Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસુરતનો મોહમ્મદ ઇલ્યાસ હિંદુ નામ રાખી બન્યો ક્રાઈમ બ્રાંચ ઓફિસર, રોફ જમાવવા...

    સુરતનો મોહમ્મદ ઇલ્યાસ હિંદુ નામ રાખી બન્યો ક્રાઈમ બ્રાંચ ઓફિસર, રોફ જમાવવા ખાખી પેન્ટ, લાલ બેલ્ટ અને બાઈકમાં ડંડો રાખતો: પોલીસે ઝડપ્યો

    ઇલ્યાસ નકલી પોલીસ બનીને ગરીબ વ્યક્તિ પાસે ચાની કેબીન માટે 3500 રૂપિયાની માંગણી કરી રહ્યો હોવાની જાણ સચિન પોલીસને થઇ હતી.

    - Advertisement -

    ગેરકાયદેસર કામ કરવા અને રોફ જમાવવા સુરતનો મોહમંદ ઇલ્યાસ હિંદુ નામ રાખી બન્યો નકલી પોલીસ બનીને ફરી રહ્યો હતો, અધૂરામાં પૂરું તેણે આ ગંભીર ગુનો આચરવા હિંદુ નામ પણ રાખ્યું હતું. ગરીબ અને મજુર વર્ગના લોકોને પોલીસના નામે ડરાવી ધમકાવીને તેમની પાસે પૈસા ઉઘરાવવા સુરતનો મોહમંદ ઇલ્યાસ નકલી પોલીસ બની સચિન વિસ્તારમાં ફરી રહ્યો હતો, તે દરમિયાન અસલી પોલીસથી તેનો ભેટો થઇ જતા તેની પોલ ખુલી ગઈ હતી.

    અંકિત નામ રાખીને પોલીસ વેશે ફરતો હતો મોહમંદ ઇલ્યાસ

    મળતી માહિતી અનુસાર સુરતનો મોહમંદ ઇલ્યાસ નકલી પોલીસ બનીને ગરીબ વ્યક્તિ પાસે ચાની કેબીન માટે 3500 રૂપિયાની માંગણી કરી રહ્યો હોવાની જાણ સચિન પોલીસને થઇ હતી. સતર્કતા વાપરીને પોલીસ ટીમે મોહમંદ ઇલ્યાસને ઝડપીને તેની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ અંકિત હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેનું આઇકાર્ડ માંગતા તેણે બનાવવાનું બાકી છે તેમ કહેતા પોલીસની શંકા વધુ મજબુત બની હતી. જે બાદ તેની ધરપકડ કરીને તેણે સચિન પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો.

    અહેવાલો મુજબ આરોપી મોહમંદ ઇલ્યાસ પર પોલીસને શંકા જતા તેની કડક પૂછપરછ કરી હતી. પોલીસની કડક પૂછપરછમાં તેણે પોતાનું નામ મોહમંદ ઇલ્યાસ બાંગી જણાવ્યું હતું અને તે પોલીસમાં નોકરી કરતો ન હોવાનું કબુલ્યું હતું. અને પોતાને પોલીસમાં નોકરી કરવાનો શોખ હોય તેથી પોલીસ જેવું ખાખી પેન્ટ, બેલ્ટ તેમજ બાઈકમાં ડંડો લગાવી ફરતો હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત ઇલ્યાસે પોલીસ જેવા વાળ પણ કરાવ્યા હતા. આરોપી પાસેથી પાસેથી પોલીસે એક બાઈક, મોબાઈલ અને રોકડા રૂપિયા 86590 મળી કુલ 1.23 લાખની મત્તા કબજે કરી હતી.

    - Advertisement -

    તાપી જીલ્લાનો રહેવાસી છે આરોપી

    પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે નકલી પોલીસ બની ફરતો આરોપી મોહમ્મદ ઇલ્યાસ મૂળ તાપી જિલ્લાનો રહેવાસી છે અને ત્યાં છુટક મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે. પોલીસ ખાતામાં નોકરી ન કરતો હોવા છતાં પોતે પોલીસ ડિપાર્ટમેન્ટમાં હોવાનું જણાવી લોકોમાં પોલીસ હોવાનો ખોટો ભ્રમ પેદા કરતો અને તેમની પાસેથી ડરાવી ધમકાવીને પૈસા પડાવતો હતો. જેને લઈને સચિન પોલીસે આ મોહમ્મદ ઇલ્યાસ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં