Tuesday, April 23, 2024
More
  હોમપેજગુજરાતઈદની ઉજવણીને લઈને વધુ એક શાળા વિવાદમાં: મહેસાણાની પ્રિ-સ્કૂલમાં કુમળાં બાળકો પાસે...

  ઈદની ઉજવણીને લઈને વધુ એક શાળા વિવાદમાં: મહેસાણાની પ્રિ-સ્કૂલમાં કુમળાં બાળકો પાસે નમાજ અદા કરાવડાવી, ભારે વિરોધ બાદ સંચાલકે માફી માંગી; શાળાને બંધ કરવા માટે નોટિસ

  હિંદુ સંગઠનો અને વાલીઓના ભારે વિરોધને વશ થઈને આખરે સંચાલકોએ સામે આવવું પડ્યું હતું અને લેખિત માફી માંગવી પડી હતી.

  - Advertisement -

  કચ્છના મુન્દ્રાની એક ખાનગી શાળામાં હિંદુ બાળકોને માથે ગોળ ટોપી પહેરાવીને નમાજ અદા કરાવવાનો મામલો ચર્ચામાં છે ત્યારે આવો એક કિસ્સો મહેસાણામાંથી સામે આવ્યો છે. મહેસાણાની એક પ્રિ-સ્કૂલમાં નાના બાળકો પાસે ઈદની ઉજવણી કરાવવામાં આવતાં વાલીઓ અને હિંદુ સંગઠનોમાં રોષ વ્યાપી ગયો હતો અને ભારે વિરોધ બાદ શાળાએ માફી માંગવી પડી હતી. 

  મહેસાણાના રાધનપુર રોડ પર આવેલી કિંગ્સ કિંગ્ડમ નામની નાના બાળકોની શાળામાં ઈદની ઉજવણી કરવામાં આવી હોવાના ફોટા વાયરલ થઇ ગયા હતા. રિપોર્ટ્સ અનુસાર, ઈદના આગલા દિવસે શાળામાં બાળકો નમાજ પઢતા, એકબીજાને ગળે મળીને ઈદ મુબારક કહેતા વિડીયો અને ફોટા વાયરલ થઇ ગયા હતા. જે વાલીઓ અને સ્થાનિક હિંદુ સંગઠનો પાસે પહોંચતાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. 

  વાલીઓ અને હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં શાળાએ પહોંચીને રામધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો હતો. દરમ્યાન, પોલીસને જાણ થતાં તેમણે પણ હસ્તક્ષેપ કર્યો હતો અને શાળા સંચાલકોના ઘરે જઈને ચર્ચા કરવા માટે કહ્યું હતું, પરંતુ વાલીઓ અને સંગઠનના કાર્યકરો સંચાલકોને શાળામાં જ બોલાવીને માફી મંગાવવા પર અડગ રહ્યા હતા. 

  - Advertisement -

  હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ કહ્યું કે, હિંદુ વિસ્તારમાં આવેલી શાળામાં ઈદ કેવી રીતે ઉજવવામાં આવે છે અને નમાજ કઈ રીતે અદા કરવામાં આવે છે તે શીખવવું યોગ્ય નથી. જ્યાં સુધી શાળાને તાળાં નહીં લાગે ત્યાં સુધી સંગઠનો લડત ચલાવતાં રહેશે. તેમણે ઉમેર્યું કે, હાલ ગૌરીવ્રત ચાલુ થશે, પણ તેને લઈને કોઈ ઉજવણી થતી નથી અને માત્ર મુસ્લિમ તહેવારો ઉજવવામાં આવે છે, જે ચલાવી લેવામાં આવશે નહીં.

  સંચાલકોએ માફી માંગી, શાળા બંધ કરવા મકાન માલિકની નોટિસ

  ભારે વિરોધના કારણે સંચાલકોએ શાળા બંધ રાખી હતી અને ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જોકે, હિંદુ સંગઠનો અને વાલીઓના ભારે વિરોધને વશ થઈને આખરે સંચાલકોએ સામે આવવું પડ્યું હતું અને લેખિત માફી માંગવી પડી હતી. વિવાદ બાદ મહેસાણાની પ્રિ-સ્કૂલના સંચાલક સંચાલક રાશિ ગૌતમે જણાવ્યું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રિ-સ્કૂલમાં ઈદની ઉજવણી થઇ હતી અને બાળકોનું ફોટોસેશન થયું હતું, તે સિવાય વધુ કંઈપણ થયું નથી. હું પોતે બ્રાહ્મણ પરિવારમાંથી આવું છું અને ક્યારેય પણ આવી બાબતોને પ્રોત્સાહન આપ્યું નથી, જેથી કોઈની લાગણીને ઠેસ પહોંચે. અમે ક્યારેય ધર્મ વિરુદ્ધ નથી વિચાર્યું, મેં પેરેન્ટ્સ ગ્રુપમાં અને લેટરપેડ ઉપર લેખિતમાં માફી માંગી લીધી છે. 

  બીજી તરફ વિવાદ બાદ શાળા જે મકાનમાં ચાલતી હતી તેના માલિકે એક લીગલ નોટિસ ફટકારીને તાત્કાલિક શાળા બંધ કરવા માટે અને 7 દિવસમાં મકાન ખાલી કરવા માટે જણાવ્યું છે. જેથી જલ્દીથી જ શાળા બંધ થઇ જશે તેમ માનવામાં આવી રહ્યું છે.

  કચ્છની શાળામાં બાળકો પાસે નમાજ અદા કરાવડાવી

  કચ્છના મુન્દ્રાની એક ખાનગી શાળામાં ઈદના દિવસે હિંદુ બાળકોને માથે ટોપી પહેરાવીને નમાજ અદા કરાવડાવવામાં આવી હતી. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયા બાદ શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે તો બીજી તરફ હિંદુ સંગઠનો અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જોકે, પછીથી શાળાએ વિડીયો પોતાના ફેસબુક પેજ પરથી હટાવી લઈને માફી માંગી લીધી હતી અને આવું ફરી ન થાય તેવી બાહેંધરી આપી હતી. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં