Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટMS Dhoni ને પણ બોલિવૂડ પર વિશ્વાસ નથી, સાઉથના સ્ટાર્સ સાથે બનાવશે...

    MS Dhoni ને પણ બોલિવૂડ પર વિશ્વાસ નથી, સાઉથના સ્ટાર્સ સાથે બનાવશે ફિલ્મઃ માહીએ પ્રોડક્શન કંપની ખોલી, થાલાપતી વિજય અને મહેશ બાબુને સાથે લાવશે

    પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની હવે ફિલ્મ નિર્માણમાં પોતાનું ભાગ્ય અજમાવવાના છે, પરંતુ અટકળોથી વિપરીત ધોનીએ બોલીવુડ નહીં પરંતુ દક્ષીણ ભારતીય ફિલ્મોને નિર્માણ કરવાનો નિર્ણય લીધો છે.

    - Advertisement -

    ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટ સિવાય પણ અનેક ક્ષેત્રોમાં હાથ અજમાવવા માટે જાણીતા છે. મહેન્દ્રસિંહ ધોની સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજો સાથે ફિલ્મ બનાવશે અને પોતાની પ્રોડક્શન કંપની બનાવીને નવી ઈનિંગની શરૂઆત કરવા જઈ રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે બોલિવૂડની ડૂબતી નૈયાને પણ ધોનીનો સાથ ન મળ્યો અને ભારતીય ક્રિકેટ જગતમાં કેપ્ટન કુલ તરીકે જાણીતા મહેન્દ્રસિંહ ધોની સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે અગામી સમયમાં મોટા પ્રોજેક્ટ લાવશે.

    ભારતીય બાયોપિક ‘એમએસ ધોની – ધ અનટોલ્ડ સ્ટોરી’ (2016) હિન્દીમાં આઈપીએલ ટીમ સીએસકેના કેપ્ટન (એમએસ ધોની ફિલ્મ પ્રોડ્યુસ કરવા માટે) પર બનાવવામાં આવી છે, તેમ છતાં ધોનીએ સાઉથ ઈન્ડસ્ટ્રીથી તેની ફિલ્મ કારકિર્દી શરૂ કરવાનું યોગ્ય માન્યું. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડીને પણ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં વિશ્વાસ નથી. ફિલ્મ એમએસ ધોનીમાં ધોનીની ભૂમિકા સુશાંત સિંહ રાજપૂતે ભજવી હતી, જેની કથિત આત્મહત્યા બાદ બોલિવૂડના ખરાબ દિવસો શરૂ થયા હતા.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધોની તેના પહેલા પ્રોજેક્ટમાં સાઉથના સુપરસ્ટાર થાલાપતિ વિજય અને મહેશ બાબુને લેવાનું વિચારી રહ્યો છે. આ ઉપરાંત મલયાલમ ઈન્ડસ્ટ્રીમાંથી પૃથ્વીરાજ સુકુમારન અને કન્નડ ઈન્ડસ્ટ્રીમાંથી કિચા સુદીપને પણ પ્રોજેક્ટમાં સામેલ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે.

    - Advertisement -

    CSK સૂત્રોના જણાવ્યા અનુસાર , ધોની તેની ‘થલપથી 70’માં વિજયની સાથે જોવા મળી શકે છે. જોકે ધીનીનો લકી નંબર પણ 7 જ છે. મળતા અહેવાલો અનુસાર 41 વર્ષીય ક્રિકેટર આ ફિલ્મમાં કેમિયો કરતો જોવા મળશે. ધોનીના ફેન્સ માટે આ કોઈ ગિફ્ટથી ઓછું નહીં હોય. ટૂંક જ સમયમાં આ અંગે સત્તાવાર જાહેરાત થવાની આશા છે.

    થોડા દિવસો પહેલા એવા સમાચાર પણ આવ્યા હતા કે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી નયનતારા પણ કેપ્ટન કૂલની ડેબ્યૂ ફિલ્મનો ભાગ હશે, પરંતુ હજુ સુધી આ અંગે કોઈ નક્કર માહિતી સામે આવી નથી.

    ધોનીનું પોતાનું પ્રોડક્શન હાઉસ (MS Dhoni Entertainment) છે અને ચેન્નાઈમાં તેની નવી ઓફિસ નિર્માણાધીન હોવાનું કહેવાય છે. ધોનીની પત્ની સાક્ષી પણ તેની સાથે આ કંપનીનું સંચાલન કરે છે. ધોનીએ અત્યાર સુધી કૃષિ, મરઘાં પાલન, બ્રૂઅરીઝ, કપડાં અને જીમ જેવા ક્ષેત્રોમાં પોતાનો હાથ અજમાવ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં