Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમદ્રાસ હાઈકોર્ટના જજે મંદિર પર એવી ટીપ્પણી કરી કે લોકોમાં રોષ ફેલાયો:...

    મદ્રાસ હાઈકોર્ટના જજે મંદિર પર એવી ટીપ્પણી કરી કે લોકોમાં રોષ ફેલાયો: સોશિયલ મીડિયા પર થઇ રહી છે ટીકા

    "કોર્ટ ન્યાયની જગ્યા છે. કમનસીબે મોટાભાગે તે અન્યાયનું કારણ બની રહી છે, જે કાયદો અને વ્યવસ્થાની સમસ્યાઓ તરફ દોરી જાય છે.: જનતા હાઈકોર્ટ."

    - Advertisement -

    મદ્રાસ હાઈકોર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે લોકો શાંતિની શોધમાં મંદિરોમાં જાય છે, પરંતુ કેટલાક કેસોમાં આ મંદિરો કાયદો અને વ્યવસ્થા માટે સમસ્યા બની ગયા છે. જેથી તેમનો હેતુ જ નિષ્ફળ ગયો છે. મદ્રાસ હાઈકોર્ટની મંદિર પર આવેલ આ ટિપ્પણીની સોશિયલ મીડિયા પર ટીકા થઈ રહી છે.

    મદ્રાસ હાઇકોર્ટના ન્યાયાધીશ આનંદ વેંકટેશે કહ્યું હતું કે, “આવા કેસોમાં કાર્યવાહીનો શ્રેષ્ઠ માર્ગ આ મંદિરોને બંધ કરી દેવા તે જ રહેશે, જેથી વિસ્તારમાં શાંતિ અને સામાન્યતા પુનઃસ્થાપિત કરી શકાય. તે એક વિરોધાભાસ છે કે મંદિરને બંધ કરવાથી ખરેખર શાંતિ મળે છે.”

    પોતાની ટીપ્પણીમાં કોર્ટે કહ્યું હતું કે, “મંદિરમાં વ્યક્તિનો અહંકાર ઓછો કરવા માટેનું વાતાવરણ ઊભું કરવું જોઈએ. ઊલટું તે વ્યક્તિઓ વચ્ચેના અહંકારના અથડામણનું જન્મસ્થળ બની રહ્યું છે અને ભગવાનને પાછળ ધકેલી દેવામાં આવે છે.”

    - Advertisement -

    વાસ્તવમાં આ મામલો એક પારિવારિક મંદિર સાથે સંબંધિત છે. અરજદારે પોતાના પરિવારના દેવતાના મંદિરમાં પૂજા કરવા માટે સુરક્ષાની માંગ કરતી અરજી દાખલ કરી હતી. વાસ્તવમાં પૂજાને લઈને બંને પક્ષો વચ્ચે લડાઈ ચાલી રહી છે.

    રાજ્ય સરકારના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે પૂજા કરવાને લઈને બંને પક્ષો વચ્ચેની લડાઈ બાદ સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત થાય ત્યાં સુધી મંદિર બંધ રાખવામાં આવ્યું છે. તેના પર કોર્ટે કહ્યું કે આવી સ્થિતિમાં મંદિરનો વહીવટ કોઈ અન્ય લાયક વ્યક્તિને સોંપવો જોઈએ. આ સાથે, બંનેમાંથી કોઈ પણ પક્ષ પોતાને શ્રેષ્ઠ માનશે નહીં.

    મદ્રાસ હાઈકોર્ટની મંદિર પર ટિપ્પણીને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ટીકા થઈ રહી છે. Total Woke નામના ટ્વિટર હેન્ડલએ આ વિશે લખ્યું હતું કે, “ક્યારેય કોઈ મિયાં લોર્ડને કહેતા સાંભળ્યા છે કે ‘મસ્જિદ બંધ કરો કારણ કે દર શુક્રવારે પથ્થરમારો થાય છે, કલાકો સુધી લાઉડસ્પીકરનો ઉપયોગ થાય છે, લોકો કટ્ટરપંથી બની જાય છે, રમખાણોનું આયોજન કરવામાં આવે છે, રસ્તાઓ બ્લોક કરવામાં આવે છે, બાળકોનુ શોષણ થાય છે અને મહિલાઓને અંદર જવા દેવામાં આવતી નથી.'”

    એક્સપ્લોરર પ્રાટ્સ નામના આ ટ્વિટર હેન્ડલ પર લખ્યું, “કોર્ટ ન્યાયની જગ્યા છે. કમનસીબે મોટાભાગે તે અન્યાયનું કારણ બની રહી છે, જે કાયદો અને વ્યવસ્થાની સમસ્યાઓ તરફ દોરી જાય છે.: જનતા હાઈકોર્ટ.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં