Saturday, April 20, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટઅદલા બદલી વાળો પ્રેમ: બિહારમાં બે દંપત્તિ પોતપોતાનાં બાળકો સહીત થયાં એક્સચેન્જ,...

  અદલા બદલી વાળો પ્રેમ: બિહારમાં બે દંપત્તિ પોતપોતાનાં બાળકો સહીત થયાં એક્સચેન્જ, જાણો આ અજબ પ્રેમ કી ગજબ કહાની વિષે

  નીરજે આ બદલો લીધા બાદ સોશિયલ મડિયામાં લોકોને અભિનંદન આપી રહ્યા છે. તો સામે પક્ષે મુકેશે પણ કહ્યું છે કે તેને આ વાતનો કોઈ જ વાંધો નથી. કારણ કે અમે બન્ને સુખીથી જીવન જીવી રહ્યા છીએ.

  - Advertisement -

  ‘પ્રેમ આંધળો હોય છે.’ આ વાક્ય આપણે સાંભળતા હોઈએ છીએ, પરંતુ બિહારથી એક પ્રેમ કહાની આવી છે તેમાં બદલો છે અને પ્રેમ પણ છે. આ પ્રેમ કહાની દિવાળી પર આવતી એક્ષ્ચેન્જ ઓફર જેવી છે. જેમાં બાળકો સહિત પત્નીની અદલા બદલી કરવામાં આવી છે. આ કહાનીને લઈને સોશિયલ મીડિયામાં પણ ઘણી ચર્ચાઓ થઇ રહી છે. 

  મળતી માહિતી મુજબ, આ પ્રેમ કહાનીની શરૂઆત ઈ.સ. 2009માં થઈ હતી, જ્યારે હરદિયા ગામના રહેવાસી નીરજના લગ્ન પસરહા ગામની યુવતી સાથે થયા હતા. પરંતુ, યુવતીના ગામનો જ એક વ્યક્તિ નામે મુકેશ સાથે તે સંપર્કમાં હતી. મુકેશ અને નીરજની પત્ની વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો અને બન્ને ગત ૨૦૨૨માં ભાગી ગયા હતા. આ બાબતે નીરજે વિરોધ નોધાવીને પોલીસ કેસ પણ કર્યો હતો. પરંતુ, નીરજ સાથે ન્યાય થયો ન હતો. 

  નીરજે આ બાબતનો બદલો લેવાનું નક્કી કર્યું હતું, કારણ કે તેની પત્ની અન્ય કોઈ સાથે ભાગી ગઈ છે, તે વાત બધે ફેલાઈ ગઈ હતી. માટે નીરજે એક યોજના બનાવી. આ યોજના અનુસાર તેણે મુકેશની પત્નીનો સંપર્ક કર્યો. ધીરે ધીરે તેની નજીક ગયો. અંતે આ ચર્ચા પ્રેમમાં રૂપાંતર થઇ. બંનેએ લગ્ન કરી લેવાનું નક્કી કર્યું. 

  - Advertisement -

  મુકેશની પત્ની લગ્ન કરવા માટે તૈયાર થઇ ગયા બાદ બંને એક મંદિરમાં મળ્યા અને ત્યાં જ તેમને ગત 18 ફેબ્રુઆરીના રોજ લગ્ન કરી લીધા હતા. ત્યાર બાદ આ કહાની લોકો વચ્ચે વાયરલ થઇ હતી. હાલમાં સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. વાત ફક્ત લગ્ન પુરતી જ નથી, પરંતુ બાળકો સહિત પત્નીની અદલા બદલી થઇ છે. 

  નીરજ તાતા કંપનીમાં જોબ કરે છે, જયારે મુકેશ મજુરી કરવાનું કામ કરી રહ્યો છે. નીરજે આ બદલો લીધા બાદ સોશિયલ મડિયામાં લોકોને અભિનંદન આપી રહ્યા છે. તો સામે પક્ષે મુકેશે પણ કહ્યું છે કે તેને આ વાતનો કોઈ જ વાંધો નથી. કારણ કે અમે બન્ને સુખીથી જીવન જીવી રહ્યા છીએ. નીરજ પણ હાલમાં પોતે ખુશ છે તેવું કહી રહ્યો છે. આ આખા ડ્રામાનો અંત સુખદ રહ્યો છે. હાલમાં બન્ને દંપતી જોડાનું કહેવું છે કે અમે લોકો ખુશ છીએ. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં