Wednesday, April 17, 2024
More
  હોમપેજદેશબજરંગ દળ કાર્યકર્તાના ઘર પર ઇસ્લામી ટોળાંએ કર્યો હતો હુમલો, પડખે આવ્યાં...

  બજરંગ દળ કાર્યકર્તાના ઘર પર ઇસ્લામી ટોળાંએ કર્યો હતો હુમલો, પડખે આવ્યાં હિંદુ સંગઠનો તો તોફાનીઓએ હાથ જોડીને માંગવી પડી માફી: મહારાષ્ટ્રના મંચરનો મામલો 

  પીડિત હિંદુ યુવકની માતાએ નોંધાવેલી ફરિયાદના આધારે FIR દાખલ કરવા માટે પોલીસ તંત્રે શરૂઆતમાં આનાકાની કરી હતી પરંતુ પછીથી બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓ એકઠા થઈને પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં કલાકોની ચર્ચા બાદ પોલીસે સ્વીકાર્યું કે મુસ્લિમ ટોળાંની ભૂલ હતી અને ત્યારબાદ કાર્યવાહીનો ડર લાગતાં ગુંડાઓએ શરણાગતિ વહોરી લીધી.

  - Advertisement -

  29 સપ્ટેમ્બર, 2023ના રોજ મહારાષ્ટ્રના મંચરમાં બજરંગ દળના સ્થાનિક કાર્યકર્તા સૂરજ ચક્રધર ધરમના ઘર પર થયેલા હુમલા મામલે મુસ્લિમ ગુંડાઓ સામે ફરિયાદ નોંધાવવા માટે 3 ઓક્ટોબર, 2023ના રોજ મોટી સંખ્યામાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ મંચર પોલીસ મથકે પહોંચ્યા હતા. મંચરમાં 28 સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન દરમિયાન હિંદુ-મુસ્લિમ જૂથો વચ્ચે નાનકડી બબાલ થયા બાદ આ હુમલો થયો હતો. આગલા દિવસે બંને પક્ષે સમાધાન થઈ ગયું હોવા છતાં બીજા દિવસે મુસ્લિમ ગુંડાઓએ બજરંગ દળ કાર્યકર્તાના ઘરે હુમલો કરી દીધો હતો. 

  કેસમાં પીડિત હિંદુ યુવકની માતાએ નોંધાવેલી ફરિયાદના આધારે FIR દાખલ કરવા માટે પોલીસ તંત્રે શરૂઆતમાં આનાકાની કરી હતી પરંતુ પછીથી બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓ એકઠા થઈને પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં કલાકોની ચર્ચા બાદ પોલીસે સ્વીકાર્યું કે મુસ્લિમ ટોળાંની ભૂલ હતી અને ત્યારબાદ કાર્યવાહીનો ડર લાગતાં ગુંડાઓએ શરણાગતિ વહોરી લીધી અને સૂરજ, તેમનાં માતા અને પરિજનો સામે બિનશરતી માફી માંગી લીધી હતી. તેમણે લેખિતમાં પણ માફી લખી આપી હતી અને કહ્યું હતું કે ભવિષ્યમાં તેઓ કોઇ પણ પ્રકારે હિંદુ યુવકોને નુકસાન પહોંચાડશે નહીં. 

  હિંદુ સંગઠનોના સ્થાનિક નેતાઓ આવ્યા મદદે

  હુમલો કરનારાઓ સામે ફરિયાદ નોંધાવવા માટે જે હિંદુ કાર્યકર્તાઓ પહોંચ્યા હતા તેમાં સંતોષ ખામકર (પુણે વીએચપી પ્રમુખ) ગણેશ રાઉત (કમ્યુનિકેશન હેડ- VHP પુણે), અક્ષય જગદાલે (મંચર બ્લૉક બજરંગ દળ પ્રમુખ), ચિન્મય મહાજન (મંચર શહેર બજરંગ દળ પ્રમુખ) વગેરે નેતાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વરિષ્ઠ કાર્યકર્તાઓ ચેતન થોરાટ, મહેશ થોરાટ સહિત સેંકડોની સંખ્યામાં હિંદુ યુવકો પણ પહોંચ્યા હતા. 

  - Advertisement -

  સૂરજની માતાએ ફરિયાદમાં જે આરોપીઓનાં નામ લીધાં હતાં, તેમાં- રિયાઝ હમદાર, ઈશ્રાર શહબાઝ ખાન પઠાણ, આઝમ મોમિન, કય્યુમ પઠન. મિરાન ઇનામદાર, આકિબ રહેમાન અત્તર, અમન રહેમાન અત્તર, મોહમ્મદ સરતાજ અલી જમાદાર, તબરેઝ મુખ્તાર કુરેશી, દાનિશ સિરાજ મોમિન, તૌકીર મોહમ્મદ માટીન જમાદાર, અદનાન મુહમ્મદ, જાવેદ શેખ, મોહમ્મદ સાબિર રિઝવાન અલી સૈયદ, ઈરફાન તહજાન મંડલ, અઝર સિરાજ મોમિન, અતીક વસીમ ઈમાનદાર, ઉઝેફ વસીમ ઈમાનદાર, આસિફ ખાન, ઝિયા અહમદ ઈમ્તિયાઝ જમાદાર, રેહાન રિઝવાન ઇનામદાર, શાહબાઝ અલી ઇનામદાર, સકલેન સરફરાઝ ઇનામદાર અને મોહમ્મદ ફઝલ શેખનો સમાવેશ થાય છે. 

  શરૂઆતમાં પોલીસે નહતો નોંધ્યો કેસ

  શરૂઆતમાં 2 ઓક્ટોબરના રોજ મંચર પોલીસ મથકે ફરજ બજાવતા API બળવંત માંડગેએ આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો ન હતો અને ગણેશ વિસર્જનના દિવસે થયેલી બબાલનો ઉકેલ ત્યાં જ આવી ગયો હોવાનું કહીને સૂરજની માતાની ફરિયાદ ધ્યાને લીધી ન હતી. ઑપઇન્ડિયાએ જ્યારે FIR શા માટે નહતી નોંધવામાં આવી તે જાણવા માટે પોલીસ મથકનો સંપર્ક કર્યો તો એક પોલીસ કર્મચારીએ જણાવ્યું હતું કે આ બાબતે અધિકારી જ જવાબ આપી શકશે. ઑપઇન્ડિયાએ અધિકારીનો પણ સંપર્ક કર્યો પરંતુ તેઓ એક બેઠકમાં હોવાના કારણે વધુ વિગતો આપી શક્યા ન હતા. ફરિયાદ ન લેતાં બીજા દિવસે 3 ઓક્ટોબરના રોજ હિંદુ કાર્યકર્તાઓ સૂરજ સાથે પોલીસ મથકે પહોંચ્યા હતા. 

  હિંદુ કાર્યકર્તાઓ પોલીસ મથકે પહોંચ્યા ત્યારે બીજી તરફ ઘણા મુસિમ નેતાઓને પણ બોલાવવામાં આવ્યા હતા, જેના કારણે પોલીસ સ્ટેશને ટોળું એકઠું થઈ ગયું હતું. બંને પક્ષોને સાંભળ્યા બાદ પોલીસે કહ્યું કે તેઓ બંને પક્ષોની ફરિયાદ લેવા માટે તૈયાર છે. જેના જવાબમાં હિંદુ પક્ષે પોલીસને સમજાવ્યું કે બે ઘટનાઓ જુદી-જુદી છે અને પછીથી હિંદુ કાર્યકર્તાના ઘરે કરવામાં આવેલો હુમલો જાણીજોઈને હિંસા ભડકાવવાનો અને તેમના પરિજનોને ધમકાવવાનો પ્રયાસ હતો, જેનો અલગ કેસ બનવો જોઈએ. 

  હુમલો કરનારાઓએ બિનશરતી માફી માંગી, લેખિતમાં પણ આપ્યું

  આ સમયે પૂણે રૂરલ પોલીસ મથકના DySP સુદર્શન પાટીલ પણ મથકમાં હાજર હતા. તેમણે વારાફરતી સૂરજ અને મુસ્લિમ પક્ષના એક વ્યક્તિ પાસેથી તેમને અલગ-અલગ બેસાડીને તમામ વિગતો મેળવી હતી. ત્યાં સુધીમાં મુસ્લિમ પક્ષે પણ સ્વીકાર્યું હતું કે સમાધાન થઈ ગયું હોવા છતાં બીજા દિવસે હુમલો કરવામાં આવ્યો હતો. 

  કાયદાકીય પરિણામોના ડરે મુસ્લિમ પક્ષે પીડિત સૂરજ, તેમનાં માતા અને અન્ય પરિજનોની બિનશરતી માફી માંગી લીધી હતી. જે તોફાની તત્વો હુમલામાં સામેલ હતા તેઓ રાત્રે સૂરજના ઘરે પહોંચ્યા હતા અને સૂરજનાં માતાની બે હાથ જોડીને માફી માંગી હતી. તેમણે પોલીસ મથકે લેખિત માફી પણ લખી આપી હતી અને બાંહેધરી આપી હતી કે ભવિષ્યમાં ક્યારેય પણ આ પ્રકારની ઘટના બનશે નહીં.

  સ્થાનિક હિંદુ કાર્યકર્તાએ ઑપઇન્ડિયાને આપી વિગતો

  આ અંગે ઑપઇન્ડિયાએ વિશ્વ હિંદુ પરિષદના નેતા ગણેશ રાઉત સાથે વાત કરી. તેમણે જણાવ્યું કે, “3 દિવસ પહેલાં મુસ્લિમ સમુદાયનાં અમુક તત્વોએ બજરંગ દળ કાર્યકર્તા સૂરજ ચક્રધર ધરમના ઘરે કાયરતાપૂર્ણ હુમલો કરી દીધો હતો. હુમલો થયો ત્યારે સૂરજ અને તેમના ભાઈ સંતોષ ઘરે ન હતા. હુમલો કરનારાઓએ તેમના પરિજનોને ધમકાવ્યા હતા. ત્યારબાદ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળે ભારે વિરોધ નોંધાવ્યો અને પોલીસ મથકે જઈને હુમલામાં સામેલ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.” 

  તેમણે ઉમેર્યું, “પોલીસ મથકે લાંબી ચર્ચાઓ બાદ અધિકારીઓની હાજરીમાં પરસ્પર સહમતિથી વિવાદનો ઉકેલ લાવવામાં આવ્યો હતો. આરોપીઓએ પણ બાંહેધરી આપી કે તેઓ સૂરજના પરિવારમાંથી કોઈને પણ નુકસાન પહોંચાડશે નહીં કે હિંદુ કાર્યકર્તાઓ વિરુદ્ધ આ પ્રકારના હુમલા કરશે નહીં. આ ઉપરાંત, તેમણે લેખિત માફી પણ આપી હતી.” 

  ગણેશ રાઉતે ઉમેર્યું કે, “આ ઘટના થકી વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળે સંદેશ આપ્યો છે કે આફત સમયે ક્યારેય પણ આપણાં હિંદુ ભાઈ-બહેનોને સંકટની સ્થિતિમાં એકલાં છોડીશું નહીં. એટલે જ અમે આ કેસમાં પણ સક્રિય રહ્યા અને જ્યાં સુધી વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી પોલીસ મથકે જ રહ્યા. અમે કેસ નોંધવાનો પણ આગ્રહ રાખ્યો હતો પરંતુ પછીથી મુસ્લિમ પક્ષે માફી માંગી લીધી હતી. આ વખતે અમે પરસ્પર સહમતિથી વિવાદનું સમાધાન લાવવા પર ભાર મૂક્યો છે પરંતુ તેનું કારણ સામાજિક સમરસતા અને શહેરના નાગરિકોનું હિત છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે તમામ સમુદાયો શાંતિ અને સંવાદિતતા જાવવા માટે જવાબદારી લેશે. જો આવી ઘટના ફરી વખત બની તો અમે હુમલાખોરો જે ભાષામાં સમજે તેમાં જવાબ આપીશું.” 

  આ દરમિયાન તેમણે ઑપઇન્ડિયાનો પણ આભાર માન્યો. તેમણે ઉમેર્યું કે, “ઘટનાના સતત ફોલો-અપ અને તેને લોકો સુધી પહોંચડવા માટે અમે ઑપઇન્ડિયાના આભારી છીએ. જ્યાં અમે ખરેખર બિનજરૂરી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ તેવા મુદ્દાઓ પર મીડિયા આ જ પ્રકારનું ધ્યાન આપે તેવું અમે ઇચ્છીએ છીએ.”

  તેમણે જણાવ્યું કે, આ ઘટનામાં ઇસ્લામીઓ દ્વારા ભોગ બનેલ અન્ય એક વ્યક્તિ પણ હતો પરંતુ તેણે વિસ્તારમાં રહીને જ ધંધો કરવાનો હોવાથી ફરિયાદ નોંધાવવાનું માંડી વાળ્યું હતું. અમારા યુવા કાર્યકર્તા સૂરજ ચક્રધર ધરમ મુસ્લિમ બહુમતિ વિસ્તારમાં રહે છે. તેઓ કુરિયર ડિલીવરીના બિઝનેસ થકી પરિવારનું ભરણપોષણ કરે છે. એકદમ નમ્ર સ્વભાવના છે અને સમાજમાં સૌ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો ધરાવે છે. તેઓ ગૌરક્ષા માટે પણ સતત કાર્યરત રહે છે અને લવ જેહાદ જેવી સામાજિક સમસ્યાઓ સામે પણ અવાજ ઉઠાવતા રહ્યા છે.” 

  હિંદુ કાર્યકર્તાએ ઉમેર્યું કે, “સૂરજ અમારી સંસ્થાના મહત્વપૂર્ણ સભ્ય છે. તેમનાં માતા અને અન્ય પરિજનોને ગુંડાઓએ ધમકી આપી હતી. તેમણે કોઇ દુશ્મનાવટની ભાવનાથી નહીં પરંતુ પરિવારની સુરક્ષા માટે ફરિયાદ નોંધાવી હતી. સૂરજ એક હિંદુ છે, જે અનુસૂચિત જાતિમાંથી આવે છે. સંભવતઃ હુમલો કરનારાઓએ વિચાર્યું હશે કે તેમનો કોઈ સાથ નહીં આપે પરંતુ અમે તેવું થવા દઈશું નહીં. મંચરનો સમગ્ર હિંદુ સમાજ સૂરજની સાથે છે.”

  શું હતી ઘટના? 

  મહારાષ્ટ્રના પુણે શહેર પાસેના મંચરમાં 29 સપ્ટેમ્બરના રોજ મુસ્લિમ ટોળાએ બજરંગ દળના એક કાર્યકર્તાના ઘરે હુમલો કરી દીધો હતો. જેમની ઓળખ સૂરજ ચક્રધર ધરમ તરીકે થઈ હતી. ઇસ્લામીઓએ તેમના પરિજનો સાથે ગેરવર્તણૂક કરી હતી. આ હુમલો ગણેશ વિસર્જન દરમિયાન કથિત રીતે એક મૌલાનાની કાર રોકવા બદલ કરવામાં આવ્યો હતો. 

  જોકે, સૂરજે આ આખી ઘટનાનો વીડિયો બનાવ્યો હતો જેમાં સ્પષ્ટ દેખાય છે કે મૌલાનાના વાહનને રસ્તો આપવામાં આવ્યો હતો. પરંતુ તેમની ફરિયાદ પર પોલીસે તપાસ કરી ન હતી. તેમણે ઑપઇન્ડિયાને જણાવ્યું કે, તેઓ ગૌરક્ષા અને લવ જેહાદ વિરુદ્ધ અવાજ ઉઠાવતા હોવાના કારણે કટ્ટરપંથીઓએ તેમને નિશાન બનાવ્યા હતા. 

  સૂરજની માતાએ 2 ઓક્ટોબર, 2023ના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે, લગભગ 150થી 200 મુસ્લિમોનું ટોળું તેમના ઘરે એકઠું થઈ ગયું હતું. પરંતુ તે સમયે સૂરજ ઘરે ન હતા. આ બાબત જાણતાં ટોળાએ ઘરની મહિલાઓ સાથે માથાકૂટ કરવાની શરૂ કરી દીધી હતી. સૂરજનાં માતાએ ફરિયાદમાં જણાવ્યું કે, આ દરમિયાન મુસ્લિમ ટોળાએ તેમના ઘર પર પથ્થમારો પણ ક્રયો હતો. ફરિયાદની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. 

  ફરિયાદમાં જણાવવામાં આવ્યું કે, લગભગ 11:50 વાગ્યે તેમના ઘરની બહાર એક ગણેશ વિસર્જન યાત્રા જઈ રહી હતી. તે સમયે કેટલાક લોકોએ યાત્રામાં ગાડી ઘૂસાડી દઈને અમુક લોકોને કચડી મારવાના પ્રયાસ કર્યા હતા. બીજી તરફ, કોઇ વિવાદ વગર હિંદુ કાર્યકર્તાઓએ મુસ્લિમોનાં વાહનોને રસ્તો આપી દીધો હતો. પરંતુ ત્યારબાદ મુસ્લિમ સમુદાયના અમુક લોકો ગણેશ વિસર્જનમાં સામેલ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પોલીસ મથકે પહોંચ્યા હતા. ઑપઇન્ડિયા પાસે એ વીડિયો પણ ઉપલબ્ધ છે જેમાં હિંદુ સંગઠનના લોકો મુસ્લિમ સમુદાયનાં વાહનોને રસ્તો આપી રહ્યા છે. 

  સૂરજનાં માતાએ પોલીસ પાસે સુરક્ષાની માંગણી પણ કરી અને કહ્યું કે, તેમના આખા પરિવારને જોખમ છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો તેમને વિશ્વાસ છે. 

  હાલ વિસ્તારમાં શાંતિ: પુણે પોલીસ 

  બીજી તરફ આ ઘટનાને લઈને પુણે પોલીસે નિવેદન જારી કરીને જણાવ્યું કે, બંને પક્ષના લોકોએ એકબીજાની માફી માંગીને મામલો થાળે પાડી દીધો હતો અને લોકો કોઇ અફવાઓમાં વિશ્વાસ ન કરે. 

  પોલીસે જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર મંચર શહેરમાં પથ્થરમારો થયો હોવાની અફવાઓ  ચાલી રહી છે, પરંતુ સમાધાન થઈ ગયા બાદ શહેરમાં સ્થિતિ એકદમ શાંતિપૂર્ણ છે અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ બંને પક્ષોના લોકો સાથે બેઠક કરી રહ્યા છે. કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે માર્ગદર્શન કરવામાં આવી રહ્યું છે અને સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં