Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમહેબુબા મુફ્તીની હૈયાવરાળ: 'જમ્મુ-કશ્મીરનો ધ્વજ કાઢી નાંખ્યો, ભાજપ હવે ભારતના રાષ્ટ્રધ્વજને પણ...

    મહેબુબા મુફ્તીની હૈયાવરાળ: ‘જમ્મુ-કશ્મીરનો ધ્વજ કાઢી નાંખ્યો, ભાજપ હવે ભારતના રાષ્ટ્રધ્વજને પણ ભગવો બનાવી દેશે’

    મેહબુબા મુફ્તીએ વધુમાં ઉમેર્યું હતું કે, "ભાજપે જમ્મુ-કાશ્મીરની હાલત બદ્દથી બદતર બનાવી નાખી છે." રાજૌરીમાં થયેલી આતંકવાદી હમલા વિશે વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે, 'જ્યારે પણ કોઈ નિર્દોષની મોત થાય છે ત્યારે એક જ પક્ષને તેનો સીધો ફાયદો થાય છે અને તે છે ભાજપ.'

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રટિક પાર્ટી (PDP) અધ્યક્ષ મેહબુબા મુફ્તીએ પોતાની હૈયા વરાળ કાઢતા ભારતીય જનતા પાર્ટી પર હુમલો કર્યો હતો. પોતાના પિતા મુફ્તી મોહમ્મદ સઈદની પૂણ્યતીથીના અવસરે તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરી કેન્દ્રની ભાજપ સરકાર પર હમલો કર્યો હતો.

    આ તકે મેહબુબા મુફ્તીએ 370ની કલમ થકી જમ્મુ-કશ્મીરને મળી રહેલો વિશેષ રાજ્યનો દરરજો સમાપ્ત કરવા બદલ કેન્દ્રની ભાજપ સરકાર પર હૈયા વરાળ કાઢી હતી. મેહબુબા મુફ્તીએ આરોપ લગાવ્યો હતો કે, “ભાજપ જલ્દી જ દેશનું સંવીધાન અને દેશનો રાષ્ટ્ર ધ્વજ પણ બદલી નાખશે”. તેમણે વધુમાં કહ્યું હતું કે, “ભાજપ ભવિષ્યમાં દેશનો રાષ્ટ્ર ધ્વજ બદલીને તેને પણ ભગવો ધ્વજ બનાવી દેશે.”

    આજનું ભારત ગાંધીજીનું ભારત નથી

    મહેબૂબા મુફ્તીએ ઉમેર્યુ હતું કે, “જમ્મુ-કશ્મીર ગાંધીજીના ભારત સાથે ગયું હતું ના કે ગોડસેના ભારત સાથે. ભાજપે આજના ભારતને ગોડસેનું ભારત બનાવી દીધું છે”. બીજબેહરામાં આયોજીત પોતાના દિવંગત પિતા અને PDP સંસ્થાપક મુફ્તી મોહમ્દ સઈદના શ્રદ્ધાંજલી કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, “તેઓ એક સાચા ભારતીય હતા.”

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ ભાજપ પર એક પછી એક અનેક પ્રહારો કર્યા હતા. સીધો પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, “ભાજપે દેશના બંધારણને બુલડોઝરથી કચડી નાખ્યું.” 27 ડિસેમ્બરે મહેબૂબા મુફ્તીએ શ્રીનગરમાં જાહેરાત કરી હતી કે તે ભારત જોડો યાત્રામાં ભાગ લેશે. તેમજ રાહુલ ગાંધીના ખુલ્લેઆમ વખાણ કર્યા હતા. ભારત જોડો યાત્રા 26 જાન્યુઆરીએ શ્રીનગર પહોંચશે.

    ભાજપે જમ્મુ-કશ્મીરની હાલત બગાડી

    મેહબુબા મુફ્તીએ વધુમાં ઉમેર્યું હતું કે, “ભાજપે જમ્મુ-કાશ્મીરની હાલત બદ્દથી બદતર બનાવી નાખી છે.” રાજૌરીમાં થયેલી આતંકવાદી હમલા વિશે વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે, ‘જ્યારે પણ કોઈ નિર્દોષની મોત થાય છે ત્યારે એક જ પક્ષને તેનો સીધો ફાયદો થાય છે અને તે છે ભાજપ.’ તેમણે કહ્યું હતું કે, ‘ભાજપે જમ્મુ-કશ્મીરની સ્થિતી વધુ બગાડી છે.’

    મહેબૂબા મુફ્તીએ કહ્યું, “લદ્દાખ અમારો હિસ્સો છે. જો ત્યાંના લોકોને થોડી રાહત મળી શકે તો સારું. તેઓએ કલમ 370 નાબૂદ કરવા માટે કોઈ સમિતિ બનાવી નથી, તો પછી લદ્દાખમાં ઉચ્ચ સત્તાવાળી સમિતિની રચનાનું નાટક કેમ કરવામાં આવી રહ્યું છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં