Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદહેરાદુનમાં 25 મજારો પર બુલડોઝર ફરી વળ્યું: ઉતરાખંડ સરકાર અવૈધ રીતે કરેલા...

    દહેરાદુનમાં 25 મજારો પર બુલડોઝર ફરી વળ્યું: ઉતરાખંડ સરકાર અવૈધ રીતે કરેલા કબ્જાને હટાવવા માટે પ્રતિબદ્ધ, હટાવવાનો ખર્ચ પણ વસુલાશે

    કાલસી ફોરેસ્ટ ડિવિઝનની ટીમલી રેન્જમાંથી એક, બે મહિના પહેલા, દેહરાદૂન શહેરને અડીને આવેલા વન વિભાગમાંથી 15, ઋષિકેશ ક્ષેત્રમાંથી એક અને ચક્રતા પ્રદેશમાંથી આઠ મજારો દૂર કરવામાં આવી છે. 

    - Advertisement -

    ઉતરાખંડના દહેરાદુન જીલ્લામાં પ્રશાસને ગેરકાનૂની રીતે બનાવેલી લગભગ 25 જેટલી મજારો તોડી પાડવામાં આવી છે. આ તમામ મજારો અલગ અલગ વિસ્તારોમાં આવેલી હતી. જેમાં આ રવિવારે કાલસી ફોરેસ્ટ ડિવિઝનની ટીમલી રેન્જમાંથી એક, બે મહિના પહેલા, દેહરાદૂન શહેરને અડીને આવેલા વન વિભાગમાંથી 15, ઋષિકેશ ક્ષેત્રમાંથી એક અને ચક્રતા પ્રદેશમાંથી આઠ મજારો દૂર કરવામાં આવી છે. આમ સરકાર દ્વારા મજારો પર બુલડોઝર ફરી વળ્યું છે.

    મળતી માહિતી અનુસાર,  ઉતરાખંડના દહેરાદુન જીલ્લામાં આવેલ આરક્ષિત વન વિભાગમાં બાંધેલી ગેરકાનૂની મજારોને હટાવવાનું કાર્ય ચાલી રહ્યું છે. ગત રવિવારે કાલસી ફોરેસ્ટ ડિવિઝનની ટીમલી રેન્જમાંથી આવેલી એક મજારને તોડી પાડવામાં આવી હતી. આ મજાર વન વિભાગ દ્વારા અગાઉ પણ બંધ કરવામાં આવી હતી, પરંતુ લોકોએ પાછું આવન જાવન ચાલુ કરી મૂકી હતી. પ્રશાસને કડક કાર્યવાહી કરતા આ મજારને તોડી પાડી છે. કાલસી ફોરેસ્ટ ડિવિઝનના રેન્જર મુકેશ કુમારે આ બાબતની પુષ્ટિ કરી છે. આ મજાર સહીત કુલ 25 મજારો હમણા સુધી તોડી પાડવામાં આવી છે. 

    આટલું જ નહીં, ઉપયુક્ત તોડી પડાયેલી મજારો સિવાય પણ જો કોઈ સંપતિ આ વિસ્તારમાં ગેર કાનૂની તરીકે બનાવવામાં આવી હશે તો તોડી પાડવામાં આવશે તેવો આદેશ પણ છે.  ચકરાતા ફોરેસ્ટ ડિવિઝનના એસડીઓ મુકુલ કુમારે તમામ રેન્જર્સ પાસેથી આરક્ષિત જંગલ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ અંગે રિપોર્ટ માંગ્યો છે. આનો રિપોર્ટ આવતા જ ડિવિઝન ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કાર્યવાહી ઝડપી કરશે. એક સાથે આટલી કાર્યવાહી થવાના કારણે જેણે પણ ગેરકાયદેસર કબજો કર્યો છે તે બધામાં ફફડાટ વ્યાપ્યો છે. 

    - Advertisement -

    પ્રશાસને આ મામલે સ્પષ્ટ જણાવ્યું છે કે કોઈને પણ છોડવામાં આવશે નહીં. એક રૂપરેખા બનાવીને જ કામ કરવામાં આવ્યું છે. લોકોને ત્યાં સુધી ચેતવવામાં આવ્યા છે કે તમે તમારી રીતે ખાલી કરો, નહીં તો પ્રશાસન હટાવશે અને તોડવાનો ખર્ચ પર તેમની પાસેથી જ વસુલવામાં આવશે. આ કડક કાર્યવાહીને જોઇને ઘણા લોકો કબજો છોડી પણ રહ્યા છે. 

    પ્રશાસને અધિકારીઓને સુચના પણ આપી છે કે જે પણ રહેવાસી છે અને ગેરકાનૂની છે તેની તપાસ કરો. લોકોને હેરાનગતિ ન થાય અને અવ્યવસ્થા ન સર્જાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. સરકારે કાર્યવાહી કરવા માટે ટ્રેક્ટર, બુલડોઝર અને અન્ય સાધનોની તૈયારી કરી રાખી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં