Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપોર્ન સ્ટારને ચૂપ કરાવવા મામલે પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દોષિત જાહેર;...

    પોર્ન સ્ટારને ચૂપ કરાવવા મામલે પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દોષિત જાહેર; ન્યૂયોર્ક કોર્ટમાં ચાલશે ખટલો

    ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પર ચાલેલા આ કેસ અને તેના નિર્ણયને સંપૂર્ણપણે રાજકીય ગણાવ્યો હતો અને કહ્યું હતું કે આ ચુકાદાની અવળી અસર 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમનાં વિરોધી ડેમોક્રેટ્સ પર પડશે.

    - Advertisement -

    ફરીથી અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા માટે પ્રયાસો આદરી ચુકેલા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દોષિત જાહેર થયા છે. મેનહટ્ટન ગ્રાન્ડ જ્યુરીએ ટ્રમ્પને 2016માં પોર્ન સ્ટારને પોતાના ભૂતકાળના લફરાં સંતાડવા અને તેને ચૂપ કરાવવાના મામલે દોષિત જાહેર કર્યા છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પ પર ન્યૂયોર્કની અદાલતમાં ખટલો ચાલશે.

    ડોનાલ્ડ ટ્રમ્પ પર આરોપ હતો કે 2016માં તેમણે જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિપદ માટે ચૂંટણી લડી હતી ત્યારે તેમણે ભૂતકાળના લફરાં સંતાડવા માટે બે પોર્ન સ્ટારને ચૂપ રહેવા જણાવ્યું હતું અને આ માટે તેમણે આ બંનેને મોટી રકમ પણ ચૂકવી હતી. ટ્રમ્પ જે 2024નાં અંતમાં અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે ફરીથી મેદાનમાં છે તેમનાં માટે આ ચુકાદો એક મોટા ઝટકા સમાન બની રહેશે તેવી પુરેપુરી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

    મેનહટ્ટન ગ્રાન્ડ જ્યુરી સમક્ષ સરકારી વકીલોએ પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સ અને પ્લેબોય મેગેઝીનની ભૂતકાળની મોડલ કરન મેકડુગલને ચૂપ રહેવા માટે નાણા ચુકવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ દોષિત છે તે સાબિત કરવા નાણાની ચુકવણીની વિગતો આપી હતી. સરકારી વકીલોનો દાવો છે કે ટ્રમ્પને ડર હતો કે રાષ્ટ્રપતિપદની ચૂંટણી દરમ્યાન તેમનાં આ બંને સાથેનાં ભૂતકાળના લગ્નેતર સંબંધો જો બહાર આવી જશે તો તેમની ઉમેદવારી પર ખતરો છે.

    - Advertisement -

    અમેરિકાના રાજકારણના નિષ્ણાતો એવું માની રહ્યાં છે કે દેશનાં રાષ્ટ્રપતિ બનવા માટે ફરીથી દાવો રજુ કરી રહેલાં ટ્રમ્પ માટે આ ચુકાદો કસમયનો છે અને તેમની ઉમેદવારી પર તે અવળી અસર કરી શકે તેમ છે. જો ઐતિહાસિક તથ્યો પર નજર કરીએ તો જ્યારે ન્યૂયોર્કની કોર્ટમાં ટ્રમ્પ પર ખટલો ચાલશે ત્યારે તેઓ દેશનાં એવા પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ બની જશે તેમનાં પર ક્રિમીનલ કેસ ચાલ્યો હોય.

    ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પર ચાલેલા આ કેસ અને તેના નિર્ણયને સંપૂર્ણપણે રાજકીય ગણાવ્યો હતો અને કહ્યું હતું કે આ ચુકાદાની અવળી અસર 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમનાં વિરોધી ડેમોક્રેટ્સ પર પડશે. ટ્રમ્પના વકીલો સુઝેન નેશેલ્સ અને જોસેફ ટાકોપીનાએ એક લેખિત નિવેદનમાં જણાવ્યું હતું કે “તેમણે (ટ્રમ્પે) કોઈજ ગુનો કર્યો નથી. અમે કોર્ટમાં આ રાજકારણથી પ્રેરિત કેસનો હિંમતભેર મુકાબલો કરીશું.”

    ડોનાલ્ડ ટ્રમ્પ દોષિત જાહેર થતાં જ તેમને શરણાગતીની પ્રક્રિયા શરુ કરવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ તમામ પૂર્વ રાષ્ટ્રપતિઓને મળતી સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં લઈને આ પ્રક્રિયામાં વિલંબ થશે તેમ ટ્રમ્પના વકીલોએ જણાવ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં