Thursday, December 5, 2024
More
    હોમપેજરાજકારણ'મને આમથી-આમ ધકેલી રહ્યા હતા, આ બીજી વાર થયું છે': કોંગ્રેસમાં નથી...

    ‘મને આમથી-આમ ધકેલી રહ્યા હતા, આ બીજી વાર થયું છે’: કોંગ્રેસમાં નથી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની વેલ્યુ? લીક થયો વિડીયો

    મલ્લિકાર્જુન ખડગે 1960ના દાયકાથી રાજકારણમાં છે, જ્યારે તેઓ ગુલબર્ગમાં વિદ્યાર્થી સંઘના નેતા બન્યા હતા. તેઓ 1969માં કોંગ્રેસમાં જોડાયા હતા અને કલબુર્ગીમાં તેમને પાર્ટીના શહેર પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. તેઓ 55 વર્ષથી કોંગ્રેસ પાર્ટીમાં કાર્યરત છે.

    - Advertisement -

    વર્ષ 2022ના ઓકટોબર મહિનામાં કર્ણાટકના દિગ્ગજ નેતા મલ્લિકાર્જુન ખડગેને કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તેમના પુત્ર પ્રિયંક કર્ણાટકમાં IT-BT (ઇલેક્ટ્રોનિક્સ ઇન્ફર્મેશન ટેકનોલોજી, બાયોટેકનોલોજી એન્ડ સાયન્સ એન્ડ ટેકનોલોજી), ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ જેવા મંત્રાલયો સંભાળી રહ્યા છે. આટલા મહત્વપૂર્ણ અને સીનીયર નેતા હોવા છતાં ખડગેને કોંગ્રેસ પાર્ટીમાં યોગ્ય સન્માન નથી મળી રહ્યું. તેવામાં હવે મલ્લિકાર્જુન ખડગેનો એક વિડીયો લીક થયો છે. આ બાબત સ્પષ્ટપણે દર્શાવે છે કે ગાંધી પરિવાર જ પક્ષમાં સર્વેસર્વાં છે, તેમના સલાહકારોને બાદ કરતાં અન્ય તમામ નેતાઓ પણ આ જ હરોળમાં આવે છે.

    ભાજપે આરોપ લગાવ્યો છે કે મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસમાં યોગ્ય સન્માન ન મળવાને કારણે દુઃખી છે. હકીકતમાં, મલ્લિકાર્જુન ખડગેનો જે વિડીયો લીક થયો છે તેમાં તેઓ કહેતા જોવા મળે છે કે, “તમે લોકો પહેલાથી જ વ્યવસ્થા કરી રાખજો. ત્યાં હજારો લોકોની ભીડ હતી, 400-500 લોકો ધક્કામુક્કી કરતા હતા. કોઈ જ શિસ્ત નથી. તેઓ મને અહીંથી ત્યાં ધકેલી રહ્યા હતા. મોટી-મોટી વાતો જ કરે છે ખાલી કે – આ કરો, તે કરો. આવું બીજી વખત થઈ રહ્યું છે.” વિડીયોમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ કોઇ કાર્યક્રમને લઇને રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે.

    ખૂબ સીનીયર નેતા છે મલ્લિકાર્જુન ખડગે

    મલ્લિકાર્જુન ખડગે 1960ના દાયકાથી રાજકારણમાં છે, જ્યારે તેઓ ગુલબર્ગમાં વિદ્યાર્થી સંઘના નેતા બન્યા હતા. તેઓ 1969માં કોંગ્રેસમાં જોડાયા હતા અને કલબુર્ગીમાં તેમને પાર્ટીના શહેર પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. તેઓ 55 વર્ષથી કોંગ્રેસ પાર્ટીમાં કાર્યરત છે. હાલ તેઓ રાજ્યસભામાં વિપક્ષના નેતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રથમ કાર્યકાળ દરમિયાન તેઓ લોકસભામાં વિપક્ષના નેતા હતા. મલ્લિકાર્જુન ખડગે ગુરમિટકલથી 9 વાર ધારાસભ્ય અને ગુલબર્ગથી બે વાર સાંસદ રહી ચૂક્યા છે.

    - Advertisement -

    2019ની લોકસભા ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. એવું માનવામાં આવે છે કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ તેમને પાર્ટી અધ્યક્ષની ખુરશી પર બેસાડ્યા છે, કારણ કે કોંગ્રેસ પર વંશવાદનો આરોપ લગાવવામાં આવી રહ્યો હતો. મલ્લિકાર્જુન ખડગેની દલિત ઓળખનો ફાયદો ઉઠાવવાનો પણ ભરપૂર પ્રયત્ન કરવામાં આવ્યો. પરંતુ, તેઓ અવારનવાર નારાજ અવસ્થામાં જોવા મળે છે. મલ્લિકાર્જુન ખડગેનો વિડીયો લીક થયા બાદ લોકો પૂછી રહ્યા છે કે શું વાસ્તવમાં તેઓ એક રબર સ્ટેમ્પ અધ્યક્ષ છે, જેમ મનમોહન સિંઘ એક રબર સ્ટેમ્પ વડાપ્રધાન હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં