Monday, April 29, 2024
More
    હોમપેજવગેરે...અનંત અંબાણીની કરોડોની લક્ઝુરિયસ ઘડિયાળ જોઈને માર્ક ઝકરબર્ગની આંખો ચાર: પત્ની પ્રિસલાએ...

    અનંત અંબાણીની કરોડોની લક્ઝુરિયસ ઘડિયાળ જોઈને માર્ક ઝકરબર્ગની આંખો ચાર: પત્ની પ્રિસલાએ કરી જિદ્, કહ્યું- મને પણ જોઈએ છે

    અનંત અંબાણીની ઘડિયાળની કિંમત અંદાજિત ₹14 કરોડ છે. ઑડેમાર્સ પિગટ રોયલ ઓક કંપનીની આ ઘડિયાળ હોવાનું કહેવાય રહ્યું છે. તેમાં રિવર્સિબલ કેસ, ઇન્ડિપેન્ડન્ટ ડાયલ અને 6 પેટંટેડ ઈનોવેશન જેવી ઘણી સુવિધાઓ છે.

    - Advertisement -

    ભારતના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન યોજાવા જઈ રહ્યા છે. તે પહેલાં અંબાણી પરિવારે જામનગરમાં પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં દેશ અને દુનિયાની મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. આ ત્રણ દિવસના પ્રી-વેડિંગ કાર્યક્રમનો છેલ્લો દિવસ રવિવારે (3 માર્ચ) હતો. આ દરમિયાન સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો હતો. જેમાં મેટાના CEO માર્ક ઝકરબર્ગ અનંત અંબાણીની ઘડિયાળ જોઈ રહ્યા છે. સાથે માર્કના પત્ની પ્રિસલા પણ છે. વિડીયોમાં જોવા મળે છે કે, માર્ક ઝકરબર્ગ અને તેમના પત્ની અનંત અંબાણીની લક્ઝુરિયસ ઘડિયાળ જોઈને અચંબિત રહી જાય છે.

    સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં અનંત અંબાણી, આકાશ અંબાણી અને ફેસબુક સહિત મેટાના માલિક માર્ક ઝકરબર્ગ તેમની પત્ની પ્રિસલા સાથે ઊભા જોવા મળે છે. માર્ક અને તેમના પત્ની અનંત અંબાણી સાથે વાતો કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ માર્કના પત્ની પ્રિસલાનું ધ્યાન અનંત અંબાણીએ પહેરેલી ઘડિયાળ પર ગયું અને તે જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ અનંતને ઘડિયાળ વિશે પૂછતાં પણ જોવા મળ્યા હતા. તે સમયે ઝકરબર્ગનું ધ્યાન પણ ઘડિયાળ પર જાય છે અને તેઓ પણ અચંબિત થઈ જાય છે.

    વાયરલ વિડીયોમાં ઝકરબર્ગના પત્ની પ્રિસલા અનંતને કહે છે કે, “વાહ, તમારી ઘડિયાળ અદભૂત છે. ખૂબ સરસ છે.” જે બાદ માર્ક કહે છે કે, “હા, આ મે તેને પહેલાં જ કહ્યું હતું.” જે બાદ પ્રિસલાએ ઝકરબર્ગ અને અનંતને કહ્યું કે, “તમને ખબર છે કે, હું ક્યારેય ઘડિયાળ લેવા નથી ઇચ્છતી, પણ મને આ ઘડિયાળ ખૂબ જ ગમી છે, મને આ ઘડિયાળ જોઈએ છે.”

    - Advertisement -

    લક્ઝુરિયસ ઘડિયાળની કિંમત છે ₹14 કરોડ

    અનંત અંબાણીએ પહેરેલી ઘડિયાળ વિશે ઝકરબર્ગ અને તેમના પત્નીએ માહિતી લીધી હતી. આ દરમિયાન તેઓ ખૂબ આશ્ચર્યમાં જોવા મળ્યા હતા. અનંત અંબાણીની તે ઘડિયાળની કિંમત અંદાજિત ₹14 કરોડ છે. ઑડેમાર્સ પિગટ રોયલ ઓક કંપનીની આ ઘડિયાળ હોવાનું કહેવાય રહ્યું છે. તેમાં રિવર્સિબલ કેસ, ઇન્ડિપેન્ડન્ટ ડાયલ અને 6 પેટંટેડ ઈનોવેશન જેવી ઘણી સુવિધાઓ છે. આ સ્પેશ્યલ એડિશન ઘડિયાળ કિંમતી હીરા અને નીલમણિથી જડેલી છે.

    નોંધનીય છે કે, મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીને ઘડિયાળોનો ખૂબ શોખ છે. વર્ષ 2023ના એપ્રિલ મહિનામાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ના પહેલાં દિવસે અનંત અંબાણીએ આવી જ એક મોંઘીદાટ ઘડિયાળ પહેરી હતી. તે સમયે પણ તેમની ઘડિયાળ વિશે સોશિયલ મીડિયામાં ચર્ચાઓ વહેતી થઈ હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં