Friday, October 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'છોડતા નહિ ભાઈ, મરી જઈશ': મુસાફરોએ ચાલતી ટ્રેનની બારી પર 'મોબાઈલ ચોર'ને...

    ‘છોડતા નહિ ભાઈ, મરી જઈશ’: મુસાફરોએ ચાલતી ટ્રેનની બારી પર ‘મોબાઈલ ચોર’ને લટકાવ્યો, 15km દૂર જઈ છોડ્યો હાથ, બેગુસરાયથી વીડિયો વાયરલ

    વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે તે ટ્રેનમાં મુસાફરોને વારંવાર કહી રહ્યો છે કે 'ભાઈ છોડશો નહીં, મારો હાથ તૂટી જશે, મરી જઈશ'. સાથે જ મુસાફરોને એમ કહેતા સંભળાય છે કે આ રીતે ખાગરિયા સુધી લઈ જાઓ.

    - Advertisement -

    બિહારના બેગુસરાયનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એક ચાલતી ટ્રેનનો છે જેમાં એક કથિત મોબાઈલ ચોરને બારીમાંથી લટકાવીને લઈ જવાઈ રહ્યો છે. મોબાઈલ ચોર ટ્રેનમાં બેઠેલા લોકોને વારંવાર આજીજી કરે છે, પરંતુ કોઈ તેને સાંભળતું નથી. લગભગ 15 કિલોમીટર સુધી તેને બારી પર લટકાવી રાખવામાં આવે છે. બાદમાં પોલીસે તેને ચોરીના આરોપમાં જેલમાં મોકલી દીધો હતો.

    આ ઘટના 12 સપ્ટેમ્બરે બની હતી. મોબાઈલ ચોરની ઓળખ પંકજ કુમાર તરીકે થઈ છે. તે બિહારના બેગુસરાયના સાહેબપુર કમલ પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે તે ટ્રેનમાં મુસાફરોને વારંવાર કહી રહ્યો છે કે ‘ભાઈ ન છોડતા, મારો હાથ તૂટી જશે, હું મારી જઈશ’. સાથે જ મુસાફરો એમ કહેતા સાંભળવા મળે છે કે ‘આને આ રીતે ખાગરિયા સુધી લઈ જાઓ.’

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પંકજે સમસ્તીપુર-કટિહાર પેસેન્જર ટ્રેનમાં બેઠેલા વ્યક્તિ પાસેથી મોબાઈલ છીનવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે ટ્રેન બેગુસરાઈથી સાહેબપુર કમલ સ્ટેશન તરફ દોડવા લાગી ત્યારે તેણે બારીમાંથી ફોન આંચકી લીધો હતો. પછી તેણે પેસેન્જરના ફોન પર જાપ્તો માર્યો. જો કે, મુસાફરે તરત જ તેને પકડી લીધો અને પછી અન્ય મુસાફરોએ પણ તેનો બીજો હાથ પકડી લીધો હતો.

    - Advertisement -

    આ પછી ટ્રેન ચાલુ થઈ અને તેને લટકતી હાલતમાં 15 કિમી દૂર ખાગરિયા લઈ જવામાં આવ્યો હતો. ખાગરિયા સ્ટેશન આવ્યા બાદ તેને જીઆરપીને સોંપવામાં આવ્યો હતો અને ત્યાં આખી વાત કહ્યા બાદ તેની સામે કેસ નોંધવામાં આવ્યો હતો અને તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.

    નોંધનીય છે કે આ સમગ્ર ઘટના દરમિયાન કેટલાક લોકોએ તેનો વીડિયો બનાવ્યો હતો જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. લોકો આ વાત શેર કરીને કહી રહ્યા છે કે આ ઘટનામાં મોબાઈલ ચોર જીવ પણ ગુમાવી શકતો હતો અને ચોરીની સજા જીવન તો ન હોઈ શકે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં