Wednesday, September 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'ઇમામ કરતો હતો છેડતી, તેના શાગિર્દો પણ બળાત્કાર કરવાનો પ્રયાસ કરતા': દેવબંદના...

    ‘ઇમામ કરતો હતો છેડતી, તેના શાગિર્દો પણ બળાત્કાર કરવાનો પ્રયાસ કરતા’: દેવબંદના મૌલાનાએ આપ્યું મહિલાઓનું મસ્જિદ ન જવા પાછળનું રહસ્ય

    દેવબંદ સાથે સંકળાયેલા કારી ઈશાક ગોરાએ શાહી ઈમામ શબ્બીરના નિવેદનને વાહિયાત ગણાવ્યું છે.

    - Advertisement -

    અમદાવાદ જામા મસ્જિદના શાહી ઈમામ શબ્બીર અહેમદ સિદ્દીકીએ મુસ્લિમ મહિલાઓને ચૂંટણીની ટિકિટ મળવા સામે વાંધો ઉઠાવતા કહ્યું કે “જો તેમને બધાની સામે આવવાની પરવાનગી હોત તો તેમને મસ્જિદમાં રોકવામાં ન આવ્યા હોત.” તેમના નિવેદનનો વિરોધ કરતા દેવબંદના મૌલાના રાવ મુશર્રફે મહિલાઓના મસ્જિદ ન જવા પાછળનું રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો છે. મૌલાના મુશર્રફ મુસ્લિમ રાષ્ટ્રીય મંચના જિલ્લા સંયોજક પણ છે.

    મૌલાના રાવ મુશર્રફના મતે મુસ્લિમ મહિલાઓ મસ્જિદમાં જઈ શકે છે. તેમણે મુસ્લિમ મહિલાઓના મસ્જિદ ન જવા પાછળનું રહસ્ય કહ્યું કે ઈમામો દ્વારા કરવામાં આવતી છેડતી અને તેમના શાગિર્દો દ્વારા બળાત્કારના પ્રયાસ કરતા હોવાનું જણાવ્યું છે. આ દરમિયાન રાવ મુશર્રફે શેખ હસીના અને બેનઝીર ભુટ્ટોના ઉદાહરણ પણ આપ્યા હતા. દેવબંદના અન્ય એક ઉલેમા કારી ઈશાકે પણ જામા મસ્જિદના ઈમામના નિવેદનને ચૂંટણી લક્ષી ગણાવ્યું હતું.

    તાજેતરમાં, શાહી ઇમામ મૌલાના શબ્બીર અહમદ સિદ્દીકીએ કહ્યું હતું કે મસ્જિદમાં મહિલાઓના પ્રવેશ હરામ છે. તેના જવાબમાં મૌલાના રાવ મુશર્રફે કહ્યું હતું કે “મસ્જિદમાં મુસ્લિમ મહિલાઓના પ્રવેશ પર કોઈ પ્રતિબંધ નથી.” મુશર્રફના કહેવા પ્રમાણે, જ્યારે મહિલાઓ પુરુષો સાથે હજ કરી શકે છે તો તેઓ મસ્જિદમાં કેમ નથી જઈ શકતી?

    - Advertisement -

    શાહી ઈમામ શબ્બીરના નિવેદનની ટીકા કરતા રાવ મુશર્રફે કહ્યું કે કુરાન અને હદીસમાં ક્યાંય પણ મહિલાઓને મસ્જિદમાં પ્રવેશવાની મનાઈ નથી. દૈનિક ભાસ્કર અનુસાર રાવ મુશર્રફે કહ્યું હતું કે, “મુસ્લિમ મહિલાઓએ મસ્જિદ જવાનું બંધ કરી દીધું હતું કારણ કે મસ્જિદનો ઈમામ મહિલાઓની છેડતી કરતા હતા અને તેના શાગિર્દો મહિલાઓ પર બળાત્કાર કરવાનો પ્રયાસ કરતા હતા.” બેનઝીર ભુટ્ટો અને શેખ હસીનાનું ઉદાહરણ આપીને તેમણે સમજાવ્યું કે જો ઇસ્લામમાં મહિલાઓને સમાન અધિકારો ન મળ્યા હોત તો આ બે મહિલાઓ કેવી રીતે વડાપ્રધાન પદ સુધી પહોંચી શકી હોત.

    રાવ મુશર્રફે ઈમામ શબ્બીરના નિવેદનને ઉશ્કેરણીજનક ગણાવીને તેમને રૂઢિચુસ્ત અને અલગતાવાદી ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે ઈમામ શબ્બીર જેવા લોકોની બયાનબાજી પર પ્રતિબંધ લગાવવો જોઈએ. મુશર્રફના મતે ભારતીય કાયદો પણ મહિલાઓને સમાન અધિકાર આપે છે. મુસ્લિમ મહિલાઓને મતદાનથી લઈને ચૂંટણી લડવાનો અધિકાર છે.

    બીજી તરફ દેવબંદ સાથે સંકળાયેલા કારી ઈશાક ગોરાએ શાહી ઈમામ શબ્બીરના નિવેદનને વાહિયાત ગણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે ઇમામ શબ્બીર કોઈના નિવેદનો કરતાં મુફ્તીઓ પાસેથી લેખિતમાં કોઈ ઈસ્લામિક માહિતી મેળવે તો સારું રહેશે. કારી ઈશાકના મતે ઈમામના આવા નિવેદનો બિનજરૂરી ચર્ચા પેદા કરે છે. ઈશાક જમિયત દાવાતુલ મુસલીમીનનો સંરક્ષક પણ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં