Wednesday, May 1, 2024
More
    હોમપેજરાજકારણહવે મમતા બેનર્જીને ભારતીય ક્રિકેટ ટીમની 'ભગવા' જર્સી સામે વાંધો પડ્યો, મોદી...

    હવે મમતા બેનર્જીને ભારતીય ક્રિકેટ ટીમની ‘ભગવા’ જર્સી સામે વાંધો પડ્યો, મોદી સરકાર પર લગાવ્યા આરોપ, કહ્યું- તેઓ આખા દેશનું ભગવાકરણ કરી રહ્યા છે

    પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ આરોપ લગાવતા કહ્યું હતું કે, "ભાજપે માત્ર ક્રિકેટ ટીમની જર્સીમાં જ નહિ, પરંતુ મેટ્રો સ્ટેશનોની પેઇન્ટિંગમાં પણ ભગવો રંગ જોડી દીધો છે."

    - Advertisement -

    ભારતીય ક્રિકેટ ટીમનું શાનદાર પ્રદર્શન જોઈને દેશભરના લોકોને લાગી રહ્યું છે કે ભારત આ વખતે વર્લ્ડ કપ જીતશે. છેલ્લા ઘણા સમયથી ભારતીય ક્રિકેટ ટીમ તેના શાનદાર પ્રદર્શનથી દેશભરમાં ચર્ચામાં રહી છે. તેવામાં હવે ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પણ ચર્ચામાં આવી છે. ટીમની જર્સીનો રંગ તો વાદળી જ છે પરંતુ પ્રેક્ટિસ જર્સીનો રંગ બદલવામાં આવ્યો છે. હવે તે જર્સીનો રંગ ભગવા રંગનો કરવામાં આવ્યો છે. જેને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ભડકી ઊઠ્યાં હતાં. તેમણે કેન્દ્ર સરકાર પર ક્રિકેટનું ભગવાકરણ કરવાનો આરોપ લગાવ્યો.

    શુક્રવારે (17 નવેમ્બરે) મધ્ય કોલકત્તાના પોસ્તા બજારમાં જગદ્વાત્રી પૂજા દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ક્રિકેટ ટીમની જર્સીના રંગને લઈને ભડકી ઊઠ્યાં હતા. તેમણે ભાજપના નેતૃત્વવાળી મોદી સરકાર પર આરોપ લગાવ્યો કે તેઓ ભારતીય ક્રિકેટ ટીમ સહિત દેશભરની વિભિન્ન સંસ્થાઓનું ભગવાકરણ કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે એવું પણ કહ્યું હતું કે અમારા બાળકો પણ હવે ભગવા જર્સી પહેરીને અભ્યાસ માટે જઈ રહ્યા છે. તેમણે આ બધી બાબતોને અસ્વીકાર્ય ગણાવી હતી અને ભાજપ પર ભગવાકરણ કરવાનો આરોપ લગાવ્યો હતો.

    ભાજપે કર્યો પલટવાર

    પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ આરોપ લગાવતા કહ્યું હતું કે, “ભાજપે માત્ર ક્રિકેટ ટીમની જર્સીમાં જ નહિ, પરંતુ મેટ્રો સ્ટેશનોની પેઇન્ટિંગમાં પણ ભગવો રંગ જોડી દીધો છે.” આ બાબતને લઈને અસહમતી વ્યકત કરતાં તેમણે કહ્યું કે, “તેઓ સમગ્ર દેશને ભગવા રંગમાં રંગવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમને આપણા ભારતીય ખેલાડીઓ પર ગર્વ છે અને વિશ્વાસ છે કે તેઓ વર્લ્ડ કપમાં વિજેતા બનશે, પરંતુ તેઓ (ભાજપ) ત્યાં પણ ભગવો રંગ લઈને આવ્યા અને અમારા છોકરાઓ હવે ભગવા રંગની જર્સીમાં અભ્યાસ કરે છે. મેટ્રો સ્ટેશનોને ભગવા રંગમાં રંગી નાખ્યા છે તે અસ્વીકાર્ય છે.” તેમણે વધુમાં કહ્યું હતું કે, “‘રાષ્ટ્ર દેશના તમામ લોકોનું છે, કોઈ પાર્ટી કે તેની જનતાનું નથી.”

    - Advertisement -

    મમતા બેનર્જીના આ નિવેદનની સામે ભાજપ પણ મેદાને આવ્યું હતું. ભાજપે આવા નિવેદન બદલ તીખો પ્રહાર કર્યો હતો. ભાજપ નેતા રાહુલ સિંહાએ કહ્યું હતું કે, “થોડા દિવસો પછી તેઓ પ્રશ્ન કરી શકે છે કે આપણાં રાષ્ટ્રધ્વજમાં ભગવો રંગ કેમ છે. અમે આવા નિવેદનો પર પ્રતિક્રિયા આપવાનું પણ પસંદ નથી કરતા.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં