Monday, June 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટડીપફેક પર લગામ લગાવવા મોદી સરકારની તૈયારી, સંસદના આગામી સત્રમાં લાવી શકે...

    ડીપફેક પર લગામ લગાવવા મોદી સરકારની તૈયારી, સંસદના આગામી સત્રમાં લાવી શકે બિલ: અહેવાલોમાં દાવો, AIના સકારાત્મક ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરાશે

    24 જૂનથી શરૂ થઈ રહેલાં 18મી લોકસભાના પહેલાં સત્રમાં સૌપ્રથમ નવા સાંસદોના શપથગ્રહણ અને રાષ્ટ્રપતિનું અભિભાષણ યોજાશે. આ જ સત્રમાં સરકાર પૂર્ણ બજેટ પણ રજૂ કરશે. માહિતી અનુસાર, બજેટ સિવાય સત્રમાં ડીપફેક પર રોક લગાવવા માટે ડિજિટલ ઇન્ડિયા બિલ પર પણ લાંબી ચર્ચા કરવામાં આવશે.

    - Advertisement -

    મીડિયા અહેવાલોનું માનીએ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)થી જનરેટ કરવામાં આવેલા ડીપફેક વિડીયો અને કન્ટેન્ટ પર રોક લગાવવા માટે મોદી સરકાર ડિજિટલ ઇન્ડિયા બિલ લાવવાની તૈયારીમાં છે. અહેવાલો અનુસાર, આ બિલમાં AI ટેકનોલોજીનો સકારાત્મક ઉપયોગ અને તેની પદ્ધતિઓ પર ચર્ચા કરવામાં આવશે. સરકાર આ બિલ માટે વિપક્ષી દળોનું સમર્થન મેળવવા માટે પણ પ્રયાસ કરશે. નોંધનીય છે કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ડીપફેક ટેકનોલોજીના ઉપયોગથી મૂળ કન્ટેન્ટ સાથે છેડછાડ કરીને રજૂ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને પોર્નોગ્રાફીમાં તેનો ઉપયોગ જોખમ તરીકે જોવામાં આવી રહ્યો છે. જેને લઈને હવે સરકાર પણ ડીપફેક પર રોક લગાવવા માટે આગળ વધી રહી છે.

    24 જૂનથી શરૂ થઈ રહેલા 18મી લોકસભાના પહેલાં સત્રમાં સૌપ્રથમ નવા સાંસદોના શપથગ્રહણ અને રાષ્ટ્રપતિનું અભિભાષણ યોજાશે. ત્યારબાદ જુલાઈમાં સંસદનું ચોમાસું સત્ર યોજાશે, જેમાં સરકાર આ વર્ષનું પૂર્ણ બજેટ રજૂ કરશે. માહિતી અનુસાર, બજેટ સિવાય સત્રમાં ડીપફેક પર રોક લગાવવા માટે ડિજિટલ ઇન્ડિયા બિલ પર પણ લાંબી ચર્ચા કરવામાં આવશે. આ બિલમાં યુ-ટ્યુબ સહિતના અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જારી કરવામાં આવતા વિડીયોને રેગ્યુલેટ કરવાની જોગવાઈ પણ જોવા મળી શકે છે.

    નોંધનીય છે કે, ગત વર્ષે તત્કાલીન IT રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું હતું કે, સરકાર ફેક વિડીયો અને સોશિયલ મીડિયાના વિડીયોને રેગ્યુલેટ કરવા માટેનું બિલ લાવવાની તૈયારીમાં છે. તેમણે ફાયનાન્શિયલ એક્સપ્રેસના ડિજીફંડ એન્ડ સેફટી સમિટમાં કહ્યું હતું કે, આ બિલ પર લાંબી ચર્ચાની જરૂર છે. જેમાં સમય લાગી શકે છે. ત્યારે તેમણે એવું કહ્યું હતું કે, ચૂંટણી પહેલાં તે બિલને સંસદમાં રજૂ કરવું શક્ય લાગી રહ્યું નથી.

    - Advertisement -

    આવા હશે નવા નિયમો

    ડીપફેકને રોકવા માટે કેન્દ્રીય IT મંત્રાલયે નવા નિયમો ચૂંટણી પહેલાં જાન્યુઆરીમાં જ તૈયાર કર્યા હતા. તે અનુસાર, જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નવા નિયમોનું ઉલ્લઘં કરશે તો તેનો બિઝનેસ ભારતમાં રોકી દેવામાં આવશે. IT મંત્રાલયે જણાવ્યું હતું કે, 17 જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને અન્ય હિતધારકો વચ્ચે 2 મિટિંગ યોજાઇ હતી. તેમાં નક્કી થયું થયું હતું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડીપફેક કન્ટેન્ટને AIની મદદથી ફિલ્ટર કરવાનું કામ કરશે. ડીપફેક કન્ટેન્ટ રજૂ કરનારાઓ પર IPCની કલમો અને IT એકટ હેઠળ ગુનો દાખલ થશે. ત્યારે તે જ સંદર્ભે બિલમાં નવા નિયમો પણ સામેલ કરવામાં આવશે. જે નીચે મુજબ હશે.

    • ડીપફેક કન્ટેન્ટ મળ્યા બાદ કોઈપણ વ્યક્તિ FIR નોંધાવી શકે છે. વિક્ટિમ અને તેના તરફથી નિયુક્ત વ્યક્તિ પાસે પણ ગુનો નોંધાવવાના અધિકારો હશે.
    • સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ યુઝર્સ પાસેથી શપથ લેશે કે, તેઓ ડીપફેક કન્ટેન્ટ રજૂ નહીં કરે. પ્લેટફોર્મ્સ પોતાના યુઝર્સને આ સંબંધે એલર્ટ મેસેજ પણ મોકલશે. સહમતી બાદ જ યુઝર એકાઉન્ટ એક્સેસ કરી શકશે.
    • ડીપફેક કન્ટેન્ટને 24 કલાકમાં હટાવવું પડશે. જે યુઝરે કન્ટેન્ટ અપલોડ કર્યું છે, તેનું એકાઉન્ડ બંધ કરીને બીજા પ્લેટફોર્મ્સને પણ તેની સૂચના આપવાની રહેશે. જેથી આરોપી ત્યાં પણ એકાઉન્ટ ન બનાવી શકે.

    નોંધવા જેવુ છે કે, ગત વર્ષે રશ્મિકા મંદાનાનો ડીપફેક વિડીયો વાયરલ થયા બાદ આ ટેકનોલોજીની ચર્ચાએ જોર પકડયું હતું. ત્યારબાદ અનેક નેતાઓ અને પ્રસિદ્ધ હસ્તીઓના ડીપફેક વિડીયો વાયરલ થયા હતા. તાજેતરમાં જ અમિત શાહનો ડીપફેક વિડીયો વાયરલ થયો હતો, જેમાં તેઓ કહી રહ્યા હતા કે, તેમની સરકાર અનામતને ખતમ કરી નાંખશે. ઘણા કોંગ્રેસી નેતાઓએ પણ આ વિડીયો શેર કર્યો હતો. જે બાદ તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

    ડીપફેક ટેકનોલોજી શું છે અને તેનો કઈ રીતે ઉપયોગ થઈ શકે છે, તે અંગે ઑપઇન્ડિયાએ એક વિસ્તૃત લેખ પ્રકાશિત કર્યો હતો. જે અહીં ક્લિક કરવાથી વાંચી શકાશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં