Thursday, May 16, 2024
More
    હોમપેજદેશમણિપુર હિંસા મામલે CBIએ તપાસ શરૂ, હમણાં સુધી 6 FIR અને 10...

    મણિપુર હિંસા મામલે CBIએ તપાસ શરૂ, હમણાં સુધી 6 FIR અને 10 ધરપકડ: નગ્ન પરેડ મામલે પણ સાતમી FIR દાખલ થશે, કેન્દ્રએ સુપ્રીમમાં સોગંદનામુ દાખલ કર્યું

    કેન્દ્ર સરકારનું કહેવું છે કે, "આ કેસ અંગે ટ્રાયલ પણ ફાસ્ટટેકમાં ચલાવવામાં આવે. જેથી ચાર્જશીટ દાખલ થયાના 6 મહિનામાં યોગ્ય કાર્યવાહી થઇ શકે અને આરોપીઓ વહેલીતકે સજા થઇ શકે."

    - Advertisement -

    મણિપુરમાં આશરે અઢી મહિનાથી ચાલી રહેલ હિંસા બાબતે સુપ્રીમ કોર્ટ સહિત કેન્દ્ર સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અમિત શાહે મણિપુરના 2 મોટા જૂથ મૈતેઈ અને કુકી આ બંને સમુદાયોના પ્રમુખો સાથે સરળ વાતચીતના પ્રયાસો પણ કરી રહ્યા છે. કેન્દ્ર સરકારે 27 જુલાઈના રોજ મણિપુરમાં થયેલ જાતીય શોષણના કેસ બાબતે સુપ્રીમ કોર્ટ સમક્ષ સેન્ટ્રલ બૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ને કાર્યવાહી સોંપવા અંગે સોગંદનામું આપ્યું હતું. સોગંદનામામાં એ પણ ખાતરી આપવામાં આવી છે કે, કેન્દ્ર સરકાર મહિલાઓ સામેના કોઈપણ ગુનાઓ પ્રત્યે ઝીરો ટોલરેંસનો અભિગમ ધરાવે છે અને સર્વોચ્ચ અદાલતને મણિપુરની બહાર ટ્રાયલ ટ્રાન્સફર કરવા વિનંતી કરી છે.

    કેન્દ્ર સરકારે સોગંદનામામાં શું કહ્યું?

    સુપ્રીમ કોર્ટમાં જમા કરાવેલ સોગંદનામું મણિપુરમાં થયેલ હિંસા અને તેની CBI તપાસ સહિતના ઘણા મુદ્દાઓને આવરી લે છે. મણિપુર સરકારે 2 મહિલાઓનો વાયરલ વિડીયો શૂટિંગ કરનાર આરોપી સહીત 10 લોકોની ધરપકડ કરી છે. શંકાસ્પદ વ્યક્તિઓની પણ પૂછપરછ ચાલુ છે. અમુક શંકાસ્પદોની ઓળખ મળતા જ ધરપકડ કરવા અંગે નિશ્ચિત જવાબદારી સાથે સુરક્ષા બળ પણ ગોઠવ્યું છે. અમુક સ્થળો પર દરોડા પણ પાડવામાં આવ્યા છે.

    કેન્દ્ર સરકારે મણિપુર ઘટના મામલે SP કક્ષાના પોલીસ અધિકારીની ટીમને તેના ઉપરી અધિકારીની દેખરેખમાં કાર્યવાહી સોંપવામાં આવી છે. કોઈપણ રાજ્યની અશોભનીય અને હિંસાત્મક ઘટનાઓની તપાસ અંગેની કાર્યવાહી ટ્રાન્સફર કરવાના નિર્ણય અંગે સર્વોચ્ચ અદાલત તપાસનો આદેશ આપી શકતી હોવાથી આ સોગંદનામું પસાર કરવા આપને વિનંતી કરી છે.

    - Advertisement -

    કેન્દ્ર સરકારનું કહેવું છે કે, “આ કેસ અંગે ટ્રાયલ પણ ફાસ્ટટેકમાં ચલાવવામાં આવે. જેથી ચાર્જશીટ દાખલ થયાના 6 મહિનામાં યોગ્ય કાર્યવાહી થઇ શકે અને આરોપીઓ વહેલીતકે સજા થઇ શકે. કેન્દ્ર સરકાર કોઈપણ મહિલાનું સમ્માન પાછું અપાવવા અંગેની કાર્યવાહી એટલે કે ‘ઝીરો ટોલરેંસ’નો હેતુ રાખી કાર્યવાહી કરતી હોય છે. આવા કેસને ગંભીરતાથી લેવાની સાથે સાથે મહિલાઓને ન્યાય મળવો પણ જરૂરી છે.”

    વાયરલ વિડીયો અંગેની તપાસ પણ CBIને સોંપવામાં આવી

    રિપોર્ટસ અનુસાર, આશરે 4 મે, 2023ના રોજ કુલ 3 મહિલાઓને નગ્ન અવસ્થામાં પરેડ કરાવી સામુહિક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની હતી. જેમાંથી 2 મહિલાઓનો વિડીયો થોડા દિવસો બાદ વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થયા બાદ દેશભરમાં તેના પ્રત્યાઘાતો પડ્યા તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નિવેદન આપ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, “આ ઘટનાના કારણે મારું હૃદય પીડા અને ક્રોધથી ભરાઈ ગયું છે અને આ પ્રકારની ઘટનાઓ સાંખી લેવામાં નહીં આવે.” તેમણે ગુનેગારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની અને કોઈને ન બક્ષવાની ખાતરી આપી હતી.

    બીજી તરફ મણિપુર સીએમ એન બિરેન સિંઘે પણ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, વિડીયો વાયરલ થયા બાદ મણિપુર પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને સવારે એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, હાલ તપાસ ચાલી રહી છે અને તેઓ સુનિશ્ચિત કરશે કે ગુનેગારોને ફાંસી જેવી કડકમાં કડક સજા મળે. 

    મણિપુર હિંસા મામલે પોલીસે એક મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી. તેની ઓળખ 32 વર્ષીય હુઈરેમ હેરોદાસ મૈતેઈ તરીકે થઇ છે. તે પેચી આવાંગનો રહેવાસી છે. મણિપુર પોલીસે તેનો ફોટો પણ જારી કર્યો હતો. આ કેસમાં તેની સૌથી પહેલા ધરપકડ થઇ હતી. આરોપીના વતનમાં સ્થાનિકોને તેના પાપી પરાક્રમોની માહિતી મળતા રોષે ભરાઈને તેનું ઘર સળગાવી દીધું હતું.

    મણિપુરમાં છેલ્લા 2 મહિનાથી થઇ રહી છે હિંસા

    છેલ્લા કેટલાક સમયથી મણિપુરમાં ભારતીય સેના અને અર્ધ લશ્કરી દળ ‘આસામ રાઈફલ્સ’ દ્વારા સંવેદનશીલ ગણતા કાંગ્ચુંક, મોતબુંગ, સૈકુલ, પુખાઓ સહિતના વિસ્તારોમાં સતત તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ડુંગરાળ અને જંગલ જેવા દુર્ગમ વિસ્તારોમાં પણ સુરક્ષાદળોના જવાનો દ્વારા વિશેષ તકનીકની મદદથી ઓપરેશન પાર પાડવામાં આવી રહ્યાં છે. આ ઓપરેશન દરમિયાન જ મણિપુરમાં હિંસા ફેલાવનાર 33 આતંકવાદીઓને ભારતીય સેનાએ ફૂંકી માર્યા છે.

    હિંસાનું કારણ બહુમતી મેઇતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાનો નિર્ણય અને સરકારી જમીનનો સરવે છે. જે બાદ મણિપુરમાં બે જૂથો વચ્ચે ઘર્ષણ શરૂ થયું હતું. કુકી અને નાગા સમુદાયો મેઇતેઈને આદિવાસી દરજ્જો આપવાનો વિરોધ કરી રહ્યા છે. આઝાદી બાદથી કુકી અને નાગા સમુદાયોને આદિવાસીનો દરજ્જો મળ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં