Monday, October 7, 2024
More
    હોમપેજદેશયુ-ટ્યુબરે RSS સાથે સંકળાયેલી સંસ્થા સેવાભારતી વિરુદ્ધ લગાવ્યા હતા ખોટા આરોપ, મદ્રાસ...

    યુ-ટ્યુબરે RSS સાથે સંકળાયેલી સંસ્થા સેવાભારતી વિરુદ્ધ લગાવ્યા હતા ખોટા આરોપ, મદ્રાસ હાઈકોર્ટે આપ્યો ₹50 લાખ ચૂકવવાનો આદેશ

    યુટ્યુબરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા તમિલનાડુના સેવાભારતી ટ્રસ્ટને 2020માં બે ખ્રિસ્તી વ્યક્તિઓ પી જયરાજ અને તેમના પુત્ર બેનિક્સનના કસ્ટોડિયલ મૃત્યુ સાથે જોડ્યુ હતું અને ટ્રસ્ટ પર ઘણી અપમાનજનક ટીપ્પણીઓ કરી હતી. તેની સામે સેવાભારતીએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો અને વળતરની માંગણી કરી હતી.

    - Advertisement -

    મદ્રાસ હાઈકોર્ટે તાજેતરમાં જ RSS સાથે જોડાયેલી સંસ્થા સેવાભારતી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ એક યુટ્યુબરને વળતર પેટે ₹50 લાખ ચૂકવવા માટે આદેશ આપ્યો છે. આ સાથે કોર્ટે કહ્યું કે, નિર્દોષ વ્યક્તિઓને નિશાન બનાવીને ખોટા આરોપો લગાવવામાં આવે તો તેઓ આંખ પર પટ્ટી બાંધી શકે નહીં. આ ઉપરાંત કોર્ટે કહ્યું કે, અભિવ્યક્તિની સ્વતંત્રતાનો કોઈપણ વ્યક્તિ દુરુપયોગ કરી શકે નહીં. જસ્ટિસ એન સતીશ કુમારની બેન્ચે 6 માર્ચ, 2024ના રોજ આ નિર્ણય સંભળાવ્યો હતો. નિર્ણયમાં કહેવાયું કે, અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે કોઈપણ વ્યક્તિ પોતાની બંધારણીય સ્વતંત્રતા અને અધિકારોનો દુરુપયોગ બીજાની ગોપનીયતા પર હુમલો કરવા અથવા તો તેની પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડવા માટે કરી શકે નહીં.

    બાર એન્ડ બેન્ચના અહેવાલ અનુસાર, જસ્ટિસ કુમારે તેમના ચુકાદામાં કહ્યું કે, “માત્ર, અભિવ્યક્તિની સ્વતંત્રતાના બહાના હેઠળ, વ્યક્તિ અન્યની ગોપનીયતા સાથે ચેડાં કરી શકે નહીં અને ઇન્ટરવ્યૂ લઈ શકે નહીં. કાયદો યુટ્યુબર્સ અને સોશિયલ મીડિયાને બીજાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનું આવું લાયસન્સ આપતો નથી. તેવામાં કોર્ટ પોતાની આંખે પટ્ટી બાંધીને રહી શકે નહીં.” આ સાથે જ કોર્ટે યુટ્યુબર સુરેન્દ્ર ઉર્ફે નાથિકનને સેવાભારતી સંસ્થાને ₹50 લાખનું વળતર આપવાનો આદેશ આપ્યો છે.

    શું છે મામલો?

    વાસ્તવમાં, યુટ્યુબરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા તમિલનાડુના સેવાભારતી ટ્રસ્ટને 2020માં બે ખ્રિસ્તી વ્યક્તિઓ પી જયરાજ અને તેમના પુત્ર બેનિક્સનના કસ્ટોડિયલ મૃત્યુ સાથે જોડ્યુ હતું અને ટ્રસ્ટ પર ઘણી અપમાનજનક ટીપ્પણીઓ કરી હતી. તેની સામે સેવાભારતીએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો અને વળતરની માંગણી કરી હતી. આ સાથે જ સેવાભારતીએ કોર્ટ પાસે માંગણી કરી હતી કે, તે યુટ્યુબરને તેની વિરુદ્ધ કોઈપણ અપમાનજનક નિવેદન આપવાનું બંધ કરવાનો નિર્દેશ આપે.

    - Advertisement -

    હાઇકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, આજકાલ લોકો સોશિયલ મીડિયા પર ફરતા નિવેદનોનો બ્લેકમેઈલિંગના સાધન તરીકે ઉપયોગ કરવા લાગ્યા છે. જેને કોઈપણ સંજોગોમાં પ્રોત્સાહિત કરી શકાય નહીં. કોર્ટે કહ્યું કે, જો શરૂઆતમાં જ તેમને અટકાવવામાં નહીં આવે તો તેનો કોઈ અંત નહીં આવે અને દરેક બ્લેકમેઈલર સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ખોટા અને બિનજરૂરી સમાચાર ફેલાવીને અન્ય લોકોને બ્લેકમેલ કરી શકે છે.

    બીજી તરફ સેવાભારતીએ કેસની સુનાવણી દરમિયાન કોર્ટને કહ્યું કે, જયરાજ અને બેનિક્સના મૃત્યુ સાથે તેને કોઈ લેવાદેવા નથી અને તે હકીકત છે કે, બંનેના મોત પોલીસ કસ્ટડીમાં થયાં હતાં. તેમ છતાં સુરેન્દ્રએ યુટ્યુબ પર એક વિડીયો પોસ્ટ કર્યો અને ખોટો દાવો કર્યો કે, સેવાભારતી બંનેના મોતમાં સામેલ છે. ટ્રસ્ટથી તરફથી દાવો કરવામાં આવ્યો કે, યુટ્યુબરે તેને માત્ર એટલા માટે બદનામ કરી છે, કારણ કે તે RSS સાથે સંકળાયેલી એક સંસ્થા છે. તેના જવાબમાં મદ્રાસ હાઈકોર્ટે કહ્યું હતું કે, યુટ્યુબરના સેવાભારતી માટેના વિડીયોની સામગ્રી બદનક્ષીભરી અને પાયાવિહોણી છે. તેથી જ યુટ્યુબરને દંડ ફટકારવામાં આવે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં