Thursday, April 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટલઘુમતી વિદ્યાર્થીઓને મળતી મૌલાના આઝાદ નેશનલ ફેલોશિપ સમાપ્ત, મોદી સરકારનો નિર્ણય: મંત્રી...

    લઘુમતી વિદ્યાર્થીઓને મળતી મૌલાના આઝાદ નેશનલ ફેલોશિપ સમાપ્ત, મોદી સરકારનો નિર્ણય: મંત્રી સ્મૃતિ ઈરાનીએ સંસદમાં આપી જાણકારી

    UGC દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલ માહિતી અનુસાર, 2014-15થી 2021-22 વચ્ચે કુલ 6,722 લાભાર્થીઓને આ ફેલોશિપ યોજના હેઠળ પસંદ કરવામાં આવ્યા હતા અને જેમને કુલ 738.85 કરોડ રૂપિયાના ખર્ચે શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી. 

    - Advertisement -

    કેન્દ્ર સરકારે શૈક્ષણિક વર્ષ 2022-23થી લઘુમતી વિદ્યાર્થીઓ માટે મૌલાના આઝાદ ફેલોશિપ સમાપ્ત કરી દીધી છે. કેન્દ્ર સરકાર તરફથી દર વર્ષે લઘુમતી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે આ શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી. લઘુમતી મામલાના કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ એક સવાલના જવાબમાં લોકસભામાં આ મામલે જાણકારી આપી હતી.  

    કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ લોકસભામાં જવાબ આપતાં જણાવ્યું હતું કે, “MANF યોજના કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ ઉચ્ચ અભ્યાસ માટેની અન્ય ફેલોશિપ યોજનાઓ સાથે ઓવરલેપ કરે છે અને લઘુમતી વિદ્યાર્થીઓ પહેલેથી જ આ યોજનાઓનો લાભ લઇ રહ્યા છે, જેના કારણે સરકારે વર્ષ 2022-23થી આ મૌલાના આઝાદ ફેલોશિપ યોજના બંધ કરવાનો નિર્ણય લીધો છે.”

    જવાબમાં સ્મૃતિ ઈરાનીએ ઉમેર્યું કે, UGC દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલ માહિતી અનુસાર, 2014-15થી 2021-22 વચ્ચે કુલ 6,722 લાભાર્થીઓને આ ફેલોશિપ યોજના હેઠળ પસંદ કરવામાં આવ્યા હતા અને જેમને કુલ 738.85 કરોડ રૂપિયાના ખર્ચે શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી. 

    - Advertisement -

    બીજી તરફ, કોંગ્રેસ સાંસદ ટી. એન પ્રતાપને સરકારના આ નિર્ણયને લઘુમતી વિરોધી ગણાવ્યો હતો અને કહ્યું કે, તેના કારણે હજારો રિસર્ચ કરતા વિદ્યાર્થીઓને તકલીફ પડશે. 

    મૌલાના આઝાદ ફેલોશિપ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા લઘુમતી (મુસ્લિમ, શીખ, ખ્રીસ્તી, બૌદ્ધ, જૈન અને પારસી) સમુદાયમાંથી આવતા વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે પાંચ વર્ષ સુધી નાણાકીય સહાય આપવામાં આવે છે. આ યોજના યુનિવર્સીટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા માન્યતા  યુનિવર્સીટીઓ અને સંસ્થાઓને આવરી લે છે. 

    આ ફેલોશિપ હેઠળ એ જ વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવતી હતી જેઓ સાયન્સ, એન્જીનિયરિંગ, ટેક્નોલોજી, સોશિયલ સાયન્સ કે હ્યુમનિટી સ્ટ્રીમમાં એમફીલ કે પીએચડી કરી રહ્યા હતા. જે અંતર્ગત JRF હેઠળ 2 વર્ષ માટે 25 હજાર પ્રતિ મહિનો અને SRF હેઠળ 28 હજાર પ્રતિ મહિના રકમ મળતી હતી.

    જોકે, આ માટે કેટલાંક માપદંડો હતાં, જેમકે માસ્ટર્સમાં ઓછામાં ઓછા 55% માર્ક્સ હોવા જરૂરી હતા તેમજ પરિવારની આવક 2.5 લાખ પ્રતિ વર્ષથી વધુ ન હોવી જરૂરી હતી. ઉપરાંત, ઉમેદવાર CSIR-NET/CBSE-NE માટે ક્વોલિફાય હોય તે પણ જરૂરી હતું. તેમજ તેણે માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટીમાં M. Phil/PhD  કોર્સમાં એડમિશન લીધું હોય તો જ આ યોજનાનો લાભ મળી શકતો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં