Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટફિલ્મના પોસ્ટરમાં સેનેટરી પેડ પર ભગવાન શ્રીકૃષ્ણનું ચિત્ર બતાવાયું, ડાયરેક્ટર વિરુદ્ધ યુપીમાં...

    ફિલ્મના પોસ્ટરમાં સેનેટરી પેડ પર ભગવાન શ્રીકૃષ્ણનું ચિત્ર બતાવાયું, ડાયરેક્ટર વિરુદ્ધ યુપીમાં FIR: માફી માનવાનો ઇનકાર

    ડાયરેક્ટરે ફિલ્મનો વિરોધ કરનારાને 'ધર્મના ઠેકેદારો' ગણાવીને માફી માંગવાનો ઇનકાર કરી દીધો હતો.

    - Advertisement -

    ફિલ્મ ‘માસૂમ સવાલ’ના એક પોસ્ટરને લઈને વિવાદ સર્જાયો છે. ફિલ્મના પોસ્ટરમાં સેનેટરી પેડ પર ભગવાન શ્રીકૃષ્ણની તસ્વીર બતાવવામાં આવી છે. જે બાદ ગાઝિયાબાદમાં હિંદુ નવનિર્માણ સેના દ્વારા ફિલ્મના ડાયરેક્ટર અને અન્ય લોકો સામે પોલીસ મથકમાં FIR દાખલ કરાવી છે. 

    હિંદુ રાષ્ટ્ર નવનિર્માણ સેનાના સંસ્થાપક અમિત રાઠોડે ફરિયાદ નોંધાવતાં કહ્યું કે, ચાર ઓગસ્ટ જેવી તેમને આ વિવાદિત પોસ્ટર અંગે જાણ થઇ ત્યારથી તેઓ આઘાતમાં છે. દેશમાં હિંદુઓની આસ્થા સાથે ખિલવાડ થઇ રહી છે. આ ફિલ્મના નિર્માતાએ સુનિયોજિત ષડ્યંત્ર રચીને ભગવાન શ્રીકૃષ્ણની તસ્વીર સેનેટરી પેડ પર છાપીને હિંદુઓની આસ્થાને ઠેસ પહોંચાડી છે અને જેનો મકસદ દેશભરમાં સાંપ્રદાયિક તોફાનો ભડકાવવાનો છે. તેમણે એમ પણ કહ્યું કે, લોકો આમિર ખાન જેવા અભિનેતાઓની ફિલ્મોનો બહિષ્કાર એટલા માટે કરી રહ્યા છે કારણ કે તેમણે હંમેશા ફિલ્મો મારફતે હિંદુઓની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડી છે. 

    ફરિયાદના આધારે ગાઝિયાબાદના સાહિબાબાદના પોલીસ મથકે નક્ષત્ર 24 મીડિયા પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર, ફિલ્મ ડાયરેક્ટર અને ફિલ્મ સાથે જોડાયેલા અન્ય લોકો સામે આઇપીસી 295 હેઠળ કેસ FIR દાખલ કરવામાં આવી છે. આ મામલે પોલીસ મથકના ઇન્સ્પેક્ટર પ્રદીપ ત્રિપાઠીએ જણાવ્યું કે, આ કેસની તપાસ સબ ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવી છે. તેમજ કેસ મામલે નિવેદન નોંધાવવા માટે જલ્દીથી જ ફિલ્મ ડાયરેક્ટરને નોટીસ મોકલવામાં આવશે. 

    - Advertisement -

    બીજી તરફ, ફિલ્મ ડાયરેક્ટર સંતોષ ઉપાધ્યાયે આ વિવાદ અંગે વાતચીત કરતી વખતે માફી માંગવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું કે, હું માફી માંગીશ નહીં, ભલે મને તે માટે ફાંસી પર પણ કેમ ચડાવી દેવામાં નહીં આવે. તેમણે કહ્યું કે, તેમની 2 કલાક 25 મિનિટની ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે અને દાવો કર્યો કે તેમાં માસિક ધર્મ અશુભ ન હોવાનું સમજાવવામાં આવ્યું છે. 

    ફિલ્મનો વિરોધ કરનારાને ‘ધર્મના ઠેકેદાર’ ગણાવીને તેમણે કહ્યું કે, આ બાબતને કારણ વગર વિવાદિત બનાવવામાં આવી રહી છે. પોસ્ટરને ઝૂમ કરીને જોવામાં આવે તો કૃષ્ણ ભગવાન અભિનેત્રીના હાથમાં જોવા મળે છે. અહીં પોસ્ટરમાં પેડ પર કૃષ્ણજી દેખાઈ રહ્યા છે પરંતુ ફિલ્મમાં અમે માસિક ધર્મ દરમિયાન મૂર્તિ સ્પર્શને પરવાનગી આપી છે. 

    જણાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ માસિક ધર્મને લઈને રૂઢીવાદી વિચારો પર આધારિત છે. જેમાં અભિનેત્રી એક વકીલનું પાત્ર ભજવી રહી છે, જે એક છોકરીનો કેસ લડે છે. આ સોશિયલ ડ્રામા હિંદી ફિલ્મ છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં