Wednesday, May 15, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમણિપુર: મહિલાઓને નિર્વસ્ત્ર પરેડ કરાવનાર મુખ્ય આરોપી સામે જનાક્રોશ, ગુસ્સે ભરાયેલા ટોળાએ...

    મણિપુર: મહિલાઓને નિર્વસ્ત્ર પરેડ કરાવનાર મુખ્ય આરોપી સામે જનાક્રોશ, ગુસ્સે ભરાયેલા ટોળાએ ઘર ફૂંકી માર્યું

    હુઈરેમ હેરાદાસ મૈતેઈની ગુરૂવારે સવારે ધરપકડ કરી લેવામાં આવી હતી. તે મણિપુરના જ એક ગામમાંથી પકડાયો હતો.`

    - Advertisement -

    મણિપુરમાં 4 મે, 2023ના રોજ મહિલાઓને નિર્વસ્ત્ર કરી પરેડ કરાવવાની ઘટના બની હતી. આ ઘટનાનો વિડીયો બુધવારે (19 જુલાઈ,2023) વાયરલ થયો. આ કાંડના મુખ્ય આરોપીઓ પૈકીના એક હુઈરેમ હેરોદાસ મૈતેઈની પોલીસે ધરપકડ કરી છે. શુક્રવારે ગુસ્સે ભરાયેલા સ્થાનિકોએ આ આરોપીનું ઘર સળગાવી નાંખ્યું હતું. નોંધનીય છે કે આશરે 2 મહિનાથી કૂકી અને મૈતેઈ સમુદાય વચ્ચે ઘર્ષણના કારણે મણિપુર રાજ્ય તોફાનોનો સામનો કરી રહ્યું છે. જેમાં અત્યાર સુધી આશરે 160 લોકોનાં મૃત્યુ થયા છે. અન્ય આરોપીઓને પકડી પાડવા પોલીસ કાર્યવાહી કરી રહી છે.

    મળતી માહિતી અનુસાર, મણિપુરમાં બનેલી આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ ગુરૂવારે (20 જુલાઈ, 2023) પોલીસે ગણતરીના કલાકમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી હતી. જ્યારે સ્થાનિકોને તેની જાણકરી મળી તો તેઓ એકઠા થવા માંડ્યા હતા અને મોટી સંખ્યામાં ટોળું ભેગું થઇ ગયું, જેમાં મહિલાઓ પણ સામેલ હતી. ત્યારબાદ ભીડે ઘર તોડવાનું શરૂ કરી દીધું હતું અને ત્યારબાદ તેને આગ ચાંપી દીધી હતી. પોલીસે મોડી રાત્રે આરોપીનું ઘર સળગાવી દેવામાં આવ્યું હોવાની પુષ્ટિ કરી હતી.

    હુઈરેમ હેરાદાસ મૈતેઈની ગુરૂવારે સવારે ધરપકડ કરી લેવામાં આવી હતી. તે મણિપુરના જ એક ગામમાંથી પકડાયો હતો. વાયરલ વીડિયોમાં તે એક નિર્વસ્ત્ર મહિલાને હાથ પકડીને લઇ જતો જોવા મળે છે. ત્યારબાદ અન્ય ત્રણની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી.

    - Advertisement -

    મણિપુરમાં 2 મહિલાઓને નિર્વસ્ત્ર કરી પરેડ કરાવતી ઘટનાનો વિડીયો સામે આવ્યા બાદ પોલીસે તમામ આરોપીઓને પકડી પાડવા માટે અલગ-અલગ ટુકડીઓ પણ બનાવી છે. મણિપુર પોલીસ બુધવાર રાતથી જ ઠેર-ઠેર દરોડા પાડી રહી છે. પોલીસે જણાવ્યું કે, વહેલામાં વહેલી તકે તમામ આરોપીઓને પકડી લેવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા મુજબ આ ઘટનાનો માસ્ટરમાઈન્ડ તરીકે એક આરોપીની થોબલ જિલ્લામાંથી પકડી પાડયો છે. મહિલાઓને નિર્વસ્ત્ર કરી પરેડ કરાવવાની ઘટના જૂની હોવાથી કેટલાક લોકોનું એવું પણ માનવું છે કે, અમુક આરોપીઓ અન્ય રાજ્યમાં જઈ છુપાયા હોય શકે છે. આ ઘટનાના તમામ આરોપીઓને પકડી પાડવા પોલીસ પણ શોધખોળ કરી રહી છે.

    મણિપુર ઘટના અંગે વડાપ્રધાન મોદીએ આશ્વાસન આપ્યું હતું

    ગુરૂવારે (20 જુલાઈ, 2023) સંસદના ચોમાસુ સત્રના આરંભે વડાપ્રધાન મોદીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, “આજે જ્યારે હું તમારી વચ્ચે આવ્યો છું, લોકશાહીના આ મંદિર પાસે ઉભો છું, મારું હૃદય પીડા અને ગુસ્સાથી ભરાઈ ગયું છે. મણિપુરમાં જે ઘટના સામે આવી છે તે કોઈપણ સંસ્કારી સમાજ માટે શરમજનક ઘટના છે. હું દેશવાસીઓને ખાતરી આપું છું કે કોઈ પણ ગુનેગારને બક્ષવામાં નહીં આવે. કાયદો તેની તમામ શક્તિ સાથે એક પછી એક પગલાં લેશે. મણિપુરની દીકરીઓ સાથે જેણે આ અપમાનજનક કૃત્ય કર્યું છે તેને ક્યારેય માફ નહીં કરી શકાય. હું તમામ મુખ્યમંત્રીઓને વિનંતી કરું છું કે તેઓ તેમના રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત કરે. ખાસ કરીને માતાઓ અને બહેનોની સુરક્ષા માટે સખત પગલાં લે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં