Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરોહિગ્યાઓને સરહદ પાર કરવાનીને વસાવાનું કામ કરતો હતો બાગ્લાદેશી એજન્ટ મોહમ્મદ મેહતાબઃ...

    રોહિગ્યાઓને સરહદ પાર કરવાનીને વસાવાનું કામ કરતો હતો બાગ્લાદેશી એજન્ટ મોહમ્મદ મેહતાબઃ પોલીસ અને ઈન્ટેલિજન્સના સંયુક્ત ઓપરેશ થકી પકડાયો

    પોલીસે કામરુલ વિરુદ્ધ ફોરેનર્સ એક્ટ, 1946ની કલમ 14 અને 14(1), 370, 371 હેઠળ કેસ નોંધ્યો છે.

    - Advertisement -

    મથુરાથી દેશની આંતરિક સુરક્ષાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એક બાંગ્લાદેશી એજન્ટ મોહમ્મદ મેહતાબ રોહિગ્યાઓને ભારતમાં વસાવવાનું રેકેટ ચલાવી રહ્યો હતો. જેની પોલીસે ધરપકડ કરી છે.

    મળતી માહિતી અનુસાર, સ્થાનિક ગુપ્તચર શાખા અને ઈન્ટેલિજન્સના સંયુક્ત ઓપરેશન દ્વારા એક એજન્ટના પકડવામાં આવ્યો છે. જે મોટી રકમ લઈને રોહિગ્યાઓને ભારતમાં સરહદ પાર કરવાનીને વસાવવાનું કામ કરતો હતો. આ એજન્ટ મોહમ્મદ મેહતાબ પોતે બાંગ્લાદેશી નાગરિક છે, તે પણ ગેરકાનુની રીતે ભારતમાં આવ્યો હતો. હાલમાં આ એજન્ટને પોલીસે પોતાની કસ્ટડીમાં લીધો છે.

    મથુરા એસએસપી શૈલેષ પાંડેને છેલ્લા ઘણા સમયથી રોહિગ્યાઓને ભારતમાં વસાવવા બાબતે માહિતી મળતી હતી. આર્મી ઈન્ટેલિજન્સ અને લોકલ ઈન્ટેલિજન્સ યુનિટને માહિતી મળી હતી કે, બાંગ્લાદેશના પરિયારડાંગ કોમર્શિયલ એરિયા ખાનજહાં અલી ખુલનાના રહેવાસી મોહમ્મદ કમરુલ પોતાના વિઝા પુરા થઇ ગયા હોવા છતાં મથુરા આવી રહ્યા છે. તેવી માહિતી મળતાની સાથે જ ગુપ્તચર એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી. સુરક્ષા એજન્સીઓએ શહેરના કોતવાલી વિસ્તારમાં કેઆર ઈન્ટર કોલેજ નજીકથી કમરૂલની ધરપકડ કરી હતી.

    - Advertisement -

    કમરૂલની ધરપકડ કર્યા બાદ એજન્સીઓ તેને શહેર પોલીસ સ્ટેશન લાવી હતી. અહીં પોલીસે જ્યારે તેની કસ્ટડીમાં પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે, નદીની નજીક સરહદ પર તેમણે એક ગુપ્ત રસ્તો બનાવ્યો છે. આ જ માર્ગ દ્વારા તેઓ ભારતમાં ઘૂસણખોરી કરાવે છે. આ એજન્ટ રોહિગ્યાઓને ભારતમાં ઘૂસણખોરી કરવા માટે પ્રતિ વ્યક્તિ 40 હજાર રૂપિયા વસૂલતો હતો. અહીં લાવવામાં આવેલી ઘૂસણખોરી કરનાર વ્યક્તિને કચરો વીણવાનું કામ કરાવવામાં આવે છે. આ કામ કરવામાં મજુરી પણ ઓછી આપવામાં આવતી હતી. 

    કડક પૂછપરછ કરતા કમરૂલે પોલીસને જણાવ્યું કે તે 2010માં પાસપોર્ટ અને વિઝા લઈને પહેલીવાર ભારત આવ્યો હતો. ત્યારબાદ, ઈ.સ. 2011માં તેણે પ્રથમ વખત ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરાવી હતી. તેણે કબુલ કર્યું હતું કે તેણે અત્યાર સુધીમાં 12 વર્ષના સમયગાળામાં 20થી વધુ લોકોને ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુષણખોરી કરાવી ચુક્યો છે.  કામરૂલ પાસે પાસપોર્ટ હોવા છતાં તે ક્યારેક વિઝા બનાવીને તો ઘણીવાર ગેરકાયદેસર રીતે ભારત આવતો રહે છે.

    કામરુલની ધરપકડ કર્યા બાદ પોલીસે તેની પાસેથી 910 રૂપિયા રોકડા, એક એન્ડ્રોઈડ મોબાઈલ, એક બાંગ્લાદેશી અને એક ભારતીય સિમ જપ્ત કર્યો હતો. પોલીસ હવે તેની પાસેથી માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે કે તેણે જે લોકોને ભારતમાં ઘૂસણખોરી કરાવી હતી તે લોકો હાલમાં ક્યાં છે?  પોલીસે કામરુલ વિરુદ્ધ ફોરેનર્સ એક્ટ, 1946ની કલમ 14 અને 14(1), 370, 371 હેઠળ કેસ નોંધ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં