Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમિરઝાપુરમાં ફ્લિપકાર્ટના ડિલિવરી બોય મોહમ્મદ અનસનું કારસ્તાન: પોતે જ માલ મંગાવી હેરાફેરી...

    મિરઝાપુરમાં ફ્લિપકાર્ટના ડિલિવરી બોય મોહમ્મદ અનસનું કારસ્તાન: પોતે જ માલ મંગાવી હેરાફેરી કરતો; કંપનીને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો

    પોલીસે આ મામલે આઈપીસીની કલમ 419, 420, 421, 467, 407 અને 381 હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન પોલીસને આ પાછળ અનસ જવાબદાર જણાયો હતો.

    - Advertisement -

    વર્તમાન સમયમાં ઓનલાઈન છેતરપીંડી એ હદે વધી છે કે લોકો હવે કોઈ પણ વ્યવહાર કરતા ડરે છે. ખાસ કરીને ઓનલાઈન ખરીદીમાં આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે, તેવામાં ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ સાથે તેના જ એક કર્મચારી દ્વારા છેતરપિંડી કરવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. મિરઝાપુરમાં ફ્લિપકાર્ટ ડિલિવરી બોય અનસે કંપનીને લાખોનો ચૂનો લગાવ્યો છે. પોલીસે સોમવારે (23 જાન્યુઆરી, 2023) આરોપી અનસની ધરપકડ કરીને તેના દ્વારા કરવામાં આવેલી છેતરપીંડી પરથીં પડદો ઊંચક્યો હતો. અનસ કઈ રીતે કંપનીને છેતરતો હતો તે પણ જાણવા જેવું છે.

    અહેવાલો અનુસાર મોહમ્મદ નામના ફેક એકાઉન્ટ દ્વારા મિરઝાપુરમાં ફ્લિપકાર્ટ ડિલિવરી બોય અનસે કંપનીને લાખોનો ચૂનો લગાવ્યો હતો, તે ખોટા એકાઉન્ટ પરથી ફ્લિપકાર્ટ પરથી કિંમતી વસ્તુઓ મંગાવતો. પછી ડિલિવરી બોય બનીને સામાન લઈ જતો. ત્યાર બાદ તે પેકેટમાં નકલી સામાન નાખીને બ્રાન્ચમાં જમા કરાવતો હતો કે ગ્રાહકે તેને પરત કરી દીધો છે. અનસ મિર્ઝાપુરનો જ રહેવાસી છે. તેની પાસેથી છેતરપીંડી કરીને મેળવેલા મોબાઈલ, ઘડિયાળ અને મોબાઈલ ચાર્જર મળી આવ્યા છે.

    આ મામલો કટરા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. મિર્ઝાપુર પોલીસના જણાવ્યા અનુસાર, 21 જાન્યુઆરી, 2023 (શનિવાર) ના રોજ, ફ્લિપકાર્ટ બ્રાન્ચ મેનેજર અનુપમ ગુપ્તાએ પોલીસ સ્ટેશનમાં આ સંબંધમાં ફરિયાદ આપી હતી. જે મુજબ 38 વર્ષીય ડિલિવરી બોય અનસ લાખો રૂપિયાનો સામાન સપ્લાય કરવા માટે બ્રાન્ચમાંથી નીકળ્યો હતો. તે આમાંથી કેટલીક વસ્તુઓ લઈને બ્રાંચમાં પાછો ફર્યો અને જણાવ્યું કે ગ્રાહકોએ સામાન પરત કરી દીધો છે. પરત આવેલ માલની તપાસ કરવામાં આવતા તે તમામ ડુપ્લીકેટ કંપનીના હોવાનું બહાર આવ્યું હતું.

    - Advertisement -

    પોલીસે આ મામલે આઈપીસીની કલમ 419, 420, 421, 467, 407 અને 381 હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન પોલીસને આ પાછળ અનસ જવાબદાર જણાયો હતો. તેની 23 જાન્યુઆરીએ કટરા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર અનસે પોતાનો ગુનો કબૂલી લીધો છે. તેણે જણાવ્યું છે કે તેણે 24 અલગ-અલગ નંબરો સાથે ફ્લિપકાર્ટના અલગ-અલગ એકાઉન્ટ બનાવ્યા હતા. તેણે પોતે આ ખાતાઓમાંથી ઘણી કિંમતી વસ્તુઓ મંગાવી હતી.

    આ બાબતે આરોપી મહોમ્મદ અનસે આ છેતરપીંડી વિષે જણાવ્યું હતું કે ઘટનાના દિવસે પણ તે રોજની જેમ સામાન સપ્લાય કરવા માટે બહાર ગયો હતો. આ દરમિયાન તેણે નકલી ખાતામાંથી ઓર્ડર કરેલ અસલ માલ કાઢી લીધો અને બોક્સમાં ડુપ્લિકેટ માલ ભરી દીધો. તેણે એક બોક્સમાં ઇંટ પણ મૂકી હતી. બાદમાં પરત આપવાનું કહીને આ તમામ સામાન બ્રાન્ચમાં જમા કરાવ્યો હતો. પોલીસે અનસ પાસેથી સેમસંગ ગેલેક્સીનો 1 A73 મોબાઈલ ફોન, એપલ અને સેમસંગની 1-1 ઘડિયાળ, 3 ચાર્જર કેબલ અને એપલના 3 એર પોડ મળી આવ્યા છે. સામાનની રિકવરી બાદ પોલીસે આ કેસમાં આઈપીસી 411નો પણ ઉમેરો કર્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં