Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબે પશુ તસ્કરોના મોતને લઈને ફરી ચર્ચામાં આવ્યું મેવાત: જાણો કેવી રીતે...

    બે પશુ તસ્કરોના મોતને લઈને ફરી ચર્ચામાં આવ્યું મેવાત: જાણો કેવી રીતે આ વિસ્તાર આતંકવાદ, ધર્માંતરણ અને ગૌ-તસ્કરીનું કેન્દ્ર બની ગયો

    છેલ્લા કેટલાક વર્ષોમાં મેવત પ્રદેશમાંથી બળજબરીથી ધર્માંતરણ, પશુઓની દાણચોરી અને ઈસ્લામિક આતંકવાદી પ્રવૃત્તિઓની અનેક ઘટનાઓ નોંધાઈ છે.

    - Advertisement -

    જુનૈદ (35) અને નાસીર (25) તરીકે ઓળખાતા બે પશુ દાણચોરોના મોત બાદ મેવાત પ્રદેશ ફરી એકવાર સમાચારોમાં આવ્યો છે. થોડા દિવસો પહેલા હરિયાણાના ભિવાની વિસ્તારમાંથી બંનેના સળગેલા મૃતદેહો મળી આવ્યા હતા.

    પરિવારના સભ્યોની ફરિયાદના આધારે પોલીસે આ કેસના સંબંધમાં મેવાતથી રિંકુ સૈની નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. મેવાત પ્રદેશ, જે રાજસ્થાન અને હરિયાણામાં આવે છે, તે સંગઠિત અપરાધ, પશુઓની દાણચોરી અને ગેરકાયદે રોહિંગ્યાઓનું કેન્દ્ર રહ્યું છે.

    કટ્ટરવાદીઓ દ્વારા બળજબરીથી ધર્માંતરણ કરાવવાના પ્રયાસોનું લાબું લિસ્ટ

    જુલાઈ 2017માં માધી ગામમાં સરકારી મેવાત મોડલ સ્કૂલના શિક્ષકો પર બે હિંદુ વિદ્યાર્થીઓને નમાઝ અદા કરવા અને ઈસ્લામ ધર્મ અપનાવવા દબાણ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આરોપીઓની ઓળખ મોઈનુદ્દીન, મુબારક અલી અને મોહમ્મદ આરીફ તરીકે થઈ હતી.

    - Advertisement -

    ઘટના બાદ પીડિતોને શાળા છોડી દેવાની ફરજ પડી હતી. જ્યારે આરોપી શિક્ષકોને વહીવટીતંત્ર દ્વારા શરૂઆતમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, ત્યારે સ્થાનિક મુસ્લિમોએ નિર્ણયને ઉથલાવી દેવાની આશામાં શાળા પર હુમલો કર્યો હતો.

    એક વર્ષ પછી જાન્યુઆરી 2018માં, મેવાતના મોહલાકા ગામમાં રહેતા એક દલિત પરિવાર પર ગુંડાઓ દ્વારા ઇસ્લામ સ્વીકારવાનો ઇનકાર કરવા બદલ નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો. અહેવાલો મુજબ, પરિવાર માટે જાતિવાદી અપશબ્દો પણ કહેવામાં આવ્યા હતા.

    ફરિયાદી કિશને માહિતી આપી હતી કે ઇસ્લામ નામનો એક ગ્રામીણ તેમના પર ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરી રહ્યો હતો. દલિત પરિવારે હાર માની લેવાનો ઈન્કાર કર્યા બાદ ઈસ્લામ અને તેના સાગરિતો તૌફીક, મોસીમ, અતારુ અને અસ્મીનાએ લાકડીઓ અને લોખંડના સળિયા વડે હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન કિશનને ગંભીર ઈજાઓ થઈ હતી.

    જુલાઈ 2019માં, હજાર ખાન નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી જે તેની 22 વર્ષીય પત્નીને લોકો વિરુદ્ધ શારીરિક હુમલાના ખોટા કેસ દાખલ કરવા અને પૈસા પડાવવા દબાણ કરતો હતો.

    “હું તેના યુનાની ક્લિનિકમાં કામ કરવાનું શરૂ કર્યું તેના એક વર્ષ પછી, હઝારે મને મારો ધર્મ બદલવા અને તેની સાથે 2017માં લગ્ન કરવા દબાણ કર્યું. અને અમારા લગ્ન પછી તરત જ, તેણે મને માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપવાનું શરૂ કર્યું,” પીડિતાને ટાઈમ્સ ઑફ ઈન્ડિયા દ્વારા ટાંકવામાં આવી હતી.

    ઑક્ટોબર 2020 માં, લવ જેહાદનો પ્રયાસ અને બિન-મુસ્લિમોના બળજબરીથી ઇસ્લામમાં ધર્મ પરિવર્તનની એક ભયાનક ઘટના ફરીદાબાદમાં નિકિતા તોમર નામની 21 વર્ષની વિદ્યાર્થીનીની ક્રૂર હત્યા સાથે સામે આવી.

    ફરીદાબાદના બલ્લબગઢમાં અગ્રવાલ કોલેજની બહાર બે શખ્સોએ ધોળા દિવસે તેની ગોળી મારીને હત્યા કરી હતી. બે હુમલાખોરોમાંથી એક, તૌસીફ તેને હેરાન કરતો હતો અને નિકિતા સાથે અડપલાં કરતો હતો.

    મેવાતમાં અનેક આતંકવાદી કડીઓ મળી ચુકી છે

    સપ્ટેમ્બર 2018માં, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ હવાલા મોડ્યુલનો પર્દાફાશ કર્યો અને હાફિઝ સઈદના લશ્કર-એ-તૈયબા દ્વારા સંચાલિત સંગઠન ફલાહ-એ-ઈન્સાનિયત ફાઉન્ડેશન સાથે સંકળાયેલા 3 આતંકવાદીઓની ધરપકડ કરી.

    આરોપીઓની ઓળખ મોહમ્મદ સલમાન, મોહમ્મદ સલીમ અને સજ્જાદ અબ્દુલ વાની તરીકે થઈ હતી. રસપ્રદ વાત એ છે કે સલમાન મેવાતના ઉત્તરાવર ગામનો રહેવાસી હતો.

    એક મહિના પછી, તે પ્રકાશમાં આવ્યું કે તે જ ગામમાં ખુલાફા-એ-રશીદીન મસ્જિદ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા પાસેથી મળેલા ભંડોળથી બનાવવામાં આવી હતી.

    પશુઓની દાણચોરી માટે કુખ્યાત છે આ પ્રદેશ

    મેવાત પ્રદેશ ગાયની તસ્કરીની ગતિવિધિઓનું પણ કેન્દ્ર રહ્યો છે. જાન્યુઆરી 2019માં, પોલીસે અરંદકા ગામમાં નિષાદ નામના વ્યક્તિના ઘરે દરોડો પાડ્યો હતો અને ગાયનું માંસ અને ચામડી કબજે કરી હતી.

    પોલીસને નજીકના ખેતરમાંથી 20-22 કિલો ગૌમાંસ અને ગૌવંશ મળી આવ્યો હતો. આ ઘટના અલવર જિલ્લાના તિજારા વિસ્તારમાં બની હતી, જે મેવાત ક્ષેત્રમાં આવે છે.

    તે જ વર્ષના ફેબ્રુઆરીમાં, નુહ જિલ્લાના ફિરોઝપુર ઝિરકાના શાહપુર ખેડા વિસ્તાર નજીક 8 વાછરડાઓને ગેરકાયદેસર રીતે લઈ જતું એક વાહન પોલીસ બેરિકેડ તોડીને આગળ વધ્યું હતું અને આ પ્રક્રિયામાં અધિક પોલીસ અધિક્ષક પર વાહન ચડાવવાનો પ્રયત્ન થયો હતો.

    અપરાધીઓએ દેશી બનાવટની પિસ્તોલ વડે પોલીસ પર ગોળીબાર પણ કર્યો હતો. પોલીસે વળતો ગોળીબાર કર્યો અને મુજીબ નામના એક ગુનેગારને પકડવામાં સફળ રહીહતી . એ ઉલ્લેખ કરવો આવશ્યક છે કે નૂહ મેવાત પ્રદેશનો ભાગ બનાવે છે જે રાજસ્થાન અને હરિયાણાને જોડે છે.

    ઑક્ટોબર 2019માં, 6 ગાયના દાણચોરોના જૂથે દિલ્હી NCR પ્રદેશમાં બજરંગ દળના સભ્યને ગોળી મારી હતી જ્યારે તેઓ ગુરુગ્રામના સેક્ટર 10થી મેવાત તરફ ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં