Thursday, April 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમહારાષ્ટ્ર: AIMIM ધારાસભ્યે બનાવડાવ્યું હતું ટીપુ સુલતાનનું ગેરકાયદેસર સ્મારક, સ્થાનિક હિંદુઓએ ફરિયાદ કર્યા...

    મહારાષ્ટ્ર: AIMIM ધારાસભ્યે બનાવડાવ્યું હતું ટીપુ સુલતાનનું ગેરકાયદેસર સ્મારક, સ્થાનિક હિંદુઓએ ફરિયાદ કર્યા બાદ બુલડોઝર ફેરવી દેવાયું

    - Advertisement -

    મહારાષ્ટ્રના ધુળેમાં 8 જૂન, 2023 (ગુરૂવાર)ના રોજ ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા એક ટીપુ સુલતાનના સ્મારકને ધ્વસ્ત કરી દેવામાં આવ્યું હતું. આ સ્મારકનું નિર્માણ AIMIM પાર્ટીના ધારાસભ્ય ફારૂક અનવર શાહે કરાવ્યું હતું, જેની સામે સ્થાનિક હિંદુઓએ ફરિયાદ કર્યા બાદ સ્થાનિક તંત્રે સ્મારક પર બુલડોઝર ફેરવી દીધું હતું. 

    આ મામલે ધુળેના ભાજપ યુવા મોરચાએ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને એક પત્ર લખીને આ મામલે કાર્યવાહીની માંગ કરી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘ધુળે શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ડી-માર્ટથી બાયપાસ હાઇવે સુધી 100 ફિટનો રોડ બનાવવામાં આવ્યો છે, જેની ઉપર ઘણું ટ્રાફિક રહે છે. તેમજ તેની બંને તરફ મોટાભાગે મુસ્લિમ સમુદાયનાં ઘરો આવેલાં છે. 

    ભાજપ યુવા મોરચા દ્વારા લખવામાં આવેલા પત્રમાં આગળ જણાવવામાં આવ્યું કે, ધુળે શહેરના ધારાસભ્ય ફારૂક શાહે હિંદુઓની લાગણીઓ સાથે રમત રમીને તેમની વગનો દુરૂપયોગ કરી કોઈ પણ પ્રકારની સરકારી પરવાનગી લીધા વગર આ રસ્તા પર પડતા ચાર-રસ્તા પર મુસ્લિમ વિસ્તારમાં હિંદુવિરોધી આક્રાંતા ટીપુ સુલતાનનું સ્મારક બનાવડાવી દીધું હતું. 

    - Advertisement -

    પત્રમાં શહેરની શાંતિ-વ્યવસ્થા જળવાય રહે તે માટે મહાનગરપાલિકાને આ બાંધકામ દૂર કરવા માટે અપીલ કરવામાં આવી હતી. 

    મળેલી રજૂઆતો બાદ ગુરૂવારે (8 જૂન, 2023) મોડી રાત્રે ધુળેમાં શહેરના સ્થાનિક તંત્ર દ્વારા ટીપુ સુલતાનનું આ ગેરકાયદેસર સ્મારક પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ ડિમોલિશન બાદ શહેરમાં શાંતિનો માહોલ છે અને હજુ સુધી કોઈ વિરોધ પ્રદર્શનો થયાં નથી કે હિંસાની ઘટના પણ સામે આવી નથી. શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહી હોવાનું મીડિયા રિપોર્ટ્સ પરથી જાણવા મળ્યું છે. 

    ઉલ્લેખનીય છે કે ગત 6 જૂનના રોજ ધુળે શહેરમાં આવેલા એક રામમંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે ત્રણ સંદિગ્ધ વ્યક્તિઓની ધરપકડ કરી લીધી હતી. આ ઘટનાને પગલે શહેરમાં અશાંતિનો માહોલ સર્જાયો હતો. 

    આ ઘટનાની વધુ વિગતો એવી છે કે જે પરિવાર મંદિરમાં પૂજા-અર્ચના કરે છે તેઓ મંગળવારની રાત્રે મંદિરમાં તાળું મારવાનું ભૂલી ગયા હતા. જેથી અજાણ્યા ઈસમોએ રાત્રે ઘૂસીને ઉત્પાત મચાવ્યો હતો અને ભગવાન રામની મૂર્તિ પર આલ્કોહોલ રેડીને અપમાન કર્યું હતું. સવારે જ્યારે અમુક ભક્તો દર્શન માટે આવ્યા ત્યારે તેમનું ધ્યાન પડ્યું હતું. ત્યારબાદ આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે આ મામલે હિંદુ ભોઇર સમુદાયના ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં