Wednesday, April 24, 2024
More
  હોમપેજદેશપુણેમાં RSSની સમન્વય બેઠક: ભાજપ સહિત 36 સંગઠનોના પદાધિકારીઓ ભાગ લેશે, રામમંદિર-ચૂંટણી...

  પુણેમાં RSSની સમન્વય બેઠક: ભાજપ સહિત 36 સંગઠનોના પદાધિકારીઓ ભાગ લેશે, રામમંદિર-ચૂંટણી સહિત અનેક મુદ્દાઓ પર થશે ચર્ચા

  આ બેઠકમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ, વનવાસી કલ્યાણ આશ્રમ, વિશ્વ હિંદુ પરિષદ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, ભારતીય જનતા પાર્ટી, ભારતીય કિસાન સંઘ, વિદ્યા ભારતી, ભારતીય મજદૂર સંઘ, સંસ્કાર ભારતી, સેવા ભારતી, સંસ્કૃત ભારતી, અખિલ ભારતીય સાહિત્ય પરિષદ જેવાં સંગઠનો ભાગ લેશે.

  - Advertisement -

  ગુરૂવારથી (14 સપ્ટેમ્બર, 2023) મહારાષ્ટ્રના પૂણેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની (RSS) અખિલ ભારતીય સમન્વય બેઠક યોજાવા જઈ રહી છે. સંઘની આ બેઠક ત્રણ દિવસની રહેશે, જેમાં BJP, વિશ્વ હિંદુ પરિષદ, ABVP સહિત RSS સાથે જોડાયેલાં તમામ 36 સંગઠોના પ્રમુખ પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. 2024ની લોકસભા ચૂંટણી હવે નજીક આવતી જાય છે, વધુમાં 18 સપ્ટેમ્બરથી સંસદનું વિશેષ સત્ર પણ યોજાવા જઈ રહ્યું છે, આ બધા વચ્ચે RSSની આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

  અહેવાલોના જણાવ્યા અનુસાર, 14 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર સુધી મહારાષ્ટ્રના પૂણેમાં RSSની આ ત્રિદિવસીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સંઘના સરસંઘચાલક મોહન ભાગવત અને સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલે આ બેઠકનું નેતૃત્વ કરશે. BJP, VHP, ABP, સહિત RSS સાથે જોડાયેલ અન્ય 36 જેટલાં સંગઠોના 256 જેટલા પદાધિકારીઓ આ બેઠકમાં સામેલ થઈને પોતપોતાના સંગઠોનાના કામકાજનો રિપોર્ટ રજૂ કરશે. સાથે જ આ બેઠકમાં ભવિષ્યની રણનીતિ પર પણ વિચાર-વિમર્શ કરવામાં આવશે. ભાજપ તરફથી રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી નડ્ડા પણ બેઠકમાં ઉપસ્થિત રહેશે. અમુક રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે, ગૃહમંત્રી અમિત શાહ પણ આ બેઠકમાં હાજર રહેશે.

  RSSના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે RSSની ત્રિદિવસીય બેઠક અંગે નિવેદન જાહેર કર્યું હતું. નિવેદનમાં તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની દર વર્ષે આયોજિત થતી અખિલ ભારતીય સમન્વય બેઠક આ વર્ષે મહારાષ્ટ્રના પૂણેમાં આયોજિત થશે. આ અખિલ ભારતીય સ્તરની એક વ્યાપક બેઠક વર્ષમાં માત્ર એક વાર જ યોજાય છે. આ બેઠકમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ, વનવાસી કલ્યાણ આશ્રમ, વિશ્વ હિંદુ પરિષદ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, ભારતીય જનતા પાર્ટી, ભારતીય કિસાન સંઘ, વિદ્યા ભારતી, ભારતીય મજદૂર સંઘ, સંસ્કાર ભારતી, સેવા ભારતી, સંસ્કૃત ભારતી, અખિલ ભારતીય સાહિત્ય પરિષદ જેવાં સંગઠનો ભાગ લેશે.

  - Advertisement -

  આ મુદ્દાઓ પર થશે ચર્ચા

  સુનીલ આંબેકરે વધુમાં જણાવ્યું હતું કે આ સંગઠન અને તેની સાથે જોડાયેલા પદાધિકારીઓ સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં સેવા, સમર્પણ અને રાષ્ટ્રભાવ જેવી પ્રવૃત્તિઓમાં સક્રિય રહે છે. ગયા વર્ષે 2022માં આ બેઠક છત્તીસગઢના રાયપુરમાં યોજાઈ હતી. આ બેઠકમાં ભાગ લેનારાં સંગઠનો સામાજિક જીવનના પોતાના અનુભવો અને કાર્યોના વિષય પર ચર્ચા કરશે. આ ઉપરાંત બેઠકમાં વર્તમાન રાષ્ટ્રીય પરિસ્થિતિ, રામમંદિર નિર્માણ, લોકસભા ચૂંટણી, સામાજિક સમરસતા, પર્યાવરણ, કુટુંબ પ્રબોધન, સેવાકાર્ય, સામાજિક, આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા વિષયો પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં