Sunday, October 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઘરમાં બ્લૂટૂથ સ્પીકર પર ગીતો વગાડતો હતો પરિવાર, પરંતુ મહારાષ્ટ્ર પોલીસે...

    ઘરમાં બ્લૂટૂથ સ્પીકર પર ગીતો વગાડતો હતો પરિવાર, પરંતુ મહારાષ્ટ્ર પોલીસે અઝાન સમયે મસ્જિદ સામે લાઉડ સ્પીકર વગાડવાના આરોપમાં રેલ કર્મી પર કરી એફઆઇઆર

    આઝાન સમયે ઘરમાં બ્લ્યુટુથ સ્પિકરથી સંગીત વગાડવામાં આવતાં મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો હતો.

    - Advertisement -

    આજ કાલ ભારતીય રાજકારણમાં લાઉડસ્પીકર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, થોડા દિવસ પહેલા મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના પ્રમુખ અને મરાઠી નેતા રાજ ઠાકરે એ મસ્જિદ પર વાગતા લાઉડસ્પીકરનો મુદ્દો ઉઠાવ્યો હતો અને અલ્ટિમેટમ પણ આપ્યું છે કે લાઉડસ્પીકર ઉતારી દો નહીં તો મસ્જિદ સામે લાઉડ સ્પીકર દ્વારા હનુમાન ચાલીસા ગાવવામાં આવશે. આ મુદ્દો વધુ તેજ ત્યારે બન્યો જ્યારે અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેના ધારાસભ્ય પતિએ ઉદ્ધવ ઠાકરેના ઘર માંતોશ્રી આગળ હનુમાન ચાલીસા ગાવાનું એલાન કર્યું. જો કે બંને પતિ પત્ની પર કેસ કરીને 14 દિવસની ન્યાયિક જેલ કરાઇ છે.

    આ તમામ ઘટનાઓમા એક નવી કડી ઓરંગાબાદથી ઉમેરાઈ છે, કિશોર મલ્કુનાઇક નામના વ્યક્તિ પર અઝાન દરમિયાન મસ્જિદ સામે લાઉડ સ્પીકર વગાડવાના આરોપસર કેસ કરવામાં આવ્યો છે. મૂળ વાત એ રીતે હતી કે કિશોર મલ્કુનાઇક ઓરંગાબાદમાં આવેલી અમૃત સાઈ પ્લાઝા સોસાયટીમાં ચોથા મળે વર્ષોથી રહે છે. ગત 23 અપ્રેલના રોજ તેમની ધર્મપત્નીનો જન્મ દિવસ હોવાથી તેઓએ એક નાનકડી હાઉસ પાર્ટી નક્કી કરી હતી ઘરના ચાર સદસ્યો સાથે તેઓ આનંદ માટે નાનકડા બ્લૂટૂથ સ્પીકર પર ગીતો વગાડતા હતા. જો કે સાંજે 7:00 વાગ્યાના સમયે તેમની જ ઘરની સામે એક મસ્જિદ આવેલ હોય ત્યાં અઝાન પણ ચાલુ હતી.

    દિવ્ય મરાઠીના એક રિપોર્ટ મુજબ સોસાયટીના કેટલાક રહીશોને જન્મદિવસની ઉજવણીનો અવાજ પસંદના પડતાં તેઓ એ સતારા પોલીસના કંટ્રોલ રૂમમાં ફોન કરી ફરિયાદ કરી હતી, ફરિયાદી તરીકે શૈખ શફિક, શૈખ શબ્બીર, ઇમરાન ખાન અને મુદ્દિસર અન્સારી છે, ફરિયાદ થતાં જ ઈન્સ્પેકટર મલાલે અને તેમની ટીમ સોસાયટીમાં પહોચી ગઈ હતી. પોલીસ ટીમે તપાસ કરતાં કિશોર મલ્કુનાઇકના ઘરના બેડરૂમ માથી એક બ્લૂટૂથ સ્પીકર હાથ લાગ્યું હતું. થોડી વધુ તપાસમાં કિશોર મલ્કુનાઇકએ એ વાત સ્વીકારી હતી કે તેમણે અઝાન સમયે ગીતો વગાડ્યા હતા. તે વાતનો આધાર લઈને કિશોર મલ્કુનાઇક વિરુધ્ધ આઇપીસી કલમ 505 (B) અને (C) (જાણી જોઈને કોઈ વર્ગ ને ઉશ્કેરવાનો પ્રયત્ન કરવો) હેઠળ ગુનો નોધ્યો હતો. કિશોર મલ્કુનાઇકએ રેલ્વે પોલીસમાં સબ ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવે છે.

    - Advertisement -

    આખો મામલો હમણાં તપાસ હેઠળ છે, જો આમાં કિશોર મલ્કુનાઇક દોષી સાબિત થશે તો ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે. જો કે કિશોર મલ્કુનાઇકએ આ આરોપ પર કહ્યું હતું કે “અમે અહિયાં વર્ષોથી રહીએ છીયે, ઘણા મુસ્લિમો પણ અહિયાં રહે છે, અમે બધા અહિયાં શાંતિ થી અને ભાઈચારાથી રહીએ છીએ, પરંતુ હું મારા ઘરમાં સંગીત વગાડુ તે કોઈને ના ગમે આ બાબત સહન થાય તેવી નથી.”

    વધુમાં કિશોર મલ્કુનાઇકએ કહ્યું હતું કે “પોલીસે મારા પર મસ્જિદ સામે લાઉડ સ્પીકર વગાડવાનો કેસ નોધ્યો છે જ્યારે મે તે વગાડ્યું જ નથી.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં