Monday, November 4, 2024
More
    હોમપેજરાજકારણ'AAPની જીતવાની શક્યતા જ નથી, ચૈતર ક્યાંય ખોવાઈ જશે ખબર પણ નહીં...

    ‘AAPની જીતવાની શક્યતા જ નથી, ચૈતર ક્યાંય ખોવાઈ જશે ખબર પણ નહીં પડે’: ભાજપમાં જોડાયા બાદ મહેશ વસાવાની પ્રથમ પ્રતિક્રિયા, 1200 વિપક્ષી કાર્યકર્તાઓએ ધારણ કર્યો કેસરિયો

    મહેશ વસાવાએ કહ્યું કે, "AAPની જીતવાની શક્યતા જ નથી. ચૈતર ત્યાં જીતવાનો જ નથી. તે ક્યાંય ખોવાઈ જશે તે ખબર પણ નહીં પડે. અમે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છીએ, કારણ કે, અમે શિક્ષણ, આરોગ્ય, વિકાસ અને સિંચાઈના પ્રશ્નોને આગળ લઈ જવા માંગીએ છીએ."

    - Advertisement -

    BPTના નેતા અને છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા પોતાના 800 જેટલા સમર્થકો સાથે આખરે ભાજપમાં જોડાઈ ગયા છે. આ ઉપરાંત અમદાવાદ, વડોદરા અને ભરૂચના અનેક કોંગ્રેસી કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાઈ ગયા છે. 11 માર્ચે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની અધ્યક્ષતામાં કમલમ ખાતે ભરતી મેળો યોજાયો હતો. જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના લગભગ 1200થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. આ સાથે મહેશ વસાવાની પ્રથમ પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે ભરૂચ સીટ પર AAPના ઉમેદવાર ચૈતર વસાવા પર પ્રહાર કર્યા હતા.

    ભાજપમાં જોડાયા બાદ મહેશ વસાવાની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે વિવાદિત નેતા ચૈતર વસાવા પર પ્રહાર કર્યા છે. મીડિયા સાથે વાત કરતી વખતે તેમણે ભાજપમાં સામેલ થવાનું કારણ પણ જણાવ્યું છે. તેમણે કહ્યું કે, “દેશમાં અત્યારે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ખૂબ સારા કામ કરી રહ્યા છે. દેશમાં રોજગારી, શિક્ષણ, આરોગ્ય જેવા તમામ ક્ષેત્રોમાં કામ થઈ રહ્યા છે. પહેલાં મહિલાઓ શૌચાલય માટે બહાર જતી હતી અને બળાત્કારના ગુના પણ બનતા હતા, હવે તે શક્ય રહ્યું નથી.”

    આ સાથે તેમણે વડાપ્રધાન મોદીની યોજનાઓ અને વિકાસલક્ષી દીર્ઘદ્રષ્ટિની પ્રશંસા કરી હતી. આરોગ્ય, શિક્ષણ અને સરકારી યોજના તથા ગુજરાત અને દેશના વિકાસને જોઈને તેઓ ભાજપમાં જોડાયા હોવાનું તેમણે કહ્યું છે. સાથે તેમણે કહ્યું કે, તેઓ ભાજપ સાથે રહેશે અને તેમને નક્કી કરેલ લીડથી વિજયી બનાવવા માટે પ્રયત્ન કરશે.

    - Advertisement -

    ચૈતર વસાવા પર સાધ્યું નિશાન

    મહેશ વસાવાએ વાતચીત દરમિયાન ચૈતર વસાવા અને કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, “ભરૂચ લોકસભા સીટ પર કોંગ્રેસ પણ એવી ઈચ્છા નથી રાખતી કે, ત્યાં આમ આદમી પાર્ટી જીતે. તમે જોઈ જ રહ્યા છો કે, ભરૂચમાંથી નીકળેલી ન્યાય યાત્રામાં ફૈઝલ પટેલ અને મુમતાઝ નથી જોડાયા. તેનો અર્થ હવે તમે જ જોઈ લો. કોંગ્રેસના મત ચૈતરને કે આમ આદમી પાર્ટીને નથી મળવાના.”

    તેમણે વધુમાં કહ્યું કે, “AAPની જીતવાની શક્યતા જ નથી. ચૈતર ત્યાં જીતવાનો જ નથી. તે ક્યાંય ખોવાઈ જશે તે ખબર પણ નહીં પડે. અમે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છીએ, કારણ કે, અમે શિક્ષણ, આરોગ્ય, વિકાસ અને સિંચાઈના પ્રશ્નોને આગળ લઈ જવા માંગીએ છીએ. એટલા માટે અમે ભાજપ સાથે જોડાયા છીએ.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં