Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસાઉદી અરબ: સોશિયલ મીડિયાના ઉપયોગ બદલ મૌલાનાને મોતની સજા આપવાની માંગ

    સાઉદી અરબ: સોશિયલ મીડિયાના ઉપયોગ બદલ મૌલાનાને મોતની સજા આપવાની માંગ

    આ કેસમાં પબ્લિક પ્રોસિક્યુટર દ્વારા તેમને મોતની સજા આપવાની માંગણી કરવામાં આવી છે. પરંતુ કોર્ટે હજુ કોઈ નિર્ણય લીધો નથી. 

    - Advertisement -

    સાઉદી અરબ એક મોટો ઈસ્લામિક દેશ છે. આવનારા સમયમાં ક્રુડ ઓઈલ ખૂટી જશે તો? તેવી આશંકા સાથે સાઉદી અરબ સ્થાનિક સ્તરે ઘણા સુધારા કરી રહ્યું છે. પરંતુ સાઉદી અરબમાંથી હાલમાં જ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઉદાર બનવાનો દેખાવ કરતા દેશ સાઉદી અરબમાં એક બુદ્ધિજીવી મૌલાનાને સોશિયલ મીડિયાના ઉપયોગ બદલ આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે અને તેમના માટે મોતની સજાની માંગણી થઇ છે. 

    બ્રિટિશ સમાચારપત્ર ગાર્ડિયનના અહેવાલ અનુસાર, 65 વર્ષીય અવધ અલ-કરનીએ વર્ષ 2017માં એક વોટ્સએપ પોસ્ટર શેર કર્યુ હતું, જે કથિત રીતે ક્રાઉન પ્રિંસ મોહમંદ બિન સલમાન સંચાલિત સરકારના વિરોધમાં હતું. આ ‘ગુના’માં તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. 

    આ કેસમાં પબ્લિક પ્રોસિક્યુટર દ્વારા મૌલાનાને મોતની સજા આપવાની માંગણી કરવામાં આવી છે. પરંતુ સાઉદી અરબની કોર્ટે હજુ કોઈ નિર્ણય લીધો નથી. 

    - Advertisement -

    મીડિયા રિપોર્ટમાં વધુમાં કહેવાયું છે કે સ્થાનિક મીડિયા અવધ અલ-કરનીને એક ‘ખતરનાક ઉપદેશક’ માને છે, જ્યારે પ્રોફેસરના સમર્થકો તેમને પ્રબુદ્ધ બુદ્ધિજીવી માને છે. અવધ અલ-કરની સોશિયલ મીડીયા પર ખૂબ જ સક્રિય હતા. તેમના ટ્વીટર પર 20 લાખ ફોલોઅર્સ હતા. જોકે તેમની ધરપકડ બાદ તે અકાઉન્ટ ડિસેબલ કરવામાં આવ્યું હતું.

    રિપોર્ટ અવધ અલ-કરનીનો દિકરો નાસિર કે જે ગયા વર્ષે સાઉદીથી નાસીને બ્રિટન આવી ગયો હતો. તેણે પોતાના પિતા પર લાગેલા આરોપો અને જે સજા કરાઈ હતી તેના વિશે વિગતે માહિતી આપી હતી. 

    આ સમાચારના વિશ્વમાં પડઘા પડ્યા છે. વૈશ્વિક માનવ અધિકારના લોકોએ આ મામલો સખત વિરોધ નોધાવ્યો છે. તેમણે કહ્યું પણ છે કે સાઉદીની બિન સલમાન સંચાલિત સરકાર અભિવ્યક્તિની આઝાદીની વિરોધી છે અને તેઓ લોકોનો અવાજ દબાવવા માટે સતત આવી કાર્યવાહીઓ કરી રહ્યા છે. 

    જોકે, આ પહેલી એવી કાર્યવાહી નથી કે સોશિયલ મીડિયાના કારણે કોઈને સજા કરવામાં આવી હોય. ગયા ઓગસ્ટ મહિનામાં સલમા-અલ-શહાબ નામની મહિલાએ ટ્વિટર પર સરકારનો વિરોધ કર્યો હતો. જેના આરોપમાં તેને 34 વર્ષની સજા કરવામાં આવી હતી. તે જ સમયગાળામાં અન્ય એક મહિલા નૌરા બિન્ત સઈદ અલ-કહતને પણ સોશિયલ મીડીયા પર સક્રિય રહેવા બદલ 45 વર્ષની સજા કરવામાં આવી હતી.

    આ સિવાય આ મહિનાની શરૂઆતમાં, સાઉદી અરેબિયાએ વેબસાઈટ પર વિકિપીડિયા પેનલમાં અમુક વિગતો બદલવા બદલ બે સંચાલકોને જેલમાં ધકેલી દીધાના અહેવાલ આવ્યા હતા.  વધુ એક સામાજિક કાર્યકર્તાને સાઉદી અરબની જાસૂસીના આરોપમાં 32 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં