Tuesday, April 23, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટપાકિસ્તાનના પૂર્વ PM ઇમરાન ખાને ‘ગેરકાયદે’ નિકાહ કર્યા હતા: મૌલવી સઈદનો દાવો,...

  પાકિસ્તાનના પૂર્વ PM ઇમરાન ખાને ‘ગેરકાયદે’ નિકાહ કર્યા હતા: મૌલવી સઈદનો દાવો, બુશરા બીબીએ ઇદ્દતની શરતો પૂરી નહોતી કરી, નિકાહ વખતે બંને આ વાત જાણતા હતા!

  મૌલવીએ જણાવ્યું કે બુશરા બીબીને 2018માં લાહોરની ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટીમાં  નિકાહ માટે લઈ જવામાં આવી હતી. બુશરા બીબીની બહેન હોવાનો દાવો કરતી એક મહિલાની સંમતિ બાદ મૌલવીએ નિકાહ કરાવ્યા હતા. મૌલવી સઈદના જણાવ્યા મુજબ, આ મહિલાએ તેમને કહ્યું હતું કે શરિયત મુજબ નિકાહ માટેની તમામ શરતો પૂરી કરવામાં આવી છે.

  - Advertisement -

  પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના બુશરા બીબી સાથેના નિકાહ ગેરકાયદે છે તેવું સામે આવ્યું છે. મૌલવી મુફ્તી સઈદનું કહેવું છે કે, આ નિકાહ ઈસ્લામી શરિયા કાયદા મુજબ નથી થયા. આ મૌલવીએ બંનેના નિકાહ કરાવ્યા હતા. ઈસ્લામાબાદ કોર્ટમાં મોહમ્મદ હનીફની અરજી પર સુનાવણી દરમિયાન મૌલવીએ આ વાત કહી હતી.

  ઇમરાન ખાનના બુશરા બીબી સાથેના નિકાહ ઈસ્લામી શરિયા કાયદા વિરુદ્ધ

  મૌલવીએ ખુલાસો કર્યો હતો કે, બુશરા બીબીએ ઇદ્દત દરમિયાન નિકાહ કર્યા હતા. મુસ્લિમ મહિલાઓ શૌહરના મૃત્યુ અથવા તલાક બાદ ઇદ્દતનો સમય પૂરો કર્યા પછી જ ફરીથી નિકાહ કરી શકે છે. આ દરમિયાન ઇસ્લામ તેને બીજા પુરુષ સાથે નિકાહ કરવાની મંજૂરી આપતું નથી.

  ઇદ્દતની અવધિ પરિસ્થિતિઓના આધારે જુદી-જુદી હોઈ શકે છે. સામાન્ય રીતે તે લગભગ 89 દિવસની હોય છે. બુશરા બીબીએ નવેમ્બર 2017માં તલાક લીધા હતા. ઇમરાન ખાન સાથે તેના નિકાહ 1 જાન્યુઆરી 2018ના રોજ થયા હતા. એટલે કે તલાક અને નિકાહ વચ્ચે 89 દિવસનું અંતર રાખવામાં આવ્યું ન હતું. એટલે ઇમરાન ખાનના બુશરા બીબી સાથેના નિકાહ ગેરકાયદે કહેવાય.

  - Advertisement -

  મૌલવીને નિકાહ માટેની તમામ શરતો પૂરી થયાનું કહેવામાં આવ્યું હતું

  અહેવાલો અનુસાર, મૌલવીએ જણાવ્યું કે બુશરા બીબીને 2018માં લાહોરની ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટીમાં  નિકાહ માટે લઈ જવામાં આવી હતી. બુશરા બીબીની બહેન હોવાનો દાવો કરતી એક મહિલાની સંમતિ બાદ મૌલવીએ નિકાહ કરાવ્યા હતા. મૌલવી સઈદના જણાવ્યા મુજબ, આ મહિલાએ તેમને કહ્યું હતું કે શરિયત મુજબ નિકાહ માટેની તમામ શરતો પૂરી કરવામાં આવી છે.

  ઇમરાન ખાને મૌલવીને ફરી નિકાહ કરાવવાનું કહ્યું હતું

  ઇમરાન ખાનના બુશરા બીબી સાથેના નિકાહ 1 જાન્યુઆરી, 2018ના રોજ લાહોરમાં થયા હતા. આ નિકાહના સાક્ષી ઇમરાન ખાનના મિત્ર ઝુલ્ફી બુખારી અને તેમની તેહરીક-એ-ઈન્સાફ પાર્ટીના ભૂતપૂર્વ નેતા અવન ચૌધરી હતા. મૌલવીએ કોર્ટને એવું પણ જણાવ્યું કે, ઇમરાન ખાને ફેબ્રુઆરી 2018માં ફરી તેમનો સંપર્ક કર્યો હતો અને તેમને ફરીથી નિકાહ કરાવવા માટે કહ્યું હતું, કારણ કે ઇમરાન ખાનનું માનવું હતું કે પ્રથમ વખત નિકાહ શરિયા કાયદા અનુસાર નહોતા થયા. જ્યારે મૌલવીનો બીજી વખત સંપર્ક કરવામાં આવ્યો ત્યાં સુધીમાં ઈદ્દતનો સમયગાળો પૂરો થઈ ગયો હતો.

  ઇમરાન ખાને વડાપ્રધાન બનવા માટે કર્યા હતા નિકાહ

  મુફ્તીએ કોર્ટ સમક્ષ ચોંકાવનારો ખુલાસો કર્યો કે, નિકાહ વખતે ઇમરાન ખાન અને બુશરા બીબી બંને ઈદ્દત પૂરી ન થવા વિશે જાણતા હતા. પરંતુ ઇમરાન ખાનનું માનવું હતું કે આ નિકાહ તેમને વડાપ્રધાન બનવામાં મદદ કરશે. ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઇમરાન ખાન બુશરા બીવી સાથેના નિકાહ બાદ પાકિસ્તાનના વડાપ્રધાન બનશે એવું કથિત રીતે નક્કી થયું હતું.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં