મીએ વધુમાં કહ્યું, “તે દબંગ છે. પોલીસ અમારી વાત સાંભળતી નથી. એટલા માટે અમે પોલીસ સ્ટેશન આવવા માંગતા ન હતા. એટલા માટે અમે અગાઉ મહિલા આયોગને જાણ કરી હતી. તેઓએ એમ્બ્યુલન્સ મોકલી હતી, જેને પોલીસે પાછી મોકલી હતી.” ઉલ્લેખનીય છે કે ભાલવા ડેરી પોલીસ સ્ટેશનના મહિલા અધિકારીએ યુવતીનું નિવેદન નોંધ્યું છે અને તેનું મેડિકલ કરાવ્યા

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં