મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ મસ્જિદના વિવાદને લઈને મથુરાની કોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. કોર્ટે શાહી ઇદગાહનો સરવે કરી આગામી 20 જાન્યુઆરી સુધીમાં રિપોર્ટ સોંપવા માટે કહ્યું છે. હિંદુ પક્ષે કોર્ટ સમક્ષ આ માંગ કરી હતી, જે માન્ય રાખવામાં આવી છે.
#JustIN | Krishna Janmabhoomi-Shahi Idgah dispute: Mathura Court orders Court Amin to survey the disputed land and submit a report with maps by January 20. The order has been passed on a suit filed by ‘Hindu Sena’.#KrishnaJanmabhoomi #Mathura#MathuraCourt#Survey pic.twitter.com/gEWCHu72yO
— Live Law (@LiveLawIndia) December 24, 2022
આ આદેશ મથુરાની સિનિયર ડિવિઝન કોર્ટે આપ્યો છે. હિંદુ પક્ષે દાવો કર્યો હતો કે, શાહી ઇદગાહમાં સ્વસ્તિકનું ચિહ્ન, મંદિર હોવાના પ્રતીક ઉપરાંત મસ્જિદની નીચે ભગવાનું ગર્ભગૃહ પણ છે. ઉપરાંત, મસ્જિદમાં હિંદુ સ્થાપત્ય કાળના પુરાવાઓ પણ ઉપલબ્ધ હોવાનું કોર્ટને જણાવવામાં આવ્યું હતું. હિંદુ પક્ષે લગભગ એક વર્ષ પહેલાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે, વૈજ્ઞાનિક સરવે કર્યા બાદ જ આ બાબતો સામે આવી શકે તેમ છે.
અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, શ્રીકૃષ્ણ જન્મસ્થળની 13.37 એકર જમીન પર ઇસ્લામિક શાસક ઔરંગઝેબે મંદિર તોડીને ઇદગાહ મસ્જિદ બનાવડાવી હતી. ઉપરાંત, તેમણે ભગવાન શ્રીકૃષ્ણના જન્મથી લઈને મંદિર બનવા સુધીનો સમગ્ર ઇતિહાસ કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો.
અરજી પર સુનાવણી કરતાં મથુરા સ્થિત સિનિયર ડિવિઝન કોર્ટે વિવાદિત જમીન સહિત શાહી ઇદગાહનો સરવે કરવા માટેનો આદેશ આપ્યો હતો. ઉપરાંત સમયસીમા નક્કી કરીને 20 જાન્યુઆરી સુધીમાં રિપોર્ટ સોંપવા માટે પણ કહેવામાં આવ્યું છે. 20 જાન્યુઆરીએ આ મામલે આગળની સુનાવણી હાથ ધરવામાં આવશે. કોર્ટે આ મામલે જોડાયેલા તમામ પક્ષોને નોટિસ પણ પાઠવી છે.
न्यायालय ने नोटिस जारी किया है। हमने मौके पर सर्वे रिपोर्ट लिखने के लिए प्रार्थना पत्र दिया है जिससे कि किसी भी प्रकार का कोई अन्य निर्माण होता है तो उसकी जानकारी न्यायालय में प्रस्तुत हो सके। इसमें सुनवाई के लिए अगली तारीख 20 जनवरी तय की गई है: शैलेश दुबे, याचिकाकर्ता, अधिवक्ता pic.twitter.com/aepNIgS33f
— ANI_HindiNews (@AHindinews) December 24, 2022
હિંદુ પક્ષ તરફથી અરજદાર શૈલેષ દુબેએ જણાવ્યું કે, સ્થળ પર સરવે કરવા માટે અમે અરજી દાખલ કરી હતી, જેથી અન્ય કોઈ પણ પ્રકારનું અન્ય નિર્માણ થાય તો તેની જાણકારી કોર્ટને મળી શકે. તેમણે એમ પણ કહ્યું કે, ભગવાન શ્રીકૃષ્ણની 5 હજાર વર્ષ જૂની જગ્યા પર ગેરકાયદેસર રીતે શાહી ઇદગાહનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તેમણે આ માટે 1967માં રચવામાં આવેલ એક સોસાયટી પણ રદ કરવા માટે માંગ કરી હતી.
શું છે શ્રીકૃષ્ણ જન્મભૂમિ કેસ?
ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થળ મથુરા ખાતેની 13.37 એકર જમીનને લઈને આ કેસ ચાલી રહ્યો છે. હાલ 10.9 એકર જમીન હિંદુ પક્ષ પાસે (મંદિરની) છે, જ્યારે બાકીની અઢી એકર જમીન પર ઇદગાહ મસ્જિદ બાંધવામાં આવી છે.
ભગવાન શ્રીકૃષ્ણના મંદિરને તોડીને ઇસ્લામિક શાસક ઔરંગઝેબે અહીં મસ્જિદ બનાવી દીધી હોવાનું કહેવાય છે. આ મામલે અનેક પક્ષકારોએ કોર્ટમાં અરજી કરીને શાહી ઇદગાહ મસ્જિદને હટાવીને જમીન શ્રીકૃષ્ણ જન્મસ્થળને સોંપવા માટેની માંગ કરી છે.
આ મામલો અલાહાબાદ હાઇકોર્ટ પણ પહોંચ્યો હતો, જ્યાં કોર્ટે નીચલી કોર્ટને 4 મહિનાની અંદર સુનાવણી કરીને મામલાનો ચુકાદો સંભળાવવા માટે આદેશ આપ્યો હતો. ત્યારબાદ સતત સુનાવણી ચાલી રહી છે.