Monday, April 22, 2024
More
  હોમપેજદેશલાલ કિલ્લાની રામલીલામાં મોદી સરકારના મંત્રી અશ્વિની ચૌબે બન્યા ગુરૂ વિશ્વામિત્ર, કહ્યું-...

  લાલ કિલ્લાની રામલીલામાં મોદી સરકારના મંત્રી અશ્વિની ચૌબે બન્યા ગુરૂ વિશ્વામિત્ર, કહ્યું- મારા કાર્યક્ષેત્ર બક્સરની પાવન ધરતી પર હતો તેમનો આશ્રમ

  બક્સરના સાંસદે આ પ્રસંગે મહર્ષિ વિશ્વામિત્ર સાથે તેમના જોડાણની વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમની કર્મભૂમિ બક્સર એવું પાવન સ્થળ છે, જ્યાં સ્વયં મહર્ષિ વિશ્વામિત્રએ પોતાનો આશ્રમ સ્થાપિત કર્યો હતો.

  - Advertisement -

  દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરિસરમાં ‘લવ કુશ કમિટી’ દ્વારા આયોજિત વિખ્યાત રામલીલામાં આ વખતે કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ પણ મહત્વનું પાત્ર ભજવ્યું. રામલીલામાં મંત્રી અશ્વિની ચૌબે દ્વારા ભગવાન રામના ગુરૂ વિશ્વામિત્રના પાત્રનો અભિનય કરવામાં આવ્યો હતો.

  બક્સરના સાંસદે આ પ્રસંગે મહર્ષિ વિશ્વામિત્ર સાથે તેમના જોડાણની વાત કરી. તેમણે જણાવ્યું હતું કે તેમની કર્મભૂમિ બક્સર એવું પાવન સ્થળ છે, જ્યાં સ્વયં મહર્ષિ વિશ્વામિત્રએ પોતાનો આશ્રમ સ્થાપિત કર્યો હતો. આ કારણે જ તેમણે રામલીલામાં ગુરૂ વિશ્વામિત્રનું પાત્ર નિભાવવા પર પોતાને ભાગ્યશાળી ગણાવ્યા હતા. અશ્વિની ચૌબે મોદી સરકારમાં કેન્દ્રીય ઉપભોગતા મામલા અને ખાદ્ય તેમજ સાર્વજનિક વિતરણ ઉપરાંત પર્યાવરણ, વન તેમજ જળવાયુ પરિવર્તન વિભાગના રાજ્યમંત્રી છે.

  લાલકિલ્લાની રામલીલામાં વિશ્વામિત્ર બનવા પર અશ્વિની ચૌબેએ આગળ જણાવ્યું હતું કે, બક્સરના સાંસદ હોવાના નાતે આ પાત્ર ભજવવું ખાસ બની જાય છે. બક્સર એ વિશ્વામિત્રની તપોભૂમિ છે. કેન્દ્રીય મંત્રીએ આગળ જણાવ્યું કે બક્સર એ ભગવાન વિષ્ણુના પ્રથમ અવતાર વામન અવતારનું સ્થળ છે. તેમણે એમ પણ કહ્યું કે બક્સરની ભૂમિ પર પહોંચીને ભગવાન વિષ્ણુના માનવ અવતાર શ્રીરામે ગુરૂ વિશ્વામિત્રના માર્ગદર્શનમાં તાડકા નામની રાક્ષસીનો વધ કર્યો હતો.

  - Advertisement -

  ચૌબેએ તેમ પણ જણાવ્યું કે બક્સર એ મર્યાદા પુરષોત્તમ શ્રીરામની પ્રથમ કર્મભૂમિ છે. તેમણે ઉમેર્યું કે, “ભારતીય સંસ્કૃતિને રામલીલા મંચન દ્વારા નવી પેઢી સુધી પહોંચાડવાની પરંપરા સરાહનીય છે. આ રામલીલા યુવાઓને પોતાની સંસ્કૃતિ સાથે જોડે છે. તેના મંચનથી આખા વિશ્વમાં આ સંદેશ જશે કે ભગવાન રામને તેમના ગુરૂ વિશ્વામિત્રએ ઉત્તમ શિક્ષા આપી હતી.”

  બક્સરના વિકાસ પર વાત કરતા તેમણે જણાવ્યું કે, “પાછલાં 9 વર્ષોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બક્સરનો સર્વાંગી વિકાસ થયો છે. બક્સર પર્યટન દ્વારા પણ ભારત સહિત વિશ્વના નકશામાં ઓળખાવવા લાગ્યું છે.”

  કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ તેમ પણ જણાવ્યું કે રામાયણ સાથે જોડાવવા માટે ભારતની અનેક દિશાઓમાંથી સહેલાણીઓ અહીં પહોંચ્યા છે. ગંગામાં મોટા ક્રુઝના કારણે મોટી સંખ્યામાં વિદેશી પર્યટકોને આ સ્થળના અધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વને જાણવાનો અવસર મળ્યો છે. બક્સરના ચારો તરફ રસ્તાઓ સુગમ બનતા પર્યટકોને પટનાથી વારાણસી આવવામાં સુવિધા થઈ ગઈ છે. સાથે જ તેમણે જણાવ્યું કે રામલીલામાં અભિનય કરવા પાછળનો ઉદ્દેશ્ય પણ એ જ છે કે આખા વિશ્વ અને યુવા પેઢીને બક્સર વિશે માહિતી મળે.

  આ મામલે અંતમાં ચૌબેએ એ જણાવ્યું હતું કે વિશ્વ ઝડપથી આધુનિકતા તરફ વધી રહ્યું છે, જેના કારણે પર્યટન દ્વારા રોજગારના નવા દ્વારો ખુલી રહ્યા છે. તેવામાં બક્સરનો વધુમાં વધુ પ્રચાર કરવાથી પર્યટનમાં વધારો થશે. આ દરમિયાન તેમણે બોલીવુડ કલાકારો મુકેશ ઋષિ અને બ્રજેન્દ્ર કાલા સાથે થયેલી આત્મીય મુલાકાત વિશે પણ વાત કરી હતી.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં