Thursday, October 10, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિહવે મદરેસાઓમાં પણ ગુંજશે રામનામ, સિલેબસમાંથી બહાર થશે ઔરંગઝેબ: ઉત્તરાખંડમાં બોર્ડના અધ્યક્ષનું...

    હવે મદરેસાઓમાં પણ ગુંજશે રામનામ, સિલેબસમાંથી બહાર થશે ઔરંગઝેબ: ઉત્તરાખંડમાં બોર્ડના અધ્યક્ષનું એલાન, કહ્યું- મઝહબ બદલી શકીએ પણ પૂર્વજ નહીં

    "એક તરફ આપણી પાસે આવા (ભગવાન રામ) ચરિત્ર છે અને બીજી તરફ ઔરંગઝેબ જેવા ચરિત્ર છે, જેણે તેના ભાઈની હત્યા કરી નાખી અને તેના પિતાને જેલમાં ધકેલી દીધા."- મદરેસા બોર્ડના અધ્યક્ષ શાદાબ શમ્સ

    - Advertisement -

    ઉત્તરાખંડ મદરેસા બોર્ડના અધ્યક્ષ શાદાબ શમ્સે હાલમાં જ એક નિવેદન આપ્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે ભારતીય મુસ્લિમોએ ભગવાન રામનું અનુસરણ કરવું જોઈએ. તેમણે કહ્યું કે ભારતીય મુસ્લિમો આરબ નથી, પરંતુ તેઓ આ દેશના મૂળ નિવાસી છે, જેમણે ધર્મ પરિવર્તન કર્યું છે. તેથી, તેઓએ તેમના પૂર્વજોના વારસાને ભૂલવો જોઈએ નહીં. શમ્સે કહ્યું કે ભારતીય મુસ્લિમોએ પૂજાની પદ્ધતિ બદલી છે, પરંતુ તેઓ તેમના પૂર્વજોની વિરાસતને બદલી શકતા નથી. તેમણે ઉમેર્યું કે ભગવાન રામ ભારતીય સંસ્કૃતિ અને ઈતિહાસનું એક મહત્વપૂર્ણ અંગ છે. તેથી ઉત્તરાખંડના તમામ મદરેસાઓમાં પણ ભગવાન રામ વિશે ભણાવવામાં આવશે.

    ઉત્તરાખંડના મદરેસાઓમાં ભગવાન રામ વિશે ભણાવવાની શરૂઆત ચાર મદરેસાઓથી કરવામાં આવશે અને પછી ધીમે ધીમે તમામ મદરેસાઓમાં તેને લાગુ કરવામાં આવશે. આની જાહેરાત કરતાં ઉત્તરાખંડ મદરેસા બોર્ડના અધ્યક્ષ શાદાબ શમ્સે કહ્યું, “આપણે બધા ભારતીય મુસ્લિમો અહીંના સ્થાનિક રહેવાસી છીએ. આપણે કોઈ આરબો નથી. આપણે આપણો મઝહબ, આપણી પૂજાની રીત બદલી શકીએ છીએ, પરંતુ આપણે આપણા પૂર્વજોને બદલી શકતા નથી.” શાદાબ શમ્સે જાહેરમાં કહ્યું કે મદરેસાઓમાં ઔરંગઝેબ વિશે નહીં પણ ભગવાન રામ વિશે ભણાવવામાં આવશે, કારણ કે ભગવાન રામ સમગ્ર વિશ્વ માટે આદર્શ છે.

    શમ્સે કહ્યું, “શ્રીરામ આપણાં બધા માટે પ્રેરણા સ્ત્રોત્ર છે. તેઓ પોતાના પિતાના માન-સન્માન માટે 14 વર્ષો સુધી વનમાં રહ્યા. તેઓ બધાના છે. દરેક રામ જેવા પુત્રો ઈચ્છે છે. તેમણે પોતાના પિતાનું વચન પૂરું કરવા માટે સર્વસ્વ બલિદાન આપ્યું. કોણ લક્ષ્મણ જેવા ભાઈ અને સીતા જેવા પત્ની નથી ઈચ્છતું. એક તરફ આપણી પાસે આવા (ભગવાન રામ) ચરિત્ર છે અને બીજી તરફ ઔરંગઝેબ જેવા ચરિત્ર છે, જેણે તેના ભાઈની હત્યા કરી નાખી અને તેના પિતાને જેલમાં ધકેલી દીધા. અમે કોઈપણ કિંમતે ઔરંગઝેબ વિશે નહીં ભણાવીએ, પરંતુ નબી અને શ્રીરામ વિશે ભણાવીશું.”

    - Advertisement -

    શાદાબ શમ્સે કહ્યું કે ઉત્તરાખંડના મદરેસાઓમાં NCERT અભ્યાસક્રમ લાગુ કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા NCERT પાઠ્યપુસ્તકોમાં ભગવાન રામના જીવન ચરિત્રનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં મદરેસાઓમાં પણ ભગવાન રામને ભણાવવામાં આવશે જ તે સ્વાભાવિક વાત છે. શમ્સે કહ્યું કે વિકસિત ભારતની તર્જ પર મદરેસાઓમાં પણ પરિવર્તન લાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે, જેથી તમામ ધર્મ, જાતિ અને જૂથના બાળકો શિક્ષણ મેળવી શકે. મદરેસાઓમાં રામાયણના પાઠ ભણાવવા માટે વિશેષ શિક્ષકોની પણ નિમણૂક કરવામાં આવશે.

    આ પહેલાં શમ્સે કહ્યું હતું કે મદરેસાઓમાં સંસ્કૃત પણ ભણાવવામાં આવશે. આ અંગે મદરેસા બોર્ડના અધ્યક્ષ સમૂહ કાઝમીએ કહ્યું હતું કે મદરેસામાં બાળકોને વેદોનું જ્ઞાન આપવામાં આવશે. નોંધનીય છે કે, ઉત્તરાખંડમાં વક્ફ બોર્ડ હેઠળ 117 મદરેસા આવે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં