Friday, June 28, 2024
More
    હોમપેજરાજકારણજમ્મુ-કાશ્મીર: પરિણામ પહેલા જ મહેબુબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લાએ માની હાર, અન્ય...

    જમ્મુ-કાશ્મીર: પરિણામ પહેલા જ મહેબુબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લાએ માની હાર, અન્ય 2 બેઠકો પર લહેરાયો ભગવો

    ઉમર અબ્દુલ્લા એ X પર પોસ્ટ કરીને પોતાની હાર સ્વીકારી લીધી છે. તો બીજી તરફ જમ્મુ કાશ્મીરની 2 બેઠકો પર ભગવો લહેરાતો નજરે પડી રહ્યો છે. ઉધમપુર અને જમ્મુ લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવારો જીતી રહ્યા છે.

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીરથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. ઘાટીના બે પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તીએ હાર સ્વીકારી લીધી છે. મોટી ઉથલપાથલ વચ્ચે ‘જમ્મુ એન્ડ કાશ્મીર નેશનલ કોન્ફ્રેન્સ’ના ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લાએ X પર પોસ્ટ કરીને પોતાની હાર સ્વીકારી લીધી છે. તો બીજી તરફ જમ્મુ કાશ્મીરની 2 બેઠકો પર ભગવો લહેરાતો નજરે પડી રહ્યો છે. ઉધમપુર અને જમ્મુ લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવારો જીતી રહ્યા છે.

    પોતાની X પોસ્ટમાં તેમણે કહ્યું કે, “મને લાગે છે કે હવે હાર સ્વીકારવાનો સમય આવી ચુક્યો છે. ઉત્તરી કાશ્મીરમાં જીત મેળવવા બદલ એન્જિનિયર રાશીદને અભિનંદન. મને નથી લાગી રહ્યું કે આ જીતથી તેમને જેલમાંથી જલ્દી મુક્તિ મળશે અને નતો ઉત્તરી કાશ્મીરના લોકોને તે પ્રતિનિધિત્વ મળી શકશે જેનો તેમને અધિકાર છે. પરંતુ મતદાતાઓએ પોતે પોતાની વાત જણાવી દીધી છે અને લોકતંત્રમાં આ જ સહુથી વધુ માયને રાખે છે.” નોંધનીય છે કે ઉમર અબ્દુલ્લા 159561 મતોથી પાછળ ચાલી રહ્યા છે.

    બીજી તરફ મહેબુબા મુફ્તીએ પણ X પર પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું કે, “લોકોના નિર્ણયનું સન્માન કરતા હું પોતાના પીડીપી કાર્યકર્તાઓ અને નેતાઓને તમામ મુશ્કેલીઓ છતાં આકરી મહેનત અને સમર્થન બદલ ધન્યવાદ કહું છું. મને વોટ આપવાવાળા લોકો પ્રત્યે મારી હાર્દિક કૃતજ્ઞતા. હરવું-જીતવું ખેલનો એક ભાગ છે અને તે આપણને આપણા રસ્તા પરથી હટાવી નથી શકતો.” આ લોકસભા ચૂંટણીમાં PDP પ્રમુખ મહેબુબા મુફ્તી, અનંતનાગ રાજૌરી લોકસભા સીટના ઉમેદવાર હતા. તેમની સામે મિયા અલ્તાફ અહેમદ 482123 (+254631) મતોથી આગળ છે. મહેબુબા મુફ્તીને માત્ર 227492 મત જ મળ્યા. તેમણે હાર સ્વીકાર કરીને જીતી રહેલા ઉમેદવારને વધામણાં આપ્યા છે.

    - Advertisement -

    જમ્મુ કાશ્મીરની બે બેઠકો પર ભગવો લહેરાયો

    ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરની ઉધમપુર સીટ પર ભાજપના ડૉ. જીતેન્દ્ર સિંઘ 105715 મતથી આગળ ચાલી રહ્યા છે. તેમણે કુલ મત મેળવ્યા છે તો સામે કોંગ્રેસ પક્ષે માત્ર 365668 મત જ પડ્યા. જમ્મુની વાત કરીએ તો જમ્મુ લોકસભા પર ભાજપના જુગલ કિશોર 132007 મતથી આગળ છે. તેમને કૂલ 676648 મત મળ્યા છે. તો કોંગ્રેસ તરફે રમણ ભલ્લાના ખાતામાં 544641 મત પડ્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં