Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનાના ગુપ્તાંગો અને મહિલાઓના સુન્નત બાબતે ચર્ચા કરશે પાંચ દેશોના મુસ્લિમ, મલેશિયામાં...

    નાના ગુપ્તાંગો અને મહિલાઓના સુન્નત બાબતે ચર્ચા કરશે પાંચ દેશોના મુસ્લિમ, મલેશિયામાં થશે બેઠક

    થોડા દિવસ પહેલા કેરલ હાઈકોર્ટે સુન્નત બાબતે બાળકો થતી પીડાઓ બાબતે ટીપ્પણી કરીને પ્રતિબંધ મુકવા બાબતે ચર્ચા કરી હતી. 

    - Advertisement -

    મલેશિયામાં અંતરાષ્ટ્રીય સુન્નત પરિષદનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ આયોજન આવનારી 25 અને 26 ફેબ્રુઆરીના રોજ થવા જઈ રહ્યું છે. આ પરિષદમાં નાના બાળકો અને બાળકીઓના કરવામાં આવી રહેલા સુન્નત વિશે ચર્ચા કરવામાં આવશે. આ આયોજનમાં પાંચ દેશો ભાગ લેશે, જેમાં મ્યાનમાર, મલેશિયા, જાપાન, કેનેડા અને ઇન્ડોનેશિયા સામેલ છે.

    આ આખું આયોજન મલેશિયાના પુત્રાજય નામના શહેરમાં આવેલ એક ભવ્ય હોટેલમાં થવા જઈ રહ્યું છે. જેમાં સુન્નત બાબતે વિસ્તારથી ચર્ચા કરવામાં આવશે.

    આયોજનને લઈને બનેલી એક વેબસાઈટ અનુસાર, આ પરિષદનો મુખ્ય આશય ખનતા પર ચર્ચા કરવાનો છે. આ કાર્યક્રમમાં મહિલાઓનું ખતનું કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવશે. આ મુદ્દે ચર્ચા માટે ડોક્ટર હફાતીન ફૈરોસ બિંતી તમાદૂન મલેશિયામાં મહિલાઓના સુન્નત અંગે ચર્ચા કરશે.

    - Advertisement -

    તમને જણાવી દઈએ કે પુરૂષોની સુન્નતની સરખામણીમાં મહિલાઓની સુન્નત ખૂબ જ ક્રૂર માનવામાં આવે છે. આમાં, યોનિના આગળના ભાગની ત્વચાને કાપીને દૂર કરવામાં આવે છે, જેથી મુસ્લિમ મહિલાઓને યૌન આનંદનો અનુભવ ન થાય. ભારતમાં બોહરા સમુદાય સહિત ઇસ્લામિક દેશોમાં આજે પણ આ પ્રથા ચાલુ છે, જેના માટે વિશ્વભરમાં તેની ટીકા થતી રહે છે.

    સુન્નતને કારણે મુસ્લિમ મહિલાઓને જીવનભર ભયંકર અને પીડાદાયક બની જતું હોય છે.  ભારતની સર્વોચ્ચ અદાલતે આ વિશે કહ્યું હતું કે, “ગુપ્ત અંગો કાપવા એ મહિલાઓની ગરિમા અને સન્માનની વિરુદ્ધ છે.” તમને જણાવી દઈએ કે ભારત સહિત ઘણા દેશોમાં મહિલાઓની સુન્નત પર પ્રતિબંધ છે.

    આ પરિષદમાં એક અન્ય ચર્ચા એ પણ કરવામાં આવશે કે જે બાળકોના શિશ્ન નાના છે અથવા નથી દેખાતા, તેવા શિશ્નની સુન્નત કેવી રીતે કરવી. આ બાબતે આ પાંચ દેશના મુસ્લિમ જાણકારો વિસ્તારથી ચર્ચા કરશે. જેમાં આ રીતના શિશ્નઓને કેવી રીતે વધુ ઉભાર લાવી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવશે. 

    સોશિયલ મીડિયામાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. તમને જણાવી દઈએ કે મુસ્લિમ સમાજમાં બાળકના જન્મ બાદ સુન્નત કરવાનો રીવાજ છે.  જો કે હાલમાં થોડા દિવસ પહેલા કેરલ હાઈકોર્ટે સુન્નત બાબતે બાળકો થતી પીડાઓ બાબતે ટીપ્પણી કરીને પ્રતિબંધ મુકવા બાબતે ચર્ચા કરી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં