Tuesday, April 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવિદ્યાર્થીએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવતાં સજા કરી, કહ્યું- આવા નારા...

    વિદ્યાર્થીએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવતાં સજા કરી, કહ્યું- આવા નારા ઘરે જઈને લગાવજે, શિક્ષકો જસ્ટિન-જાસ્મિના ખાતૂન સામે FIR: એમપીની મિશનરી સ્કૂલની ઘટના

    વાલીઓ અને હિંદુ સંગઠનોનો ઉગ્ર વિરોધ, હનુમાન ચાલીસાના પાઠ કર્યા, પ્રશાસને કડક કાર્યવાહી કરવાની બાહેંધરી આપી.

    - Advertisement -

    મધ્ય પ્રદેશની એક મિશનરી સ્કૂલમાં એક વિદ્યાર્થીએ ‘ભારત માતા કી જય’ના નારા લગાવવા બદલ તેને સજા કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યા બાદ વાલીઓ અને હિંદુવાદી સંગઠનોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. આ મામલે શાળાના બે શિક્ષકો સામે FIR દાખલ કરવામાં આવી છે. 

    આ મામલો એમપીના ગુનાનો છે. અહીં આવેલ ક્રાઈસ્ટ સિનિયર સેકન્ડરી સ્કુલમાં સાતમા ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીએ જણાવ્યું કે, શાળામાં રાષ્ટ્રગીત પૂર્ણ થયા બાદ તેણે ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા. તેણે કહ્યું કે, ત્યારબાદ તેના શિક્ષકે તેનો કોલર પકડીને લાઈનમાંથી બહાર કાઢ્યો હતો અને તેના વર્ગશિક્ષકે તેને આ નારા ઘરે જઈને લગાવવાનું કહીને ચારથી પાંચ તાસ સુધી ફર્શ પર બેસાડી રાખ્યો હતો. 

    બાળકે ઘરે જઈને ફરિયાદ કરતાં તેના વાલીઓએ અન્ય વાલીઓ અને હિંદુવાદી સંગઠનો સાથે શાળાએ પહોંચીને હોબાળો મચાવ્યો હતો અને ઉગ્ર વિરોધ કર્યો હતો. વાલીઓ, એબીવીપી અને બજરંગ દળ જેવાં સંગઠનોએ શાળાએ પહોંચીને ધરણાં કર્યાં હતાં અને જવાબદાર શિક્ષકો સામે કાર્યવાહીની માંગ કરીને ભજન ગાઈ સુંદરકાંડ અને હનુમાન ચાલીસના પાઠ પણ કર્યા હતા. 

    - Advertisement -

    વિરોધ બાદ પોલીસ અને તંત્રના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને કાર્યવાહી કરવાની બાહેંધરી આપી હતી. આ ઉપરાંત, શાળા મેનેજમેન્ટે પણ કાર્યવાહી કરશે તેમ કહ્યું હતું. જોકે, સંગઠનોએ શાળા મેનેજમેન્ટ પર FIR કરવાની માંગ કરી હતી. ત્યારબાદ SDM, CSP વગેરે અધિકારીઓ પહોંચીને મામલો શાંત પાડવાના પ્રયાસ કર્યા હતા. અધિકારીઓના હસ્તક્ષેપ બાદ મામલો શાંત પડી શક્યો હતો. 

    શાળા તરફથી વાલીઓને માફીપત્ર લખી આપવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું કે, આગળ આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન નહીં થાય અને પ્રાર્થના સભામાં રાષ્ટ્રગાન બાદ ભારત માતા કી જયનો ઉદ્ઘોષ પણ કરવામાં આવશે.

    બીજી તરફ, મિશનરી શાળાના આચાર્ય થોમસે એજન્સી ANI સાથે વાત કરતાં દાવો કર્યો હતો કે, બાળકે ‘ભારત માતા કી જય’ના નારા એક મજાક તરીકે લગાવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ આગળ શું કરવું તે માટે એક સમિતિની બેઠક બોલાવશે. બીજી તરફ, ગુનાના એડીએમ વીરેન્દ્રસિંહ બઘેલે જણાવ્યું કે, ફરિયાદીઓની ફરિયાદના આધારે FIR દાખલ કરવામાં આવશે. આ મામલે DEOએ નિવેદન નોંધી લીધું છે. 

    આ મામલે આઇપીસીની કલમ 323, 506 અને 34 તેમજ જુવેનાઇલ જસ્ટિસની કલમ 75 હેઠળ જસ્ટિન અને જાસ્મિના ખાતૂન સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. એમપીના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પણ આ FIR દાખલ થઇ હોવાની પુષ્ટિ કરી હતી

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં