Sunday, April 28, 2024
More
    હોમપેજફેક્ટ-ચેકસુરતમાં ઈસ્માઈલ લોકોને ખવડાવતો હતો ગૌમાંસ ભરેલા સમોસા!: માંગરોળના કોસાડીથી રિક્ષામાં ઝડપાયો...

    સુરતમાં ઈસ્માઈલ લોકોને ખવડાવતો હતો ગૌમાંસ ભરેલા સમોસા!: માંગરોળના કોસાડીથી રિક્ષામાં ઝડપાયો જથ્થો, આરોપી પહેલાથી હતો ગૌહત્યા માટે વોન્ટેડ

    ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ આરોપી ઈસ્માઈલ વિરુધ માંગરોળ પોલીસ મથકે અનેક ગુના નોધાયેલા છે જેમાં તે વોન્ટેડ હતો. આટલું જ નહીં, ઈસ્માઈલ અનેક વાર ગૌહત્યાના ગુનામાં સજા ભોગવી ચૂક્યો છે.

    - Advertisement -

    માંગરોળના કોસાડીથી ગૌમાંસ ભરેલા સમોસા ઝડપાયા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. માંગરોળ પોલીસે મોસાલી ચોકડી નજીકથી રીક્ષામાંથી સમોસાના જથ્થા સાથે ગૌહત્યાના વોન્ટેડ આરોપી ઈસ્માઈલ યુસુફને ઝડપી લીધો હતો. પોલીસને શંકા જતા ઝડપાયેલા સમોસા FSLમાં મોકલવામાં આવ્યાં હતા, બાદમાં આ સમોસામાં ગૌમાંસ હોવાનો રીપોર્ટ આવતા પોલીસે મુંબઈ પશુ સરક્ષણ અધિનિયમ 1954ની કલમ 5, 6, 8 તથા ગુજરાત પશુ રક્ષણ સુધારા અધિનિયમ 2017ની કલમ 6(ક),(ખ) મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

    ઉલ્લેખનીય છે કે સુરતનો ગ્રામ્ય વિસ્તાર ગૌહત્યા માટે કુખ્યાત બનતો જઈ રહ્યો છે, તેમાં ખાસ કરીને કીમ નદીના કાંઠે સહુથી વધુ ગૌહત્યા કરવામાં આવતી હોવાનું અહેવાલોમાં કહેવામાં આવ્યું છે. પોલીસ દ્વારા અનેક પશુઓને જીવિત બચાવાયા હોવા છતાં ગૌહત્યાના રીઢા ગુનેગારો જેલમાંથી છૂટતાની સાથે જ ગૌહત્યાનો ગોરખ ધંધો ફરી શરુ કરી દે છે. તેવામાં માંગરોળના ઈસ્માઈલ પાસે ગૌમાંસ ભરેલા સમોસા મળી આવવાના અહેવાલો સામે આવ્યાં બાદ લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.

    પોલીસને મળી હતી બાતમી

    મીડિયા રીપોર્ટ અનુસાર માંગરોળ પોલીસને બાતમી મળી હતી કે વોન્ટેડ આરોપી ઈસ્માઈલ યુસુફ પોતાની રીક્ષા GJ 05 AY 7074 લઈ મોસાલી ચોકડી નજીકથી પસાર થવાનો છે, અને પોલીસ મોસાલી ચોકડી પર વોચમાં હતી. તે સમયે બાતમી વાળી રીક્ષા આવતા પોલીસે તેને આંતરીને રીક્ષામાંથી ઈસ્માઈલ ને ઝડપી લીધો હતો.

    - Advertisement -

    પોલીસે રીક્ષા ચેક કરતા રીક્ષામાંથી ગોમાંસ ભરેલા સમોસા મળી આવ્યાં હતા. પોલીસે સમોસાનું એફ.એ.સેલ કરાવતા સમોસામાં ગોમાંસ હોવાના રીપોર્ટ આવ્યાં હતા.

    વોન્ટેડ ઈસ્માઈલની ધરપકડ બાદ તેના સાથી સુલેમાન અને સાયમન વસાવાને વોન્ટેડ જાહેર કરાયા

    ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ આરોપી ઈસ્માઈલ વિરુધ માંગરોળ પોલીસ મથકે અનેક ગુના નોધાયેલા છે જેમાં તે વોન્ટેડ હતો. આટલું જ નહીં, ઈસ્માઈલ અનેક વાર ગૌહત્યાના ગુનામાં સજા ભોગવી ચૂક્યો છે.

    માંગરોળ પોલીસે ઈસ્માઈલની ધરપકડ બાદ તેના સહયોગી સુલેમાન ઉર્ફે સલ્લુ અને સાયમન વસાવા નામના આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. હાલ પોલીસે ધારાધોરણ મુજબ ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. જયારે ઈસ્માઈલને કોર્ટમાં રજુ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં