Monday, October 7, 2024
More
    હોમપેજવગેરે...મનોરંજનમહાદેવ બેટિંગ એપ કેસ: હવે કપિલ શર્મા, હુમા કુરેશી અને હિના ખાનને...

    મહાદેવ બેટિંગ એપ કેસ: હવે કપિલ શર્મા, હુમા કુરેશી અને હિના ખાનને ઈડીનું તેડું, ઘણા બૉલીવુડ એક્ટરો એજન્સીના રડાર હેઠળ

    આ પહેલાં બુધવારે અભિનેતા રણબીર કપૂરને ઈડીએ તેડું મોકલ્યું હતું. જે આ કેસમાં પ્રથમ સમન્સ હતાં. હવે અન્ય અભિનેતાઓને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. તેમને એપના પ્રમોશન મામલે થયેલા નાણાકીય લેવડદેવડને લઈને પ્રશ્નો કરવામાં આવશે તેવું અનુમાન છે.

    - Advertisement -

    મહાદેવ બેટિંગ એપના પ્રમોશન મામલે બૉલીવુડ અભિનેતા રણબીર કપૂરને સમન્સ પાઠવ્યા બાદ હવે મની લોન્ડ્રિંગની તપાસ કરતી એજન્સી ઇડીએ કોમેડિયન કપિલ શર્મા અને અભિનેત્રીઓ હુમા કુરેશી અને હિના ખાનને સમન્સ પાઠવ્યાં છે. 

    મીડિયા રિપોર્ટ્સમાં ઇડીનાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું કે ત્રણેયને પૂછપરછ માટે હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, એજન્સીના રડાર પર આ પ્રકારની કુલ 100 બેટિંગ એપ્સ છે અને બોલીવૂડની ઘણી ‘હસ્તીઓ’ પર મહાદેવ બેટીંગ એપના પ્રમોટરો પાસેથી એપના ઓનલાઈન પ્રમોશન માટે પૈસા મેળવવાનો આરોપ છે. એજન્સી અનુસાર, અન્ય પણ ઘણા એક્ટર અને ઈન્ફ્યુએન્સર્સ તેમના રડાર પર છે અને તમામને સમન્સ પાઠવવામાં આવશે. 

    આ પહેલાં બુધવારે અભિનેતા રણબીર કપૂરને ઈડીએ તેડું મોકલ્યું હતું. જે આ કેસમાં પ્રથમ સમન્સ હતાં. હવે અન્ય અભિનેતાઓને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. તેમને એપના પ્રમોશન મામલે થયેલા નાણાકીય લેવડદેવડને લઈને પ્રશ્નો કરવામાં આવશે તેવું અનુમાન છે. રણબીર કપૂરને 6 ઓક્ટોબરના રોજ હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ અહેવાલો જણાવે છે કે તેમણે એજન્સી પાસે 2 અઠવાડિયાંનો સમય માગ્યો છે. 

    - Advertisement -

    મહાદેવ બેટિંગ એપ્સના પ્રમોટરોમાં સૌરભ ચંદ્રકર અને રવિ ઉપ્પલનો સમાવેશ થાય છે. બંને દુબઈથી ઓપરેટ કરતા હોવાનું જાણવા મળ્યું છે. થોડા સમય પહેલાં દુબઈમાં સૌરભનાં લગ્ન થયાં હતાં, જે માટે આયોજિત સમારંભમાં ઘણી જાણીતી હસ્તીઓએ ભાગ લીધો હતો. લગ્નમાં કુલ 206 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું પછીથી ધ્યાને આવ્યું હતું. આ લગ્નમાં જેમણે ભાગ લીધો હતો તેઓ પણ ઇડીના રડાર પર છે. 

    ટાઈમ્સ ઑફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, એજન્સીને જાણવા મળ્યું છે કે મહાદેવ ઓનલાઇન બેટિંગ એપ એ ગેરકાયદેસર સટ્ટાબાજી માટેનાં ઓનલાઈન પ્લેટફોર્મ્સનું એક સિન્ડિકેટ છે, જેમાં બેનામી બેન્ક અકાઉન્ટ્સનાં એક લેયર્ડ વેબના માધ્યમથી પૈસાની હેરાફેરી કરવામાં આવે છે. આ એપના પ્રમોટરો આ પ્રકારની ચારથી પાંચ એપ્સ ચલાવતા હોવાનું જાણવા મળ્યું છે, જે તમામનું સંચાલન UAEથી કરવામાં આવે છે. આ એપ્લિકેશન્સ દરરોજ કરોડો રૂપિયાનો નફો કમાતી હોવાનું પણ સામે આવ્યું છે.  

    ઇડીએ જણાવ્યું હતું કે, ભારતમાં પણ બેટિંગ વેબસાઈટ્સની જાહેરાત અને નવા યુઝરોને આકર્ષવા માટે મોટા પ્રમાણમાં ખર્ચ કરવામાં આવ્યો હતો. પોલીસ અનુસાર, મુખ્ય એપ્લિકેશન વર્ષ 2017માં શરૂ થઈ હતી પરંતુ 2020માં કોરોના મહામારી દરમિયાન તેના વપરાશકર્તાઓમાં ખાસ્સો વધારો થયો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં