Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટIIT બોમ્બેમાં ચંડીગઢ યુનિવર્સીટીવાળી: પાઈપ પર ચઢી વોશરૂમની બારીમાંથી વિદ્યાર્થીનીનો વિડીયો રેકોર્ડ...

    IIT બોમ્બેમાં ચંડીગઢ યુનિવર્સીટીવાળી: પાઈપ પર ચઢી વોશરૂમની બારીમાંથી વિદ્યાર્થીનીનો વિડીયો રેકોર્ડ કર્યો

    IIT બોમ્બેના ડીન પ્રોફેસર તપનેન્દુ કુંડુ કહે છે કે હોસ્ટેલની કેન્ટીન એક પુરુષ કર્મચારી દ્વારા ચલાવવામાં આવતી હતી અને સંસ્થાએ આ બાબતે તાત્કાલિક પગલાં લીધાં છે. બહારથી બાથરૂમ તરફ જતો રસ્તો સીલ કરી દેવામાં આવ્યો છે.

    - Advertisement -

    ચંદીગઢ યુનિવર્સિટીમાં યુવતીઓના નહાવાનો વીડિયો વાયરલ થવાનો મામલો હજી પૂરો થયો નથી કે હવે ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, બોમ્બે’ના (IIT બોમ્બે) વૉશરૂમમાં યુવતીનો વીડિયો બનાવવાની ઘટના સામે આવી છે. હાલ પોલીસે આરોપી કેન્ટીન કર્મચારીની ધરપકડ કરી છે. ઘટના રવિવાર (18 સપ્ટેમ્બર, 2022)ની છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, IIT બોમ્બે પરિસરની છાત્રાએ રવિવારે રાત્રે હોસ્ટેલના વોશરૂમની બારીમાંથી કોઈને ડોકિયું કરતા જોયો. આ પછી તેણે હોબાળો મચાવ્યો અને બધાને તેની જાણ કરી. ઈન-હાઉસ મેગેઝિન ‘ઈનસાઈટ’માં જારી કરાયેલા નિવેદન અનુસાર, મામલો હોસ્ટેલ-10નો છે. પેસ્ટ કંટ્રોલની કામગીરી માટે અહીંની કેન્ટીન રવિવારે બંધ હતી. પરંતુ, તેમાં કામ કરતા કર્મચારીઓ રાત્રે હોસ્ટેલના પરિસરમાં જ રોકાયા હતા.

    આ નિવેદન અનુસાર, હોસ્ટેલ બિલ્ડિંગની કેટલીક પાંખોમાં, વૉશરૂમની બારીઓ પ્લેટફોર્મની જેમ બનાવવામાં આવી છે. તે પાઈપો દ્વારા ગ્રાઉન્ડ ફ્લોર સાથે જોડાયેલ છે. આ પાઈપોની મદદથી ડોકિયું કરતો વ્યક્તિ બારી સુધી પહોંચી ગયો હતો.

    - Advertisement -

    પીડિત વિદ્યાર્થીનીએ આ મામલે સ્થાનિક પવઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પીડિતાએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે રાત્રે IIT બોમ્બેના એક કર્મચારીએ હોસ્ટેલ H10ના વોશરૂમમાં તેનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે કલમ 354C હેઠળ કેસ નોંધીને આરોપીની ધરપકડ કરી છે.

    આ મામલામાં પવઈ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર બુધન સાવંતે કહ્યું, “આઈપીસીની કલમ 354C હેઠળ કેન્ટીન કર્મચારી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. રવિવારે રાત્રે એફઆઈઆર નોંધાયા બાદ તેને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. પૂછપરછ બાદ જ તેની ધરપકડ કરવામાં આવી છે.”

    IIT બોમ્બેના ડીન પ્રોફેસર તપનેન્દુ કુંડુ કહે છે કે હોસ્ટેલની કેન્ટીન એક પુરુષ કર્મચારી દ્વારા ચલાવવામાં આવતી હતી. સંસ્થાએ આ બાબતે તાત્કાલિક પગલાં લીધાં છે. બહારથી બાથરૂમ તરફ જતો રસ્તો સીલ કરી દેવામાં આવ્યો છે. હોસ્ટેલ વિંગ H10 દ્વારા સર્વે કર્યા બાદ જરૂરી સ્થળોએ સીસીટીવી કેમેરા અને લાઈટીંગ લગાવવામાં આવી છે.

    તે જ સમયે, અન્ય એક નિવેદનમાં, IIT બોમ્બે તરફથી કહેવામાં આવ્યું છે કે સંસ્થાની હોસ્ટેલની નાઇટ કેન્ટીનનો કર્મચારી પાઇપ પર ચઢી રહ્યો હતો અને બાથરૂમમાં વીડિયો રેકોર્ડ કરી રહ્યો હતો. હાલ તેને પોલીસને હવાલે કરવામાં આવ્યો છે. મુંબઈ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. તેમણે કહ્યું, “અમે આરોપી સાથે મળી આવેલા ફોન પરના કોઈ ફૂટેજ વિશે જાણતા નથી. કેન્ટીન તાત્કાલિક બંધ કરી દેવામાં આવી છે અને માત્ર મહિલા સ્ટાફ હશે તો જ ખોલવામાં આવશે.”

    નોંધનીય છે કે હાલમાં જ પંજાબના મોહાલી સ્થિત ચંદીગઢ યુનિવર્સિટીમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. આરોપ છે કે એક યુવતીએ અન્ય છોકરીઓનો વીડિયો બનાવીને શિમલામાં રહેતા તેના બોયફ્રેન્ડને મોકલી દીધો હતો. પોલીસે આ સમગ્ર મામલામાં ત્રણ લોકોની ધરપકડ કરી છે. વધુ તપાસ હાલ ચાલી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં