ઝારખંડથી એક ચોંકાવનારો મીડિયા રીપોર્ટ સામે આવ્યો છે, રાજ્યના પલામુ જીલા શાળામાં મૌલવી ઈતિહાસના ક્લાસ લઇ રહ્યા છે, જયારે બાંગ્લા ભાષાના શિક્ષક ગણિત ભણાવી રહ્યા છે, આ શાળામાં અંગ્રેજી, ગણિત, રસાયણ શાસ્ત્ર, ભૌતિક વિજ્ઞાન, ઈતિહાસ અને સમાજ શાસ્ત્ર જેવા મુખ્ય વિષયના શિક્ષકો જ નથી, તેવામાં મૌલવીને ઈતિહાસ ભણાવવાની જવાબદારી સોંપવામાં આવી હોવાનો રીપોર્ટ સામે આવ્યો છે.
જાગરણે આપેલા રીપોર્ટ મુજબ પલામુ જીલા શાળામાં મૌલવી આરાફત ઉર્દુ ભણાવવા માટે નીઉક્ત કરવામાં આવ્યાં છે, જયારે મુસ્તાક અહમદને ફારસી ભાષાના શિક્ષક તરીકે નિયુક્ત કરાયા છે, ચોંકાવનારી બાબત તો તે છે કે આ શાળામાં ઉર્દુ અને ફારસી ભાષાના એક પણ વિદ્યાર્થીઓ નથી, તો પછી આ બન્ને શિક્ષકો ભણાવે છે શું તે સવાલ ઉભો થઇ રહ્યો છે, તેવામાં ફારસીના શિક્ષક સામાન્યજ્ઞાન ભણાવી રહ્યા છે, જયારે મૌલવી આરાફત ગણિતના ક્લાસ લેતા હોવાનું રીપોર્ટમાં જાણવામાં આવ્યું છે.
રીપોર્ટમાં જણાવ્યાં અનુસાર પલામુ જિલ્લા શાળામાં 11મા ધોરણમાં 938 અને 12મા ધોરણમાં 820 વિદ્યાર્થીઓના એડમીશન થયા છે. વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 1758 છે. શાળામાં પ્લસ ટુ માટે 11 માન્ય શિક્ષકોની સંખ્યાને બદલે માત્ર પાંચ જ શિક્ષક છે. મુખ્ય બાબત તો તે છે કે શિક્ષકોની સંખ્યા ઓછી છે અને જે શિક્ષકોની નિમણુંક કરવામાં આવી છે તે વિષયના વિદ્યાર્થીઓ શાળામાં છે જ નહી. શાળામાં એક પણ બંગાળી વિદ્યાર્થી ન હોવા છતાં બાંગ્લા ભાષાના શિક્ષકની નિમણુંક કરવામાં આવી છે. આવી સ્થિતિમાં બંગાળી શિક્ષક વશિષ્ઠ મહતો ગણિતનો વર્ગ લે છે.
શાળામાં શિક્ષકો અને વિષય શિક્ષકોની અછતથી અભ્યાસને મોટી અસર થાય છે. અને આ કારણે જ બહુ ઓછા વિદ્યાર્થીઓ શાળામાં આવે છે. જે વિદ્યાર્થીઓ આવે છે તેમને જુગાડ પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવે છે. શાળાના મુખ્ય શિક્ષક કરુણા શંકર તિવારી હાઈસ્કૂલના શિક્ષકોને પ્લસ ટુના વર્ગમાં ભણાવવા માટે મોકલે છે. તેમણે જણાવ્યું કે શિક્ષકોની વિષયવાર પોસ્ટિંગ માટે ઉપરોક્ત અધિકારીઓને અનેક પત્રો લખવામાં આવ્યા છે.
રીપોર્ટમાં જણાવ્ય અનુસાર પલામુમાં પ્રાદેશિક સંયુક્ત શિક્ષણ નિયામક શિવ નારાયણ સાહે આ બાબતે જણાવ્યું હતું કે, જિલ્લા શાળાનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારીને શાળામાં વિષયવાર શિક્ષકોની નિમણૂક કરવા આદેશ કરાયો હતો. તેમણે અત્યાર સુધી કેમ નિયુક્તિ નથી કરી તે તેઓ જ કહી શકશે.
ઝારખંડ ડીઇઓ કચેરી દ્વારા જિલ્લાની શાળામાં મંજૂર પોસ્ટ મુજબ શિક્ષકોની નિમણૂક ન કરાતા શિક્ષકોમાં ચર્ચા જામી છે. પ્રાદેશિક સંયુક્ત શિક્ષણ નિયામકની સૂચના બાદ પણ ડેપ્યુટેશન ન થવા પાછળનું કારણ કરપ્શન હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ અંગે પૂછતાં ડીઇઓ અનિલ ચૌધરીએ જણાવ્યું હતું કે જિલ્લામાં શિક્ષકોની અછત છે.