Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસફળતા તરફ વધુ એક ડગ માંડતું ચંદ્રયાન.... ડી-બુસ્ટિંગ ઑપરેશન સફળતાપૂર્વક પૂર્ણ: ચંદ્રની...

    સફળતા તરફ વધુ એક ડગ માંડતું ચંદ્રયાન…. ડી-બુસ્ટિંગ ઑપરેશન સફળતાપૂર્વક પૂર્ણ: ચંદ્રની આકર્ષક તસ્વીરો પણ સામે આવી

    ડી-બુસ્ટિંગ અર્થાત તેની ઝડપ ધીમી કરવામાં આવી રહી છે. લેન્ડર તેની કક્ષામાંથી ધીમેધીમે ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે. જેથી તેની ઝડપ ધીમી કરવી જરૂરી છે તેમજ ઊંચાઈ પણ ક્રમશઃ ઘટાડવામાં આવશે.

    - Advertisement -

    ઈસરોએ તરતું મૂકેલું ચંદ્રયાન હવે ચંદ્રની સપાટી પર ઉતરવાની તૈયારી કરી રહ્યું છે. એક મહિનાની યાત્રા હવે અંતિમ તબક્કામાં છે. ગુરૂવારે (17 ઓગસ્ટ, 2023) યાનનાં લેન્ડર અને પ્રોપલ્શન મોડ્યુલ છૂટાં પડ્યાં હતાં અને લેન્ડર ચંદ્ર તરફ આગળ વધ્યું હતું. હવે તેની ઝડપ ધીમી કરવામાં આવી રહી છે. આ જ ક્રમમાં આજે તેનું ડી-બુસ્ટિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું.

    ડી-બુસ્ટિંગ અર્થાત તેની ઝડપ ધીમી કરવામાં આવી રહી છે. લેન્ડર તેની કક્ષામાંથી ધીમેધીમે ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે. જેથી તેની ઝડપ ધીમી કરવી જરૂરી છે તેમજ ઊંચાઈ પણ ક્રમશઃ ઘટાડવામાં આવશે. પહેલું ડી-બુસ્ટિંગ શુક્રવારે પૂર્ણ કરવામાં આવ્યું હતું, હવે 20મીએ બીજા તબક્કામાં ઝડપ ઘટાડવામાં આવશે. 

    ISROએ X (ટ્વિટર) પર એક પોસ્ટ કરીને આ બાબતની જાણકારી આપી હતી. જેમાં જણાવવામાં આવ્યું કે, લેન્ડર મોડ્યુલની સ્થિતિ સામાન્ય છે અને તેનું સફળ ડી-બુસ્ટિંગ કરીને 113 km*157 kmની કક્ષામાં મોકલવામાં આવ્યું છે. ઇસરોના જણાવ્યા અનુસાર, હવે બીજું ડી-બુસ્ટિંગ ઓપરેશન 20 ઓગસ્ટે મળસ્કે 2 વાગ્યે હાથ ધરવામાં આવશે.

    - Advertisement -

    ચંદ્રયાન હવે ચંદ્રની એકદમ નજીક પહોંચી ગયું હોવાના કારણે તસ્વીરો પણ મોકલવાની શરૂ કરી છે. વિક્રમ લેન્ડર પર નીચેના ભાગમાં લગાવવામાં આવેલ કેમેરા દ્વારા ચંદ્રની સપાટીનો વિડીયો બનાવવામાં આવ્યો હતો. જે ISROએ X પર પોસ્ટ કર્યો. ચંદ્રની સપાટીનો વિડીયો બનાવનાર લેન્ડર પોજીશન ડિટેક્શન કેમેરા (LPDC) દ્વારા ચંદ્રયાનના ઉતરાણ માટે ચંદ્રની યોગ્ય અને સપાટ સ્થળની માહિતી મેળવી શકાય છે. અગત્યનું છે કે, ISRO દ્વારા ચંદ્રયાન-2 વખતે સર્જાયેલી અમુક ખામીઓનું પુનરાવર્તન ન થાય તે બાબતને ધ્યાનમાં રાખીને આ વખતે પૂરતી કાળજી લેવામાં આવી છે.

    વિક્રમ લેન્ડરનું સોફ્ટ લેન્ડિંગ આગામી 23 ઓગસ્ટ, 2023 (બુધવાર)ના રોજ થવાની શક્યતા છે. જો સોફ્ટ લેન્ડિંગ સફળતાપૂર્વક પાર પડ્યું તો ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જનારો પહેલો દેશ ભારત બનશે. આ માટે ISROએ કમર કસી છે અને તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. 

    તાજેતરમાં લેન્ડર અને પ્રોપલ્શન મોડ્યુલ છૂટાં પડ્યાં હતાં

    અત્યાર સુધીની યાત્રા પ્રોપલ્શન મોડ્યુલે કરાવી હતી પરંતુ 17 ઓગસ્ટે ચંદ્રની અંતિમ ભ્રમણકક્ષામાં પહોંચ્યા બાદ પ્રોપલ્શન મોડ્યુલ અને લેન્ડર છૂટાં પડી ગયાં હતાં. હવે પ્રોપલ્શન મોડ્યુલ તેની કક્ષામાં ભ્રમણ ચાલુ રાખશે અને પૃથ્વીના વાતાવરણનો અભ્યાસ કરશે. જ્યારે લેન્ડર ધીમેધીમે ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે. હવે પછીનું મિશન પાર પાડવાનો ભાર લેન્ડરના માથે છે. ડી-ઓર્બિટીંગ દ્વારા વિક્રમ લેન્ડરને 30 કિલોમીટરના પેરીલ્યૂન અને 100 કિલોમીટરના એપોલ્યૂન ઓર્બિટમાં મોકલવામાં આવશે. પેરીલ્યૂન એટલે ચંદ્રની સપાટીથી ઓછું અંતર અને એપોલ્યૂન એટલે વધુ અંતર. એટલે કે આ પ્રક્રિયા બાદ લેન્ડર ચંદ્રથી 30 કિમી જ દૂર હશે. ક્રમશ: તે ગતિ ધીમી કરશે અને સાથે ઊંચાઈ પણ ઘટાડતું જશે. આ માટે એન્જિન અવળી દિશામાં ફેરવવામાં આવશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં